5th May 2021: કર્ક રાશિના જાતક માટે આજે સોના જેવો દિવસ, ધનવર્ષાનો થશે અનુભવ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિ- આ મહિને તમે આર્થિક મોરચામાં સારું પ્રદર્શન કરી શકશો. તમારા પૈસા બચશે. દૈનિક ખર્ચ પૂરા કરવા માટે તમને જીવનસાથીનો સહયોગ મળશે. નિયમિત આવક ઉપરાંત તમને વધારાની આવક પણ મળશે. ખર્ચ મર્યાદાને પાર નહીં કરે. નાણાકીય બાબતે તમે સંતુષ્ટ દેખાશો. આ મહિને, તમે તમારા મિત્ર અથવા સંબંધીને આર્થિક મદદ કરશો.

  વૃષભ રાશિ- તમારે તમારી આર્થિક બાજુ વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મહિને ગ્રહ નક્ષત્ર તમને ટેકો આપશે. નાણાકીય સદ્ધરતા આવશે. તમે કેટલાક રોકાણો કરી શકો છો. જે લોકો ધંધો કરે છે તેમને પણ આ મહિનામાં ઇચ્છિત પરિણામ મળશે. આ મહિને રાખેલ નાણાં પરત કરવામાં આવશે. વ્યવસાયિક લોકોએ પણ આ મહિનામાં કંઈક નવું શરૂ કરવાનું વિચારવું જોઈએ, કારણ કે તમારા પ્રયત્નો સફળ થવાની સંભાવના છે.

  મિથુન રાશિ- તમને આર્થિક મામલામાં સફળતા મળવાની સંભાવના છે. આવકના નવાં સ્ત્રોત સર્જાશે. નવી નોકરી મળવાની તક છે. જેમાં સારો પગાર મળી શકે છે. ખર્ચની વાત કરવામાં આવે તો જરૂરી કામોમાં પૈસા ખર્ચ થશે. કોઈ ખાસ સંબંધી અથવા મિત્રના લગ્નમાં તમારે ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે. જો કે, આ મહિને તમારી આવક સારી રહેશે.

  કર્ક રાશિ- તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણાં પ્રયાસ કર્યા છે. અને આ પ્રયાસોને કારણે આ મહિનો તમારો નાણાકીય રીતે ઘણો સારો રહેશે. તમને ઘણા પૈસા મળી શકે છે. જો કે સામે ખર્ચમાં પણ વધારો થશે. જીવનસાથીના કોઈ નવા ધંધા અથવા નવી નોકરીને કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ મહિને રોકાણ કરેલા રૂપિયાનો ફાયદો પણ તમને મળશે. તમારી પાસે પૈસાના ઘણા સ્રોત હશે, તેથી તમારે વધુને વધુ બચત અંગે વિચારવું જોઈએ.

  સિંહ રાશિ - આજે તમે બીજા લોકોનું માની રોકાણ કરશો તો આર્થિક નુકશાન લગભગ નક્કી છે. આજે માત્ર અજાણ્યા વ્યક્તિઓથી જ નહીં પરંતુ, મિત્રોથી પણ સાવધાન રહેવું દગો મળવાની સંભાવના છે. કોઈ તમને મોટી મોટી વાતોમાં ફસાવવાની કોશિસ કરી શકે છે, પરંતુ રોકાણ કરતા પહેલા તે વ્યક્તિને ઓળખી તમામ પાસા જાણી સમજી રોકાણ કરવું.

  કન્યા રાશિ - આજે બોલતા સમયે અને નાણાકીય લેવડ દેવડમાં સાવધાન રહેવું. તમને કાર્યક્ષેત્રમાં દગો મળી શકે છે, તમારી છબી કોઈ ખરાબ કરી શકે છે. ગુસ્સા પર કાબુ રાખવો. નકારાત્મક વિચારો તમારા મન પર હાવી થાય તે પહેલા તેને ખતમ કરી દો. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. આજે જીવનસાથી સાથે સુખમય અને આનંદદાયક દિવસ પસાર થશે.

  તુલા રાશિ - આજે કરવામાં આવેલું રોકાણ તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈની લાપરવાહીથી તમે ચીડાઈ શકો છો. યાત્રા કરતા સાવધાન રહેવું, વસ્તુ સામાન ચોરાઈ જવાનો ભય છે. તમારૂ સારૂ વલણ ખોટા વલણને હરાવવામાં સફળ થશે. ઘરમાં વાદ-વિવાદ થઈ શકે છે, જબાન પર લગામ રાખવો. કોઈની સાથે વધારે મિત્રતા કરવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે.

  વૃશ્ચિક રાશિ - ખાલી બેસી રહેવાને બદલે કઈંક એવું કરો જે તમારી કમાણીમાં વધારો કરી શકે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણમાં તમને નફો મળી શકે છે. ઘરના ઘણા સમયથી અટવાયેલા કામમાં હજુ થોડો સમય લાગી શકે છે, પરંતુ હકારાત્મક દ્રષ્ટિકોણ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ અપાવશે. જો તમે ન ગમતા લોકોને પણ દુઆ- સલામની આદત રાખશો તો તમારી પ્રગતિ કોઈ નહીં રોકી શકે.

  ધન રાશિ - મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવી શકે છે, જે તમારા વિચારો પર પ્રભાવ ઉભો કરશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. જૂના લોકોને મળવાથી જૂના સંબંધો તાજા થશે. નવી યોજનાઓ ઈચ્છા પ્રમાણે પરિણામ નહીં આપી શકે. આજે તમને ઘણા નવા નિમંત્રણ મળશે અને આકસ્મિક ભેટ પણ મળી શકે છે.

  મકર રાશિ - આકસ્મિક નફાથી અથવા સટ્ટાબાજીથી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. પોતાના ખિસ્સાં પર નજર રાખી વધારે ખર્ચ ન કરો. તમારા પરિવારજનો તમારા પ્રયત્નો અને સમર્પણને શાબાશી આપશે. તમે તમારી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો ચોરી થવાની શક્યતા છે. દાંપત્ય જીવનને સુખમય બનાવવાના પ્રયત્નો રંગ લાવશે.

  કુંભ રાશિ - પરિવારના કેટલાક સભ્યોના ઈર્ષાળુ સ્વભાવના કારણે ગુસ્સે થઈ શકો છો. પરંતુ, પોતાનો આપા ખોવો નહીં, નહીં તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. તંગ આર્થિક પરિસ્થિતિના કારણે મહત્વનું કામ અટકી શકે છે. પોતાના જીવનસાથીના વર્તનથી તમને ધરતી ઉપર સ્વર્ગ મહેસૂસ થશે.

  મીન રાશિ - પોતાના ગેર-જવાબદારી ભર્યા વર્તનના કારણે પરિવારની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. જેથી આજે જે બોલો તે સમજી વિચારીને બોલવું, નહીં તો પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. પોતાના જીવનસાથી સાથે ખરીદી કરવા જતા સમયે વધારે આક્રામક વ્યવહાર ન કરો. ઓફિસમાં વીડિયો ગેમ રમવી ભારે પડી શકે છે. જો તમે પોતાની ચીજોનું ધ્યાન ન રાખ્યું તો ખાવાઈ જશે અથવા ચોરી થવાની શંભાવના છે.
  Published by:kiran mehta
  First published: