7th April, 2021: કર્ક રાશિના લોકો આજે ભાગ્યશાળી સાબિત નહીં થઈ શકે, જાણો- તમારૂ રાશિફળ

રાશીફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - તબીયત સારી રહેશે. જેના પર તમે વિશ્વાસ કર્યો તે વિશ્વાસઘાત કરતા તમે દુખી થઈ શકો છો. આજે પ્રેમ સંબંધોમાં કોઈ એવો વાયદો ના કરો જે પુરો કરવો મુશ્કેલ હોય. એવા લોકો સાથે સંબંધ રાખતા બચવું જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંચાડી શકે તેમ હોય. તમને આજે એવો અહેસાસ થઈ શકે છે કે વૈવાહિક સંબંધ કાચો છે. આજે પરિવાર સાથે મજાનો દિવસ વિતાવી શકો છો.

  વૃષભ રાશિફળ - પરેશાનીમાંથી બહાર આવવા મિત્રોની મદદ લેવી. અતીતને યાદ કરી દુખી થવાને બદલે ભવિષ્યની ચિંતા કરવી. આજે ચાલાકીભરેલી આર્થિય યોજનામાં રોકામ કરવાથી બચવું. જમીન મકાનનો વિવાદ લડાઈમાં બદલાઈ શકે છે. શાંત મગજ રાખી માતા-પિતાની મદદ અને સલાહ મુજબ રસ્તો કાઢવો. પ્રેમ સંબંધમાં ગુલામ જેવો વ્યવહાર ન રાખવો. કાર્યસ્થળ પર કારણ વગર પરેશાન કરનારા પર ગુસ્સો આવી શકે છે. આજે તમારી પ્રશંસા થઈ શકે છે. જીવનસાથીના કોઈ કામના કારણે શરમમાં મુકાવું પડી શકે છે.

  મિથુન રાશિફળ - રચનાત્મક કામ તમને સુકુન આપશે. આર્થિક મામલામાં વધારે સાવધાની રાખવી. મિત્રો સાથે મજેદાર સમય રહેશે. આજે ઓફિસમાં છુટ્ટી લેવી હશે તો મળી જશે, બોસ ખુશ રહેશે. એવી કોઈ જાણકારી ઉજાગર ન કરવી જે ગુપ્ત હોય. કોઈ સગા-સંબંધી અચાનક આવવાથી તમારી યોજનામાં ગડબડ થઈ શકે છે.

  કર્ક રાશિફળ - ખોટા વિચારોને દુર રાખવા, સાર્થક કામમાં આજે ઉર્જા વાપરવી. તમે આજે નવા મિત્રો બનાવી શકો છો. કાર્.સ્થળ પર સહકર્મીઓના કારણે ચિંતા અને તણાવનો સામનો કરવો પડી શકે છે. ખરીદદારી મામલે જીવનસાથી સાથે થોડી તકરાર થઈ શકે છે. અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. મજાકીયો સ્વભાવ રાખવાથી ખુશી પ્રાપ્ત થઈ શકે છે.

  સિંહ રાશીફળ - આજનો દિવસ એવો નથી, જેમાં તમે ભાગ્યશાળી સાબિત થઈ જાઓ છો, જેથી આજે જે પણ બોલો તે સમજી-વિચારીને બોલવું, નહીં તો પુરો દિવસ ખરાબ થઈ શકે છે. અચાનક નવા સ્ત્રોતથી ધન મળી શકે છે, જે તમને ખુશ રાખશે. કોઈ દાર્મિક સ્થાન પર રહેવાથી મનને શાંતી મળશે. યાત્રા વ્યવસાયિક સંબંધ મજબુત કરશે. એવી જાણકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય.

  કન્યા રાશિફળ - આજે પેટની સમસ્યા પરેશાન કરી શકે છે, વધારે જમવું નહીં. આજે રોકાણ માટેના જે અવસર આવે તેના પર વિચાર કરવો, પરંતુ ધન લગાવતા પહેલા યોજનાને સારી રીતે સમજી લેવી. આજે કોઈ ખુશીના સમાચાર મળી શકે છે, જે પરિવારમાં આનંદ લાવી શકે છે. કોઈ નવી પરિયોજના પર કામ કરતા પહેલા સમજી વિચારીને કામ કરવું. ગપ્પાબાજી અને અફવાહથી દુર રહેવું. જીવનસાથીનો સારો સાથ સહકાર મળશે.

  તુલા રાશિફળ - ધ્યાન અને યોગ તમારા માટે પાયદાકારક રહેશે. તમારા ખર્ચા બજેટ બગાડી શકે છે, અને કેટલીક યોજનાઓ વચમાં અટકી શકે છે. કોઈ સારા સમાચાર અચાનક મળતા પરિવારમાં ખુશીનો માહોલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે ખુદને ખાસ મહેસુસ કરી શકો છો. આજે સાથી પર જો શંકા કરી તો તે મોટુ લડાઈનું સ્વરૂપ ધારણ કરી શકે છે. કોઈ મહેમાન તમારો મૂડ ખરાબ કરી શકે છે.

  વૃશ્ચિક રાશિફળ - આજે જીવનસાથી સાથે રેસ્ટોરન્ટ અથવા મુવી જોવાનું થાય. દિવસમાં બપોર બાદ આર્થિક રીતે પાયદો થઈ શકે છે. આજે માનસીક રીતે અસ્વસ્થ રહી શકો ચો, કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. એવા લોકો પર નજર રાખવી જે તમને ખોટા માર્ગે લઈ જતા હોય, નહીં તો નુકશાન થઈ શકે છે. તમે આજે પોતાની જાતને કિસ્મતવાળા માની શકો એવો જીવનસાથીનો સ્વભાવ રહી શકે છે.

  ધન રાશિફળ - મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ હિમ્મત ન હારવી, ખુબ મહેનત કરો. નિષ્ફળતાને સફળતાનો આદાર બનાવો. મુશ્કેલ સમયમાં સંબંધી કામ આવી શકે છે. લોકોને પ્રભાવીત કરવા ખર્ચ ન કરવો. કાર્યક્ષેત્રમાં આજે દિવસ સારો છે, તેનો ભરપુર ફાયદો ઉઠાવો. યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવન માટે આજે થોડો મુશ્કેલ દિવસ છે, જીભ પર લગામ રાખવી.

  મકર રાશિફળ - જરૂરત કરતા વધારે ખાવાથી બચવું, તબીયત બગડી શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવાથી સાવધાન રહેવું. પોતાની જાતને વ્યસન અને ગેર જરૂરી ચિજવસ્તુથી દુર રાખવી, નહીં તો મુશ્કેલીમાં પડી શકો છો. આજે તમને અહેસાસ થશે કે, તમારી સફળતામાં તમારા પરિવારનો સહયોગ જવાબદાર છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવનું કારણ બની શકે છે.

  કુંભ રાશિફળ - તમારી ઊંચી બૌદ્ધિક ક્ષમતા તમારી નબળાઈ સામે લડવામાં સહાયતા કરશે. માત્ર સકારાત્મક વિચાર રાખો. માત્ર એક દિવસને દ્યાનમાં રાખી જીવવાની પોતાની આદત પર કાબુ કરો અને ખોટા ખર્ચાઓ પર કાપ મુકો. આજે અસ્થિર સ્વભાવ રહેશે. આજે કાર્યસ્થળ પર માહોલ શાનદાર રહેશે. તમારી જિંદગીના ઈતિહાસનું કોઈ રહસ્ય જીવનસાથીને ઉદાસ કરી શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવવા માટે સારો દિવસ.

  મીન રાશિફળ - તમારી તબીયત સારી રહેશે. તમને કમીશન અથવા રોયલ્ટી દ્વારા ફાયદો થશે. સંબંધીઓને ત્યાં જવાનું પાયદાકારક રહેશે. નવી યોજનાઓ આકર્ષક અને આવક માટે સારી રહેશે. તમારા જીવનસાથી આજે તમને વધારે સમય નહીં આપી શકે.
  Published by:kiran mehta
  First published: