2nd April 2021 : મેષ રાશિના જાતકોએ વધારે પડતી મિત્રતા બતાવવા લોકોથી દુર જ રહેવું, જાણો આજનું રાશિફળ

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - આજે રોકાણ માટેના મહત્વના નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દો. વધારે પડતી મિત્રતાનું વર્તન કરતા અજાણ્યા લોકોથી દુર રહો. વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધમાં સુધારલાવશે. કાર્ય સ્થળ પર તમને સ્નેહ અને સહયોગ મલશે. નવા વિચારો અને આઈડીયા તપાસવા માટે સારો દિવસ.

  વૃષભ રાશીફળ - આજે ભાગીદારીવાળા વ્યવસાય અને ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. અટકેલા કામ હોવા છતા પરિવાર સાથે સારો દિવસ રહે. કામકાજમાં કોઈ મોટી બૂલ થઈ શકે છે, સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ નુકશાનનું કારણ બની શકે છે.

  મિથુન રાશીફળ - તમારે એ કામ કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે. વધારે આવક માટે પોતાના સૃજનાત્મક વિચારોનો સહારો લો. તમારા નિરંકુશ વ્યવહારના કારણે પરિવારના સભ્યો નારાજ થઈ શકે છે. કોઈ આકસ્મિક યાત્રાથી તણાવ પેદા થઈ શકે.

  કર્ક રાશીફળ - કોઈ મિત્રની જ્યોતિષી સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થાય. ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં ફસાવવાથી બચો. રોકાણ કરવામાં સાવધાની રાખવી. ઓફિસમાં કોઈ ના ગમતું કામ કરવું પડી શકે છે. વ્યક્તિગત સંબંધ સંવેદનશીલ અને નાજુક રહેશે.

  સિંહ રાશીફળ - કોઈ રચનાત્મક કરવા માટે પોતાની ઓફિસથી ઝડપી નીકળવાની કોશિશ કરો. ભાગીદારીના વ્યવસાય અને આર્થિક યોજનામાં રોકાણ ન કરો. આજે પરિવાર સાથે પ્રેમ-સંબંધોમાં તમામ ફરિયાદ ગાયબ થઈ જશે. આજે કાર્યક્ષેત્રમાં તમારી કમજોરીને તમે ઓળખી શકશો. તમારો હસવાનો અને હસાવવાનો સ્વભાવ તમારા માટે સૌથી મોટી પૂંજી સાબિત થઈ શકે છે.

  કન્યા રાશીફળ - આજે તમે એવા સ્ત્રોતથી ધન મેળવી શકો છો, જેના વિશે પહેલા તમે વિચાર્યું પણ નહીં હોય. બાળક સાથે સ્નેહ રાખવો. કામમાં મન લગાવો દિલની વાતો પર વિચાર ઓછો કરો. આજે તમારા વખાણ થશે, જે તમે સાંભળવા માંગતા હતા. આજે એવા લોકો માટે કઈક કરો જે લોકો તમારે માટે કઈ નથી કરી શકતા.

  તુલા રાશીફળ - પ્રબાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા ઉત્સાહને ડબલ કરશે. નાણાકીય અનિશ્ચિતતા તમારા માનસિક તણાવનું કારણ બની શકે છે. આજે લાંબા સમયથી ચાલતા ઝગડાને ખતમ કરવા દિવસ સારો છે. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. તમારા જીવનસાથીની નાની-નાની વાતો નજર-અંદાજ કરશો તો તે તણાવનું મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે.

  વૃશ્ચિક રાશીફળ - માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. નવા કરાર ફાયદાકારક દેખાઈ શકે છે. પરંતુ તે આશા પ્રમાણે લાભ નહી અપાવી શકે. રોકાણ કરતા ઉતાવળથી નિર્ણય ના લો. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. સંભવ છે કે આજે જીવનસાથીના કારણે પ્રતિષ્ઠાનેથોડી ઠેસ પહોંચી શકે છે.

  ધન રાશીફળ - કામનું દબાણ વધતા તમે માનસિક અશાંતી અનુભવશો. ભાગીદારીવાળા વ્યવસાય અને ચાલાકીભરેલી આર્થીક યોજનાઓમાં રોકાણ ન કરવું. ખોટી વાતને ખોટા સમયે કહેતા આજે બચવું. જેને તમે પ્રેમ કરો છો, તેનું દિલ ના દુખાવશો. કાર્યક્ષેત્રમાં તમારી સાથે કોઈ દુર્વ્યવહાર કરી શકે છે, જેથી તૈયાર રહો અને પ્રતિક્રિયા ના આપો. ભરપુર રચનાત્મક અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ આપી શકે છે.

  મકર રાશીફળ - તમારી ખુશી બીજા સાથે વહેંચવાથી દિવસ સારો રહેશે. જો તમે આજે લાંબા સમય માટે રોકાણ કરશો તો ફાયદો સારો થઈ શકે છે. આજે તમારો ઉર્જા ભરેલો વ્યવહાર તમારી આસ-પાસના લોકોને ખુશ કરી દેશે. તમારા જીવનસાથીનો સ્વભાવ તમને આજે પરેશાન કરી શકે છે. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીના કારણે તમારૂ કામ સરળતાથી થઈ જશે.

  કુંભ રાશીફળ - જિંદગી સારી જીવવા માટે તમારી મહત્વકાંક્ષાઓ પર કાબુ રાખો. બેન્ક સાથે જોડાયેલા કામ અને લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂરત છે. કાર્યસ્થળ પર જો તમે એકાગ્રતા નહીં બનાવી રાખો તો તમારે પદ ગુમાવવાનો વારો આવી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા માર્ગ તરફ લઈ જવા માંગે છે અથવા ખોટી જાણકારી આપી તમને ઉકસાવવાની કોશિસ કરે છે.

  મીન રાશીફળ - જીતનું જશ્ન તમારા દિલને ખુશીથી ભરી દેશે. મનોરંજન અને એશોઆરામના સાધનો પર વધારે ખર્ચ ન કરશો. જો તમે વ્યવસાયીક અંદાજ કોઈની સામે રાખશો તે કરિયરમાં ફેરફારની દ્રષ્ટીએ લાભદાયક રહેશે. આજે તમારી કોઈ સલાહ માંગે તો અચકાશો નહીં, તમારા વખાણ થશે. જીવનસાથી તરફથી સારો સહયોગ પ્રાપ્ત નહીં થાય.
  Published by:kiran mehta
  First published: