7th May 2021: કન્યા રાશિના જાતકો સાવધાન, તમારી ઉદારતાનો કોઈ ગેરલાભ ઉઠાવી શકે છે, આજનું રાશિફળ

આજનું રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - આજે પોતાની મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખો. હોશિયારીથી રોકાણ કરો. લગ્નેત્તર પ્રેમ સંબંધ તમારી પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી શકે છે. તમારા માટે આજે વિદેશમાં નોકરી કરવા માટે અરજી કરવા સારો દિવસ છે. પોતાના કામ અને શબ્દો ઉપર ધ્યાન આપો કારણ કે અધિકારીક આંકડા સમજવા માટે મુશ્કેલ હશે. જો તમે કંઈક ગડબડ કરો છો તો આજે તમે પોતાના જીવસ સાથીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકો છો.

  વૃષભ રાશિફળ - સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખાસ જરૂર છે. જે લોકો સાથે તમે રહો છો. તેઓ તમારાથી વધારે ખુશ નહી રહે. ઓફિસમાં તમને કંઈક એવું કામ મળશે જેને તમે હંમેશા કરવા ઈચ્છતા હોવ. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા મોટો વ્યક્તિ તમને મદદ કરી શકે છે. તમારો તમારા જીવનસાથી વાદ-વિવાદ થઈ શકે છે.

  મિથુન રાશિફળ - આર્થિક રીતે માત્રને માત્ર એક જ સ્ત્રોતથી લાભ મળશે. એવી જાણકારી જાહેર ન કરતો જે વ્યક્તિગત અને ગોપનીય હોય. તમારા પ્રિય તમને ખુશ રાખવા માટે કંઈક ખાસ કરશે. પોતાના વડીલોને નજર અંદાજ ન કરો. આજનો દિવસ લગ્નજીવનનો સૌથી ખાસ પૈકીનો એક હશે. તમે પોતાના પ્રેમના ઉંડાણનો અનુભવ કરશે.

  કર્ક રાશિફળ - તમને કોઈ ખોટી જાણકારી મળી શકે છે. જેના પગલે તમે માનસિક તાણનો શિકાર બની શકે છે. આર્થિક લાભ જે તમને મળવાનો હતો તે સ્થગિત રહી શકે છે. સાંજનો મોટાભાગનો સમય મહેમાનો સાથે પસાર થશે. એક તરફી લગાવ તમારી ખુશીઓને ઉજાડી શકે છે. નવા વિચારો ફાયદામંદ સાબિત થશે. લગ્નજીવન વધારે સુખમય બનાવવા માટે તમારા પ્રયત્નો અપેક્ષા કરતા વધારે રંગ લાવશે.

  સિંહ રાશિફળ - તમારો ઈર્ષાળુ સ્વભાવ તમને ઉદાસ અને દુઃખી બનાવી શકે છે. અથવા તો તમને ઠેશ પહોંચાડી શકે છે. એટલા માટે આવો સ્વાભાવ જેટલો બને એટલો ઝડપી છોડી દો. બીજાના સુખ દુઃખ વહેચવાની આદત વિકસાઓ. આકસ્મિક ફાયદો તમારી આર્થિક હાલત સુધારશે. જો તમે તમારા સાથીને નજરઅંદાજ કરશો તો બની શકે કે તેઓ ગુસ્સે થશે. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો હંમેશા પીછો કરશે.

  કન્યા રાશિફળ - રોકાણમાં અનુમાનના આધારે પૈસા લગાવવાની દ્રષ્ટ્રીએ સારો દિવસ નથી. ઘરેલું જીવન શકુન ભર્યું અને ખુશનુમા રહેશે. આજે તમારૂ દિલ તૂટી શકે છે. બીજા લોકો તમારી પાસેથી વધારે સમયની માંગણી કરી શકે છે. તેમને કોઈપણ પ્રકારનો વાયદો કરતા પહેલા તમારું કામ તેમનાથી પ્રભાવીત ન થાય તેનું ધ્યાન રાખવું. આજે તમારી ઉદારતા અને સુહૃદયતાનો ખોટો ફાયદો કોઈ ઉઠાવે નહીં એનું ધ્યાન રાખવું.

  તુલા રાશિફળ - રોકાણ સાથે સંકળાયેલા મહત્વના નિર્ણયો કોઈ બીજા દિવસો ઉપર છોડવા જોઈએ. આજે ઉત્તર દિશા તરફથી અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. રોમાંસ તમારા દિલ દિમાગ ઉપર છવાયેલો રહેશે. તમારી ભારે મહેનત અને ધીરજના દમ પર તમારા ઉદ્યેશ્યો હાસિલ કરી શકશો. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈનો ભાગશો તો તે તમારો અંત સુધી પીછો કરશે. એટલા માટે તેની સામનો કરો.

  વૃશ્ચિક રાશિફળ - આજે કોઈની સાથે આર્થિક લેવડ-દેવડ કરતા સમયે ધ્યાન રાખવાની જરૂર છે. તમારે ભવિષ્ય માટે પૈસા બચાવવા જોઈએ. નહીં તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. તમારે પ્રેમમાં ગમનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં લાગે છે. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા મોટો વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. જીવનસાથી તરફથી જાણીજોઈને ભાવનાત્મક ઠેશ મળી શકે છે.

  ધન રાશિફળ - માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકશો. અચાનક મળેલા કોઈ સારા સંદેશથી તમને ઉંઘમાં સારા સપના આવશે. ઓફિસમાં જેની સાથે તમારે ઓછું બને છે તેની સાથે વાતચીત થઈ શકે છે. યાત્રા માટે આજનો દિવસ સારો નથી. આજે તમારા લગ્નજીવનનો સૌથી સરો દિવસ પૈકીનો એક હશે.

  મકર રાશિફળ - પોતાની પરિસ્થિતિની ફરિયાદ કરવા અને તેને લઈને દુઃખી થવાથી કંઈ જ મળશે નહીં, સંતોષ રાખવો. એવા લોકોથી દૂર રહો જે તેમની ખરાબ આદતોની અસર પાડી શકે છે. કામકાજના મોર્ચા ઉપર તમારી ભારે મહેનત જરૂર રંગ લાવશે. તમારા હંસવા હસાવવાનો અંદાજ તમારી સૌથી મોટી પૂંજી છે. લગ્ન સુખની દ્રષ્ટ્રીથી આજે તમને અનોખો ઉપહાર મળી શકે છે.

  કુંભ રાશિફળ - તમારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓના પગલે હોસ્પિટલ જવું પડી શકે છે. માટે સાવધાની રાખો. નવા કરારો ફાયદો અપાવી શકે છે. પરંતુ અપેક્ષા કરતા વધારે લાભ નહીં અપાવી શકે. લોકો આજે તમને નીચે ખેંચવાની કોશિશ કરી શકે છે. આજના દિવસે પોતાના પ્રિય સાથે કડક વલણમાં વાત ન કરો નહીં તો ઝઘડો થવાની શક્યતા છે. જો તમે તમારી ચીજોનું ધ્યાન નહીં રાખો તો ખોવાઈ શકે છે.

  મીન રાશિફળ - આજનો દિવસ વધારે લાભદાયી નથી. એટલા માટે પોતાના ખિસ્સા ઉપર નજરાખીને ખર્ચ કરવો. કોઈ નજીકના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચાર સાથે દિવસની શરૂઆત સારી થશે. આજે ઊંડાણ પૂર્વક સમજ્યા વગર કોઈપણ પ્રકારના વ્યવસાયિક, કાનૂદી દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર ન કરો. આજે તમે તમારી છુપાયેલી ખાસિયતનો ઉપયોગ કરીને દિવસને બહેતરીન બનાવશો.
  Published by:kiran mehta
  First published: