Horoscope Today, 28 February 2021: વૃષભ રાશિના જાતકોને મળી શકે છે અચાનક ધન

28 ફેબ્રુઆરી 2021 રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - આજે તમારે આરામ કરવાની અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની જરૂર છે. આજે શાંત અને તણાવ રહીત રહેશો. પોતાના રોકાણ અને યોજનાને ગુપ્ત રાખો. પરિવારના સભ્યોને થોડો ટાઈમ આપવો. રચનાત્મક કામમાં લાગેલા લોકો માટે સફળતા ભરેલો દિવસ છે, પૈસા સાથે ઓળખ પણ મલશે. હિતકારી ગ્રહ તમને ખુશી આપશે. જીવનસાથીને જોઈ પોતાની જાતને ખુશનશીબ માની શકો છો. પુરો દિવસ ઉત્સાહથી ભરપુર રહેશે.

  વૃષભ રાશીફળ - કઈંક રચનાત્મક કરવા ઓફિસમાંથી ઝડપી ઘરે આવવાનો પ્રયત્ન કરવો. તણાવથી બચવા બાળકો સાથે રહો. ભાવનાત્મક થઈ વધારે ખર્ચ ન કરી બેસતા. આજે માતા-પિતાની તબીયત પર ધ્યાન ન આપવું ખતરનાક સાબિત થઈ શકે છે. આજે તમને નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. આજનો દિવસ તણાવ ભરેલો રહી શકે છે. અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સાથીનો સાથ સહકાર મળતા, થોડો આરામ અનુભવશો.

  મિથુન રાશીફળ - અસુવિધા તમારી માનસિંક શાંતી ખરાબ કરી શકે છે. તમારો સ્વભાવ આજે બાળક જેવો રહી શકે છે. આજે રોકાણની જે યોજના સામે આવે તેના પર વિચાર કરવો, પરંતુ ધ્યાનથી સમજી લેવી. વિશેષજ્ઞની સલાહ ફાયદાકારક રહેશે. બીજા લોકોને પ્રભાવીત કરવામાં સફળ રહેશો. તમારી કાર્યકુસળતા વધારવા ટેક્નોલોજીનો સહારો લો. તમારી કામ કરવાની શૈલી બોસને પ્રભાવીત કરી શકે છે. આજે બધી વસ્તુ તમારી મરજીની નહીં થાય, પરંતુ સફળતા જરૂર મળી શકે છે. જીવનસાથી સાથે સવારે તણાવ પેદા થઈ શકે છે, પરંતુ સાંજ પડતા બધુ બરાબર થઈ જશે.

  કર્ક રાશીફળ - વાહન ચલાવા સાવધાની રાખવી. દરેક વ્યક્તિને સાંભળો, તમારી સમસ્યાનું કોઈ સમાધાન મળી શકે છે. તમને આજે અનેક સ્ત્રોતોમાંથી આર્થિક લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે તમને અહેસાસ થશે કે જીવનસાથીની જિંદગીમાં કેટલી કિંમત છે.

  સિંહ રાશીફળ - તચિંતાના વિચારો તમારી ખુશી બર્બાદ કરી શકે છે. તણાવથી બચવા વધારે સમય બાળકો સાથે ગુજારો. આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. આજે કરવામાં આવેલું રોકાણ તમારી સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. ઘરેલું જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારા ગુસ્સાવાળા વલણ પર કાબુ રાખો. મિત્રો સાથે મોજ મસ્તી કરી શકો છો. એવા લોકો સાથે જવાથી બચો, જે તમારી પ્રતિષ્ઠાેન નુકશાન પહોંચાડી શકે છે. જીવનસાથી તમને ખુશ રાખવાની કોશિશ કરી શકે છે.

  કન્યા રાશીફળ - પોતાના જીવન સાથી સાથે પોતાની સમસ્યાઓ શેર કરો. કુદરતે તમને આજે તેજ દિમાગ આપ્યું છે. જેનો ભરપૂર ઉપયોગ કરવો. નિશ્ચિત રીતે નાણાકીય સ્થિતિમાં સુધાર આવશે, પરંતુ સાથે ખર્ચ પણ વધી શકે છે. આજે તમે જ્યાં જશો, ત્યાં નવા દોસ્ત બનાવી શકો છો. જીવનસાથી સાથે પરિવારના સભ્યો તમારો દિવસ થોડો પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિશીલ અને ફેરફારમાં સકર્મીઓનો સહયોગ મળશે. આજે ખુબમહેનત અને ઝડપથી નિર્ણય લેવાનું રાખો, સકારાત્મક પરિણામ મળશે. કોઈ વાદ-વિવાદમાં ન પડવું.

  તુલા રાશીફળ - તમારો બાળક જેવો સ્વભાવ આજે તમારા દિમાગ પર છવાયેલો રહેશે, આજે કઈંક તોફાન કરવાનું મન થઈ શકે છે. ગર્દન અને કમરમાં દર્દ પરેશાન કરી શકે છે. આજે થઈ શકે તો ભરપૂર આરામ કરો. તમે જો લાંબા સમયગાળા માટે રોકાણ કરશો તો ફાયદો મળી શકે છે. વિવાદો અને મતભેદથી દુર રહેવું, કોઈની કમી શોધવાની આદતને નજર અંદાજ કરો. આજે ઓફિસમાં એવું કોઈ કામ મળી શકે છે, જે કરવા માટે લાંબા સમયથી તમે બચતા હતા. પરંતુ, ધ્યાન આપી કરશો તો ગડબડ વગર પુરૂ કરી શકો છો. વૈવાહિક જીવન સારૂ રહેશે.

  વૃશ્ચિક રાશીફળ - ખુશ થાઓ આજે સારો સમય આવી શકે છે. આજે વધારે દિવાનગી માથે ચઢેલી રહેશે, પરંતુ પોતાની પર કાબુ રાખો. ખર્ચામાં થયેલો વધારે મનની શાંતી ભંગ કરી શકે છે. આજે જુઠુ બોલવાથી બચવું, સંબંધ બગડી શકે છે. ઓફિસમાં દુશ્મનો પણ આજે દોસ્ત બની જશે, તમારા એક માત્ર નાના કામના કારણે. એવા લોકો પર ધ્યાન આપો જે તમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે, તેમનાથી દુર રહો. જીવનસાથી સાથે બહાર જમવા જવાનું થઈ શકે છે.

  ધન રાશીફળ - ધ્યાન કે યોગથી મન શાંત રહી શકે છે. બેકાર વિચારો કરી ઉર્જા ખરાબ ન કરો, પરંતુ તેને સારી દીશામાં લગાવો. નવા આર્થિક કરાર અંતીમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. પરિવાર સાથે વિતાવેલો સમય ખુશનુમા રહેશે. કોઈની સાથે મિત્રતા કરો તો તેના વિશે બધુ જાણી લો, દગો મળવાની સંભાવના છે. આજે બોસની નજર તમારી તરફ રહેશે, જેથી કામ સારી રીતે અને ધ્યાનપૂર્વક કરવું. જીવનસાથીના કારણે માનસિક અશાંતીનો સામનો કરવો પડી શકે છે.

  મકર રાશીફળ - કામના વચ્ચે થોડો આરામ કરો, અને મોડી રાત સુધી કામ ન કરો. આઉટડોર ખેલ તમને આકરષિત કરશે. આર્થિક મામલામાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. સંબંધીઓ તમારા દુખમાં ભાગીદાર બનશે. તમારી પરેશાની વહેંચવામાં શરમ ના કરશો, તેનો રસ્તો મળી શકે છે. કોઈ એવા ઉદ્યોગમાં ના જોડાઓ જેના વધારે ભાગીદારો હોય. આજે ચિઠ્ઠી-પત્રીમાં સાવધાની રાખવી. જીવનસાથીનો સહયોગ સારો ન મળતા તમે નિરાશ થઈ શકો છો. તમારી કોમ્યુનિકેશન સ્કીલથી લોકો તમારી તરફ આકર્ષાઈ શકે છે.

  કુંભ રાશીફળ - તમારામાંથી કેટલાક લોકોને કોઈ મહત્વનો નિર્ણય લેવો પડી શકે છે. આજે તમારી વ્યક્તિત્વ અત્તરની જેમ મહેકાશે, અને બધાને આકર્ષિત કરશે. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક અને સમૃદ્ધિ લઈને આવશે. પારિવારીક તણાવને લઈ તમારી એકાગ્રતા ભંગ ન થવા દો. આજે તમે વધારાની જવાબદારી પોતાના માથે લઈ શકો છો, જે તમારા માટે વધારે આવક અને પ્રતિષ્ઠાનું સબક સાબિત થશે. એવી કોઈ જામકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય.

  મીન રાશીફળ - ચિંતાના વિચારો આજે તમને પરેશાન કરી શકે છે. કોઈ સમારોહમાં તમે હીનતાનો શિકાર બની શકો છો. આ સમસ્યામાંથી બહાર આવવા સકારાત્મક વિચારોનો સહારો લેવો. આ સિવાય તમે આત્મવિશ્વાસ પાછો નહીં મેળવી શકો. તમારી મનોકામના દુઆઓ દ્વારા પૂરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. આજના દિવસે કાર્યક્ષેત્રમાં વસ્તુઓ કામ સારૂ બનશે. જે લોકો તમને પસંદ નથી કરતા તેમને પણ હસીને બોલાવવા. જીવનસાથી હાલમાં થયેલી ખટપટને ભૂલાવી પોતાના સારા સ્વભાવનો પરિચય આપી શકે છે.
  Published by:kiran mehta
  First published: