Home /News /dharm-bhakti /Numerology 30 September: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખૂબ જ વ્યસ્ત, આ બાબતોનું રાખો ધ્યાન

Numerology 30 September: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખૂબ જ વ્યસ્ત, આ બાબતોનું રાખો ધ્યાન

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણવુ શક્ય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર, દિવસ અને પૂણ્યનું કામ.

વધુ જુઓ ...
નંબર 1: આજે વેચાણ અને રાજકારણ માટે દિવસ સામાન્ય રહેશે કારણ કે સંગીત ક્ષેત્રના સ્પર્ધકો તમારા જ્ઞાનથી પ્રભાવિત થશે. આજે વ્યસ્ત દિવસ હોવા છતાં તમે સત્કાર અને નામ કમાવીને ઘરે પાછા આવશો. કાર્યસ્થળ અને સંબંધો બંનેમાં લોકો તમારું ખૂબ સન્માન કરશે. તમારે આજે ડિપ્લોમેટિક વ્યક્તિત્વ રજુ કરવાની જરુર છે. મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપવી, ઇવેન્ટ્સ ગોઠવવી અથવા ઇન્ટરવ્યુ માટે અરજી કરવી, બધું જ ઉત્તમ રહેશે. મિલકત ખરીદવી અને સંપત્તિ વેચવી બંનેમાં બાંધછોડ કરવી પડશે, તેથી આજે ટાળો. આજે તમારી પસંદગીના જીવનસાથીને મળવાની ઉચ્ચ સંભાવના. શાળા, રેસ્ટોરાં, કાઉન્સેલિંગ પુસ્તકો, ડિજિટલ માર્કેટિંગ, ધાતુઓ, સર્જનાત્મક વર્ગો અને રમતગમતની અકાદમીઓનો વ્યવસાય વધુ નફો મેળવશે. બાળકો પર અભ્યાસનો ભાર રહેશે.

મેઇન કલર્સ : નારંગી અને લાલ
લકી દિવસ: ગુરુવાર
લકી નંબર: 3
દાન: સ્ત્રીને નારંગીનું દાન કરો

નંબર 2: નિર્ણયો લેતી વખતે વ્યવહારુ બનો. પાર્ટનરશીપમાં ચાલતી કંપનીઓ પડકારોનો સામનો કરશે. બધા માટે અનુકૂળ બનવાનું અને દરેક વાત સ્વીકાર્ય લેવાનું ટાળો, કારણ કે તમારો નરમ સ્વભાવ તમને નુકસાન પહોંચાડશે. કાનૂની પ્રતિબદ્ધતાઓ સમાધાન કર્યા વિના પૂર્ણ થશે. પ્રેમ સંબંધોમાં પાર્ટનર દ્વારા તમારા પર પ્રભુત્વ અને નિયંત્રણ અનુભવશો .સ્ત્રીઓએ આજે ​​વડીલોની ટીકાને અવગણવી જોઈએ. જવાબદારીઓ સોંપવામાં પૈસાનો ઉપયોગ કરવાનો આ દિવસ છે. નિકાસ-આયાત વ્યવસામાં અને રાજકારણીઓએ દસ્તાવેજો કરવાનું ટાળવું. વિદ્યાર્થીઓ, ઉત્પાદકો, રિટેલર્સ, એજન્ટ અને રમતવીરોએ પ્રદર્શનમાં ઉચ્ચ રેટિંગ્સ મેળવવા માટે એક દિવસ રાહ જોવી પડશે.

મેઇન કલર્સ: એક્વા
લકી દિવસ: સોમવાર
લકી નંબર: 2
દાન: અનાથાશ્રમમાં કપડાંનું દાન

નંબર 3: ઉત્તમ સર્જનાત્મકતા અને કલ્પના શૈલી લેખકો અને સંગીતકારો માટે એક સુંદર દિવસ સર્જે છે. આજે લીધેલા બધા નિર્ણયો નજીકના ભવિષ્ય માટે તરફેણમાં આવશે, પરંતુ વર્તમાન સ્થિતિ તમારી વિરુદ્ધ છે. અન્ય લોકો સાથે નાણાંકીય યોજનાઓ શેર કરવાનું બંધ કરો. સ્ટૉક સંબંધિત રોકાણમાં આજે વળતર ઓછું રહેશે. જેઓ પ્રેમમાં છે તેઓ ખુશી અનુભવશે, તેઓએ એકબીજાને ભેટ આપીને તેમની લાગણીઓની આપ-લે કરવી જોઈએ. સરકારી અધિકારીઓએ નવા લોકોથી સાવચેત રહેવું. દિવસ શરૂ કરતા પહેલા તમારા ગુરુના નામનો જાપ કરવાનું ભૂલશો નહીં

આ પણ વાંચોઃ Aaj Nu Panchang: આજે 'લલીતા પંચમી', જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

મેઇન કલર્સ : નારંગી
લકી દિવસ : ગુરુવાર
લકી નંબર: 3 અને 1
દાન: સ્ત્રી સહાયકને કેસર દાન કરો

નંબર 4: અપ્સ એન્ડ ડાઉન સાથેનો નેટવર્કિંગ માટેનો દિવસ છે. તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને આજે તણાવને દૂર કરવા માટે ધ્યાનનો સહારો લેવો જોઈએ. પૈસાની આવક છે પણ ઘણી જવાબદારીઓના ખર્ચ પણ છે. ખાસ કરીને રાજકારણ અને મનોરંજન ઉદ્યોગમાં જોડાયેલા લોકો માટે મુસાફરી કરવા માટે આ સારો દિવસ છે. કન્સ્ટ્રક્શન બિઝનેસ અને મેડિકલ ફિલ્ડમાં ઝડપી મૂવમેન્ટનો સામનો કરવો પડશે, પરંતુ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટમાં ધીમા સકારાત્મક ફેરફારો જોવા મળશે. વિદ્યાર્થીઓએ ધ્યાનનું કરવું જોઈએ, કારણ કે તે તણાવને મુક્ત કરવામાં મદદ કરશે. માર્કેટિંગ કરનારાઓ યાદ રાખો કે તમે જેટલી વધુ મુસાફરી કરશો, તેટલી વધુ સફળતા મળશે અને મહિનાનો ટાર્ગેટ પૂરો કરવાની શક્યતા છે. આજે નોન વેજ અને દારૂ ટાળો.

મેઇન કલર્સ: વાદળી
લકી દિવસ: શનિવાર
લકી નંબર: 9
દાન: ભિખારીને લીલા અથવા લાલ વસ્ત્રોનું દાન કરવું આવશ્યક છે

આ પણ વાંચોઃ Horoscope 30 September: તુલા રાશિ માટે આજે નોકરી અને ધંધામાં સારો દિવસ રહેશે, વાંચો આજનું રાશિફળ

નંબર 5: સવારે દૂધના પાણીથી સ્નાન કરો આજે સામાજિક બાબતોમાં ખર્ચ કરવા પર નિયંત્રણ રાખો. આજે તમે એકલતા ઓછી અને સામાજિક વ્યસ્તતાનો વધુ અનુભવ કરશો. જીવનસાથી અથવા નજીકના મિત્ર સાથે આંતરિક લાગણીઓ શેર કરવાનો દિવસ. આજે તમે કાર્યસ્થળ પર નફો કમાવા માટે જરૂરી સમાજ અને સ્માર્ટનેસ ધરાવો છો. લોન જેવી જવાબદારીઓની જાળમાં ન પડો. દિવસના બીજા ભાગમાં ભાગ્ય તેની ભૂમિકા ભજવશે તેથી ત્યાં સુધીમાં કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. પ્રેમમાં ડૂબેલા લોકોના અલગ થવાના ઘણા કિસ્સા બને છે, તેથી પહેલેથી જ પ્રામાણિકતા રાખો.

મેઇન કલર્સ: સી ગ્રીન
લકી દિવસ: બુધવાર
લકી નંબર: 5
દાનઃ મંદિરમાં નાળિયેરનું દાન અવશ્ય કરવું

નંબર 6: તમારા કામના કલાકો વધારો. આજે સિનિયર્સ કે ટીમના લોકો સાથે કામ કરતી વખતે સાવધાની રાખો. જીવનસાથી અને બાળકો સાથે સમય વિતાવવા માટે ઉત્તમ દિવસ છે. વિદ્યાર્થીઓ અને રાજકારણીઓ નવી તકને સમજદારીપૂર્વક પસંદ કરે કારણ કે તે અનુકૂળ રહેશે. તમે અંગત સંબંધોમાં અસુરક્ષિત અને અસ્વસ્થ લાગણીઓ અનુભવશો. જેઓ નવી ફેક્ટરી સ્થાપવા માટે મિલકત શોધી રહ્યા છે, તેઓ એક સરસ વિકલ્પ પસંદ કરી શકશે. પ્રેઝન્ટેશનમાં હાજરી આપવા અથવા રમતો રમવા માટે બહાર જાઓ, કારણ કે તમારે ભૂતકાળમાંથી નીકળીને આગળ વધવું જોઈએ

મેઇન કલર્સ : વાદળી
લકી દિવસ : શુક્રવાર
લકી નંબર: 6
દાનઃ આશ્રમોને સફેદ મીઠાઈનું દાન

નંબર 7: ઘરની પૂર્વ દિશામાં વિન્ડ ચાઈમ લગાવો. આ દિવસ સેલેબ્રિટીઓ, રાજકારણીઓ, સોફ્ટવેર અને હાર્ડવેર એન્જિનિયરો, બિલ્ડરો, જ્યોતિષીઓ, મેકઅપ કલાકાર અને રમતવીરોને હીરોની જેમ છવાઈ જવાની નવી તક આપશે. દિવસ વિજયી લાગે છે. લવ પાર્ટનર સાથે દલીલો ટાળો કારણ કે તેથી બ્રેકઅપની સ્થિતિ બની શકે છે. સંબંધમાં દલીલો નહિ હશે તો તે ફરીથી સજીવન થશે. બુદ્ધિ તીવ્ર રાખવા માટે ગુરુ મંત્ર વાંચવો અને જાપ કરવો જોઈએ. રમતવીરને રીવોર્ડ આપવામાં આવશે. રાજકારણીઓ અને અભિનેતાઓ માટે જાહેર સભાઓમાં હાજરી આપવા અને પક્ષના વરિષ્ઠોને પ્રભાવિત કરવા માટે એક સુંદર દિવસ છે. નાણાં ધીરનાર અને બેંકરોએ આજે ​​સાવચેત રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ તહેવારોમાં ફેંગશુઈ ટીપ્સ અનુસાર દીવાલોને કરો પેઈન્ટ, ઘરમાં રહેશે સુખ અને શાંતિ

મેઇન કલર્સ: ટીલ
લકી દિવસ: સોમવાર
લકી નંબર: 7
દાન: કોઈપણ સ્વરૂપમાં કાંસ્ય અથવા તાંબાના ધાતુના ટુકડાનું દાન કરો

નંબર 8: આજે ડ્રાઇવિંગ ટાળો. શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માણવા માટે ખાટાં ફળો ખાઓ. જીવનમાં વિકાસ વધારવા માટે દાન કરવું હિતાવહ છે. તમે સમયસર કાર્ય પૂર્ણ કરી શકશો જેનો લાભ પણ મળશે. તમારા પૈસા, ખ્યાતિ, સમજ, આદર અને પરિવારના સભ્યોનો સ્નેહ આપનાર ભગવાન પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મંદિરની મુલાકાત અવશ્ય લો. પ્રવાસ વૈભવી લાગતો હોવા છતાં લક્ષ્ય હાંસલ કરવા માટે કામમાં વ્યસ્ત રેહવું પડે. તમને તમારું જીવન અસ્પષ્ટ અને જટિલ લાગશે, પરંતુ તે ટેમ્પરી તબક્કો છે. ડોકટરો અને ફાઇનાન્સરો પ્રશંસા મેળવશે. તમારી રોમેન્ટિક લાગણીઓને વાસ્તવિકતામાં બદલવા માટે એક સુંદર દિવસ છે.

મેઇન કલર્સ: સી બ્લુ
લકી દિવસ: શુક્રવાર
લકી નંબર: 6
દાન: ભિખારીને તરબૂચનું દાન કરો

નંબર 9: સવારે કપાળ પર ચંદન લગાવો. ખાસ કરીને અભિનય, મીડિયા, એન્કરિંગ, સેલ્સ અને માર્કેટિંગમાં કામ કરતા લોકો માટે સફળતા અપાવતો દિવસ છે. ટેન્ડર અને મિલકત માટે એજન્ટ સંપર્ક કરવા માટે એક સુંદર દિવસ છે. સ્પોર્ટ્સમેન, બિઝનેસમેન, શિક્ષકો, બેન્કર્સ, સંગીતકારો અને અભિનેતાઓ અને વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટેશનમાં એક સ્ટેપ આગળ વધારવું જોઈએ કારણ કે તે અનુકૂળ છે. જો તમે સ્ટોક માર્કેટમાં છો, તો બલ્કમાં સ્ટોક ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. લાલ અને જાંબલી રંગોના કપડાં પહેરવાથી સદ્નસીબ અને જીવનમાં સ્થિરતા વધે છે. આજે તમારી આંખોની સંભાળ રાખો. મુસાફરી ટાળો અને આજ માટે ઑનલાઇન કામ કરવાનો પ્રયાસ કરો.

મેઇન કલર્સ: જાંબલી
લકી દિવસ: મંગળવાર
લકી નંબર: 3
દાન: પ્રાણીઓને કેળાનું દાન કરો

30મી સપ્ટેમ્બરે જન્મેલી હસ્તીઓ: શાન, પ્રસોનજીથ ચેટર્જી, દીપક મલ્લિક, મહેશ શર્મા, વેણુગોપાલ ધૂત, શિવરાજ સિંહ
Published by:Sahil Vaniya
First published:

Tags: Astrology, Numerology Suggestions, Zodiac sign

विज्ञापन
विज्ञापन