આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, કેમ અને ક્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે?

News18 Gujarati
Updated: July 16, 2019, 11:01 PM IST
આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, કેમ અને ક્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે?
આપણું સૌરમંડળ 8 ગ્રહોથી બનેલું છું

ચંદ્ર ગ્રણહ પૂનમનાં દિવસે જ હોય છે પણ દર પૂનમે ચંદ્ર ગ્રહણ હોતુ નથી.

  • Share this:
આપણું સૌરમંડળ 8 ગ્રહોથી બનેલું છું. સૌરમંડળનો ભાગ આપણી ધરતી પણ છે. આ સૂર્યથી ત્રીજો ગ્રહ છે. આપણી પૃથ્વીની ચારેય તરફ ચંદ્રમા ફરે છે. ચંગ્રમા પૃથ્વીનો ઉપગ્રહ છે. અને આ પૃથ્વીનો ચક્કર અંડાકાર કક્ષામાં કાપે છે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાની ગતીઓને કારણે ગ્રહણ સર્જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ છાયાની સામાન્ય રમત છે જે સૌરમંડળમાં થાય છે.

ચંદ્ર ગ્રહણ કેમ થાય છે ?
તેનો સીધો જવાબ છે કે ચંદ્રમાનું પૃથ્વીની ઓટમાં આવી જવું. તે સ્થિતિમાં સૂર્ય એક તરફ, ચંદ્રમા બીજી તરફ અને વચ્ચે પૃથ્વી હોય છે. જ્યારે ચંદ્રમા ધરતીની છાયામાંથી નિકળે છે તો તે સમય દરમિયાન ચંદ્ર ગ્રહણ પડે છે.

ચંદ્ર ગ્રહણ પૂનમનાં દિવસે જ કેમ હોય છે ?
ચંદ્ર ગ્રણહ પૂનમનાં દિવસે જ હોય છે પણ દર પૂનમે ચંદ્ર ગ્રહણ હોતુ નથી. તેનું કારણ છે કે પૃથ્વી તેની ધરી પર ચંદ્રમાની ધરીનું નમેલુ હોવું. આ ઝુકાવ આશરે 5 ડિગ્રીનો છે. તેથી દર વખતે ચંદ્રમા પૃથ્વીની છાયામાં પ્રવેશ નથી કરતો. તેની ઉપર કે નીચેથી નીકળી જાય છે. આ વાત સૂર્ય ગ્રહણ માટે પણ સત્ય છે. સૂર્ય ગ્રહણ હમેશાં અમાસનાં દિવસે હોય છે. કારણ કે ચંદ્રમાનો આકાર પૃથ્વીનાં આકારની સરખામણીએ આશરે 4 ગણો ઓછો છે. તેથી તેની છાયા પૃથ્વી પર નાની પડે છે. તેથી પૂર્ણતાની સ્થિતિમાં સૂર્ય ગ્રહણ પૃથ્વીનાં એક નાનકડાં ભાગમાં જ જોવામાં આવે છે. પણ ચંદ્રગ્રહણની સ્થિતિમાં ધરતીની છાયા ચંદ્રની સરખામણીએ ઘણી મોટી છે તેથી તેમાંથી પસાર થતાં ચંદ્રને સમય લાગે છે. અને ચંદ્રગ્રહણ ધરતીનાં મોટાભાગનાં વિસ્તારમાં જોવા મળે છે.

ભારતમાં અડધી રાત્રે જોવા મળશે ચંદ્ર ગ્રહણચંદ્રગ્રહણ પૂરા ભારત દેશમાં જોવા મળશે. અનુમાન છે કે, ચંદ્રગ્રહણ લગભગ ત્રણ કલાક સુધી રહેશે. આ 16 જુલાઈ એટલે કે, આજે રાત્રે લગભગ 1 કલાક અને 32 મિનીટે લાગશે ્ને સવારે 4 વાગ્યાને 31 મિનીટે સમાપ્ત થશે.
First published: July 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading