3rd April 2021 : મિથુન રાશિના લોકો આજે સારા પૈસા કમાશે, જુઓ તમારી રાશિનું આજનું ભવિષ્ય

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - તમારી બેજવાબદારી પૂર્ણ વ્યવહારના કારણે તમે તમારા પરિવારની ભાવનાને આહટ પહોંચાડી શકો છો. એટલે આજે કઈ પણ બોલતા પહેલા બે વખત વિચારો, કેમ કે તમારૂ બોલેલું તમારા વિરોધમાં જઈ શકે છે અને તમારા પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. તમારી મનોકામના પ્રાર્થનાથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. ગપ્પેબાજી અને અફવાહોથી દુર રહો. સફળતા માટે સ્વપ્ન જોવા ખરાબ વસ્તુ નથી, પરંતુ હંમેશા સપનામાં રહેવું મુકશાનકારક થઈ શકે છે.

  વૃષભ રાશીફળ - કામનો બોજો આજે તણાવ બની શકે છે. રોકાણ માટેનો નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવો. વિવાહ પ્રસ્તાવ માટે સારો સમય છે, કેમ કે, તમારો પ્રેમ જીવનભરના સાથમાં બદલાઈ શકે છે. પોતાની ખાસીયત અને યોજનાઓ પર ફરી વિચારવાનો સમય છે.

  મિથુન રાશીફળ - યોગ અને ધ્યાન તમને બેડોળ અથવા માનસીક રીતે તંદુરસ્ત રાખવા મદદગાર સાબિત થઈ શકે છે. આજે તમે સારા પૈસા કમાઈ શકો છો. પરંતુ ખર્ચ વધારવાથી બચત કરવી મુશ્કેલ છે. તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને જીત અપાવવામાં સહયોગ આપશે. સ્વાસ્થ્ય અને તમારા જીવનસાથીમો મિજાજ તમારા દિવસને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.

  કર્ક રાશિફળ - ધ્યાનથી વાહન ચલાવવું, ખર્ચા વધશે, પરંતુ આવકમાં થયેલો વધારો તેને સંતુલીત કરી દેશે. તમે જ્યાં હોય ત્યાં જ રહેશો. આજે મોટાભાગનો દિવસ ખરીદદારીમાં જઈ શકે છે. આજનો દિવસ શાનદાર રહી શકે છે. પરિવાર અને મિત્રો સાથે ફિલ્મ જોવાની યોજના પણ બની શકે છે.

  સિંહ રાશીફળ - ખીજ અને ચીડીયાપણના અહેસાસને ખુદ પર હાવી ન થવા દો. મનો આર્થિક કરાર અંતિમ રૂપમાં પહોંચી શકે છે. અને ધન તમારી તરફ લાવશે. કાર્યાલયમાં બધુ તમારા પક્ષમાં જઈ શકે છે. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. પરિવાર પર કોઈ વાતે ગુસ્સો ન કરવો તેમાં જ તમારી ભલાઈ છે.

  કન્યા રાશીફળ - સારી વસ્તુને ગ્રહણ કરવા માટે તમારૂ દિમાગ ખુલ્લુ રહેશે. માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળવામાં સફળતા મલશે. તમારા પ્રેમ પ્રસંગ વિશે વધારે કોઈને વાત ન કરો. યાત્રાઓથી વ્યવસાયના નવા મોકા મળશે.

  તુલા રાશીફળ - તબિયતને લઈ પરેશાનીની સમસ્યા આવી શકે છે. પ્રાપ્ત થયેલું ધન તમારી આશા અનુસાર, નહીં મળે. આજે સમજી-વિચારીને પગલા ભરવા જોઈએ. દિલના બદલે દિમાગની નિર્ણય લેવા હિતકારી રહેશે. તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે. ટીવી જોઈ આજે ટાઈમ પાસ કરવું વધારે સારૂ ઓપ્શન રહેશે

  વૃશ્ચિક રાશીફળ - આજે યાત્રા કરવાથી બચો. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવી શકે છે. આજે જો તમે તમારી ચીજવસ્તુનું ધ્યાન ના રાખો તો ચોરી અથવા ખોવાઈ જવાની સંભાવના છે. કામકાજના મામલાને પતાવવા માટે પોતાની હોશિયારી અને પ્રભાવનો ઉપયોગ કરો.

  ધન રાશીફળ - આજે તમે માનસીક રીતે પરેશાન રહી શકો છો. આજે તમે સારા પૈસા કમાઈ શકશો, પરંતુ ખર્ચ વધવાથી બચત કરવાનું મુશ્કેલ થશે. તમારા બાળકો સાથે અથવા ઓછો અનુભવી લોકો સાથે ધૈર્યથી કામ લેવું. આજે કાર્યક્ષેત્રમાં વા-વિવાદમાં પડવાથી દુર રહેવું.

  મકર રાશીફળ - પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે વાસી કે તળેલી વસ્તુ ના ખાવી. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખો. સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. સંભવ હોય તો ઠંડા દિમાગથી પતાવવાની કોશિશ કરવી. કાયદાકીય દખલ ફાયદાકારક નહી રહે. બસ એક-એક પગલું સમજી વિચારીને ભરવાથી સફળતા જરૂર મળશે.

  કુંભ રાશીફળ - આજના દિવસે આરામ કરવો જરૂરી સાબિત થશે, કેમ કે, તમે હાલના દિવસોમાં ભારે માનસીક દબાણમાંથી પસાર થઈ રહ્યા છો. તમારી ગેર યથાર્થવાદી યોજનાઓ તમારા ધનને ઓછુ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ તમારા વ્યવસાયિક જિંદગીમાં ખાસ અસર છોડશે.

  મીન રાશીફળ - મોજ મસ્તીની યાત્રાઓ અને સામાજિક પ્રસંગ તમને ખુશ રાખશે. ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરો, અને માત્ર જરૂરી વસ્તુ જ ખરીદો. તમે કામકાજમાં વ્યસ્ત રહેશો, પરિવાર અને મિત્રો માટે સમય નહીં નીકાળી શકો.
  Published by:kiran mehta
  First published: