8th May 2021: તુલા રાશિના જાતક આજે પોતાના હાથે જ લગ્ન જીવનમાં ગડબડ કરી શકે છે, આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - આજે તમે સારા પૈસા બનાવી શકો છો, પરંતુ તે તમારા હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવું. આજે મનમક્કમ રાખી શકશો. લાંબાગાળા માટે રોકાણ કરશો તો ફાયદો થઈ શકે છે. તમને આજે પરિવાર તરફથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. નવી શરૂ કરેલી યોજના ધાર્યું પરિણામ નહીં આપે. તમારી સલાહ કોઈ લે તો જરૂર આપવી, તમારા વખાણ થશે. જીવનસાથી સાથ સારો દિવસ પસાર થઈ શકે છે.

  વૃષભ રાશિફળ - બીજા લોકોને પ્રભાવિત કરવા માટે વધારે ખર્ચ ન કરવું. ઘરમાં ફેરફારને લઈ પરિવાર સાથે અનબન થઈ શકે છે. તમારા નજીકના લોકો સાથે વ્યવહાર સારો રાખવો. ભાગીદારીની યોજના પરેશાની ઉભી કરી શકે છે. કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે, જેથી સાવધાન રહેવું. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી. આજનો દિવસ ધાર્યું પરિણામ આપે તેવો નથી.

  મિથુન રાશિફળ - આજે તબીયતને લઈ સાવધાની રાખવી. વધારાના ધનને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ફાયદો થશે. આજે તમે જો પોતાના નિર્ણયો પરિચિતો પર થોપશો તો, તમારા હિતને નુકશાન પહોંચી શકે છે. આજે અચાનક કોઈ નફો થઈ શકે છે. એવા લોકોથી દુર રહેવું જે તમારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી શકે તેવા હોય. આજે જીવનસાથી માટે સમય કાઢવો.

  કર્ક રાશિફળ - આજનો દિવસ વધારે લાભદાયક નથી, તેથી પોતાના ખીસ્સા પર નજર રાખવી અને ખર્ચથી બચવું. પરિવારના સભ્યો સાથે ના મતભેદ દૂર થશે. જો કે તમારા જીવનસાથીનો મૂડ આજે કંઈક બદલાયેલો રહેશે જેથી પોતાના શબ્દો પર કાબૂ રાખજો નહીં તો સંબંધોમાં તીરાડ પડી શકે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમારી ટીમનો તમારો જ વિરોધી આજે તમારી સમજદારી ના વખાણ કરતો જોવા મળશે

  સિંહ રાશિફળ - આજનો દિવસ વધારે લાભદાયક નથી, તેથી પોતાના ખીસ્સા પર નજર રાખવી અને ખર્ચથી બચવું. પરિવારના સભ્યો સાથે ના મતભેદ દૂર થશે. જો કે તમારા જીવનસાથીનો મૂડ આજે કંઈક બદલાયેલો રહેશે જેથી પોતાના શબ્દો પર કાબૂ રાખજો નહીં તો સંબંધોમાં તીરાડ પડી શકે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમારી ટીમનો તમારો જ વિરોધી આજે તમારી સમજદારી ના વખાણ કરતો જોવા મળશે. એવા લોકોથી દૂર રહો જેમના સંઘના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.

  કન્યા રાશિફળ - આજે સારૂ કર્મ અને વિચાર તમારા માટે રાહતના સમાચાર લઈને આવશે. પોતાની મહેનતની કમાણી સમજી વિચારીને જ લગાવવી. ભાગીદારી વાળા વ્યવસાયમાં આર્થિક રોકાણ ન કરો. પરિવારમાં સ્નેહનો માહોલ રહેશે. એવા લોકોથી દૂર રહેવું જે લોકો તમને ખોટા રસ્તે લઇ જવા માંગે છે, એવા રસ્તે જવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  તુલા રાશિફળ - ખર્ચામાં વધારો થશે, પરંતુ સામે આવક બધુ સંતુલીત કરી દેશે. આજે રોજના કામમાં થોડો સમય કાઢી મિત્રોને સમય આપવો. કોઈ અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્ક બનાવવા માટે સારો સમય છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. તમારા હાથે જ વૈવાહિક જીવનમાં કોઈ ગડબડી થઈ શકે છે

  વૃશ્ચિક રાશિફળ - આજે હંસી મજાકમાં કહેલી કોઈ વાત પર શંકા ન કરવી. આજના દિવસે બીજા લોકોનું સાંભળવું અને તેના પર અમલ કરવાનું મહત્વપૂર્ણ રહેશે. વાદ-વિવાદથી કઈ નથી મળતું, માત્ર સમય બગડે છે. આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. કોઈ નવી યોજના શરૂ કરતા પહેલા માતા-પિતાની સલાહ લેવી. કાર્યસ્થળ પર જવાબદારીનો બોઝો વધી શકે છે.

  ધન રાશિફળ - આજે અચાનક યાત્રા થાક આપી શકે છે અને બેચેનીનું કારણ બની શકે છે. તમે આજે રોમાંચક મૂડમાં રહેશો, જે તમને આર્થિક ફાયદો પહોંચાડશે. મિત્રો મદદગાર સાબિત થશે. વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધમાં સુધાર લાવશે. તમારી ઈમાનદારી અને ઉમદા કામ કરવાની ક્ષમતા તમને શોહરત અપાવશે. કાર્યસ્થળ પર કામ પર ધ્ચાન આપવું, આજે આંકડા સમજવામાં મુશ્કેલી પડી શકે છે.

  મકર રાશિફળ - આજે તમને જમીન રિયલ એસ્ટેટ યોજના પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરીરત છે. બહારના લોકોના અવાંછિક હસ્તક્ષેપના પગલે તમારા જીવનસાથી તણાવ ઉભો થશે. સાવધાન રહો કારણ કે પ્રેમમાં પડવાનો આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પોતાના બાયોડાટા મોકલવા અથવા કોઈ ઈન્ટરવ્યૂ માટે જવાનો સારો સમય છે. એવી જાણકારીઓ વ્યક્ત ન કરો જે વ્યક્તિગત અને ગોપનીય હોય.

  કુંભ રાશિફળ - આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકશો. જુના લેણા પાછા મળી શકે છે. લોકોની સાથે વાત કરવા અને સમારોહોમાં હાજરી આપવોનો ડર તમારા ગભરામણનું કારણ બની શકે છે. આ પરેશાનીથી બચવા માટે પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરો. પૈસા કમાવવાના નવી તકો ફાયદો આપશે. વિવાદિત મુદ્દાઓને ઉછાવવાથી બચો. ભાગીદાર તમારી યોજનાઓ અને વ્યવસાયિક ખયાલો પ્રત્યે ઉત્સાહિ રહેશે.

  મીન રાશિફળ - એક એવા દોસ્ત સાથે પોતાની મુલાકાત થશે જે તમારા વિચારમા છે. અને જે તમને સમજે પણ છે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિદ્વન્દ્વિઓને પોતાના ખોટા કામનું ફળ મળશે. વકિલ પાસે જઈને કાયદાકીય સલાહ લેવાનો સારો દિવસ છે. જિંદગી ખૂબસૂરત નજર આવશે. કારણ કે તમારા જીવનસાથીને તમારા માટે કેટલીક ખાસ યોજનાઓ બનાવી છે.
  Published by:kiran mehta
  First published: