Home /News /dharm-bhakti /Horoscope 3rd October: આ રાશિના જાતકોને અટવાયેલા રુપિયા મળી જશે, જાણો આજનું રાશિફળ

Horoscope 3rd October: આ રાશિના જાતકોને અટવાયેલા રુપિયા મળી જશે, જાણો આજનું રાશિફળ

સોમવારનું રાશિફળ

રાશિ પ્રમાણે જાણો, કેવો રહેશે આપનો આજનો સપ્તાહનો પહેલો દિવસ.

    મેષ (Aries) : 21 માર્ચથી 19 એપ્રિલ


    ભૂતકાળમાં તમે કરેલા તમામ પ્રયત્નો માટે તમારી પ્રશંસા થાય તેવી સંભાવના છે. કોઈ તમારા પ્રત્યે બિનજરૂરી ધારણા બાંધી રહ્યું હોય તો અવગણો. તમારા ઓફિસના કામ યોગ્ય રીતે રાખો. કારણ કે, ત્યાં રેન્ડમ તપાસ થઈ શકે છે.
    લકી સાઈન - ફ્લોરલ સ્લિપર્સ

    વૃષભ (Taurus) : 20 એપ્રિલથી 20 મે


    મહિનાના મધ્ય ભાગ સુધી તમારા મુસાફરીના પ્લાનિંગને સાચવો. આજનો દિવસ એક સમયે એક બાબતનું પ્લાનિંગ કરવાનો છે. ભવિષ્યના ફાયદાકારક આયોજન માટે સારા સંકેત છે. અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે.
    લકી સાઈન - ગૂઝબેરીનો જથ્થો

    મિથુન (Gemini) : 21 મેથી 21 જૂન


    આજે તમે જે કરવા માંગો છે તે માટે સંજોગો સાથ આપશે, જેથી આજના દિવસનો વધુને વધુ ઉપયોગ કરો. ભાઈ-બહેન અથવા સંબંધીને તમારા માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સાંજે કોઈ ખાસ વ્યક્તિ તમારી સરપ્રાઈઝ વિઝિટ કરી શકે છે.
    લકી સાઈન - ચાંદીનો વાયર

    કર્ક (Cancer) : 22 જૂનથી 22 જુલાઈ


    આજે શોપિંગ માટે પ્લાનિંગ કર્યું હશે તો તમે તેમાં વ્યસ્ત રહી શકો છો. આજે તમારે નોકરીએ કામની ડેડલાઇન મુજબ ચાલવું જોઈએ. ડોમેસ્ટિક સહાયનો અભાવ નિયમિત કાર્યમાં અડચણો ઉભી કરી શકે છે.
    લકી સાઈન - મેટાલિક આર્ટ

    સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ


    આજ માટે તમારે ટીમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમને કોલાબરેટ કરવાની તક મળે તો તમારે તેનો સ્વીકાર કરવો જોઈએ. નોકરી ધંધાના સ્થળે ગરમાગરમી તમારા દિવસને નકારાત્મક અસર કરી શકે છે. જેથી તેમાં પડશો નહીં અને સ્થિતિનો ઉતાવળમાં તાગ મેળવશો નહીં.
    લકી સાઈન - રંગીન બોટલ

    કન્યા (Virgo) : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


    તમારું કામ અટવાઈ રહ્યું હોય અને તે માટે તમારે કોઈના અહંકારને સંતોષવાની જરૂર હોય તો હવે સમય આવી ગયો છે. ટૂંકાગાળાનું આયોજન વર્તમાન સમય માટે ફાયદાકારક રહેશે. આજે રાત્રે મહેમાનોના સ્વાગત માટે તૈયારી રાખો.
    લકી સાઈન - વાંદરો

    તુલા (Libra) : 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


    પરિવાર સાથે ઘરે અથવા વર્ચ્યુઅલ રીતે થોડો સમય પસાર કરવા માટે સારો દિવસ છે. કામ અંગે માંગ થઈ શકે છે અને તમારા યોગદાનની સમીક્ષા કરવામાં આવશે. વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે.
    લકી સાઈન - લાકડાનું બોક્સ

    વૃશ્ચિક (Scorpio) : 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


    આજે સપથ લો કે, તમે તમારા જૂના જુસ્સાને ક્યારેય મરવા નહીં દો. આજે તમારે નિર્ણયની ફરી સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. દિવસમાં પ્રગતિશીલ પરંતુ સુસ્ત ઉર્જા રહે, તમે જે પણ શરૂ કરો તે ધીમે ધીમે સમાપ્ત કરી શકશો.
    લકી સાઈન - આઈસ્ક્રીમ

    ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


    દૂર દૂરથી કે વિદેશનો કોલ તમારો દિવસ બનાવી શકે છે. આજે તમે વિશેષ અનુભવશો. ટૂંકો ગેટ અવે પ્લાન કામ પૂરું કરી શકે છે. તમારે વર્તમાન રિલેશનશીપમાં અમુક જવાબ આપવા પડી શકે છે.
    લકી સાઈન - બોલ

    મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


    નવા હેલ્થ રૂટિન શરૂ કરવા માટે આજે સારો દિવસ છે અને આવું કરવા માટે કોઈ પુસ્તક અથવા લેખ પ્રેરણાદાયક હોઈ શકે છે. તમે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોવાનું લાગતું હતું તે ફરી મળી શકે છે.
    લકી સાઈન - માખી

    કુંભ (Aquarius) : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


    તમે જે કરવાનું વિચારી રહ્યા છો તેને અંતિમ સ્વરૂપ આપવા માટે તમને હવે સંકેત મળી શકે છે. તમારી અંતઃસ્ફુરણા મુજબ ચાલો અને તમારી નકારાત્મક લાગણીઓ પર નજર રાખો. આજે તમને મિશ્ર પરિણામો મળશે.
    લકી સાઈન - ઝાકળના ટીપાં

    મીન (Pisces) : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


    કોઈ બહારના વ્યક્તિ તરફથી આવતું સૂચન તમારો ઘણો સમય બચાવશે. તમે હવે આત્મવિશ્વાસ અનુભવશો અને બાકી નિર્ણય લેવા માટે આગળ વધશો. આજે મિત્રો અને પરિવાર માટે અગ્રતા રાખવી પડી શકે છે.
    લકી સાઈન - તળાવ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ધર્મ ભક્તિ, રાશિફળ

    विज्ञापन
    विज्ञापन