27th June 2021: વૃષભ રાશિના જાતકો આજે જીવનસાથીને પસંદ હોય તેજ કરવામાં ભલાઈ છે, આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - જુની સમસ્યાઓ ફરી બહાર આવતા માનસિક તણાવ પેદા થઈ શકે છે. વધારે પડતો ખર્ચ અને ચાલાકીભર્યા આર્થિક રોકાણથી બચવું. પ્રેમ જીવનમાં આશાની કિરણ જોવા મળી શકે છએ. કાર્યસ્થળ પર સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. પરંતુ વધારે મદદ નહીં કરી શકે. ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરવો.

  વૃષભ રાશીફળ - ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવાનો દિવસ છે. વ્યવસાયી લોકોએ બોલવામાં અને લેવડ-દેવડમાં સાવધાની રાખવી. જીવનસાથીને જે પસંદ હોય તે કરવામાં જ આજે તમારી ભલાઈ છે. આજે વાવવિવાદથી બચવું, અને જબાન પર લગામ રાખી તીખી ટીપ્પણી કરવાથી પણ બચવું. આજે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત નહીં થાય.

  મિથુન રાશીફળ - ખાવા પીવાની વસ્તુમા સાવધાની રાખવી, તબીયત બગડી શકે છે. લાંબા સમયથી અટકેલા નાણા મળી શકે છે. વાહન ચલાવતા આજે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે આજે સહયોગ પ્રાપ્ત નહીં થાય. ધૈર્ય રાખવું. જીવનસાથી હંસી-મજાકમાં કોઈ એવી વાત થઈ જાય જે તણાવનું કારણ બની શકે છે.

  કર્ક રાશીફળ - આજનો દિવસ થકાવટ ભર્યો રહેશે, જેથી વચ્ચે જરૂરી આરામ કરવો નહીં તો નિરાશા હાવી થઈ શકે છે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરેલુ કામ તણાવનું કારણ બની શકે છે. આજનો દિવસ તમારો ખટિન પરિશ્રમ ફળદાયી સિદ્ધ થશે. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને ફાયદાકરક દિવસ તરફ લઈ જશે. આજે તમને સાચા પ્રેમનો અહેસાસ થશે.

  સિંહ રાશીફળ - માનસીક તણાવ ન લેવો, સકારાત્મક વિચાર રાખવો. આર્થિક સમસ્યાએ વિચારવાની ક્ષમતા નબળી કરી દીધી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા પરિવારની સલાહ જરૂર લેવી, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. મોટી વ્યાપારીક લેવડ-દેવડ સમયે ભાવનાત્મકતાને કાબુમાં રાખો. મુસાફરી માટે સારો દિવસ નથી.

  કન્યા રાશીફળ - તમારી મન ચંચળ સ્વભાવનું રહી શકે છે. ઝડપી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા પેદા થશે. કાર્ય સ્થળ પર કામના દબાણને લઈ માનસિક ઉથલ-પાથલ અને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત માટે દિવસ સારો રહેશે. તમારી વાતચીતમાં મૌલિકતા રાખો, બનાવટી દેખાવ ફાયદો નહીં કરાવી શકે. જીવનસાથી તરફ વધારે પડતી આશા ઉદાસી તરફ લઈ જશે, જેથી સકારાત્મક બનો.

  તુલા રાશીફળ - કોફી પીવાનું છોડી દો, ખાસ કરીને હૃદય રોગના દર્દીઓ. આકસ્મિક નફાથી આર્થિક સ્થિતિ સુધરશે. આજે ચિંતામુક્ત થઈ પરિવાર મિત્રો સાથે ખુશીની પળ વિતાવો. પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે સારો દિવસ છે, કાલે બહુ મોડુ થઈ જશે. યાત્રાથી વ્યવસાયિક સંબંધો સુધરશે. જીવનસાથી તરફનું વલણ આજે ખુબસારૂ રહેશે.

  વૃશ્ચિક રાશીફળ - તમારો તણાવ દૂર કરવા પરિવારની મદદ લેવી, મનની ભડાશ દુર કરી દેવી. આર્થિક રીતે સુધાર નક્કી છે. પરિવારની જવાબદારી ન ભૂલવી. આજે એવું વર્ત રાખો જાણે સુપર સ્ટાર છો. આજે દુનિયા આમથી આમ થઈ જાય પરંતુ જીવનસાથી સાથે પ્રેમની પળો વિતાવવાથી દુર નહીં શકો.

  ધન રાશીફળ - મિત્રો તરફથી ખુશીનો અવસર મળી શકે છે. આર્થિક પરેશાનીને કારણે તમારે ટીકા અને વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારે એવી પરિયોજના શરૂ કરવી જોઈએ, જે પરિવાર માટે સમૃદ્ધિ લઈ આવે. બહાર ફરવા જવાની યોજના અંત સમયમાં ટળી શકે છે. આજનો સમય કિમતી છે, જેથી માત્ર વિચારો કરવામાં બરબાદ ન કરવો.

  મકર રાશીફળ - મિત્રો સાથે સાંજ સારી રહેશે. આજે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં આવી શકે છે. જે લોકો તમારા નજીક છે, તે ખોટો ફાયદો ઉઠાવી શકે છે. કાર્યક્ષેત્રમાં દરેક વસ્તુ તમારી મરજી મુજબ નહીં થાય. એવી કોઈ જાણકારી ઉજાગર ન કરશો જે ગોપનીય હોય. પરિવાર સાથે સ્નેહપૂર્ણ સમય પસાર થશે.

  કુંભ રાશીફળ - માનસિક શાંતી માટે તણાવના કારણોનું સમાધાન કરી લેવું. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક રહેશે, અને સમૃદ્ધિ લઈ આવશે. પરિવાર સાથે આરામનો સમય વિતાવો. તમે જાણી શકસો કે બોસ કેમ તમારાથી આજે નારાજ છે. મુશ્કેલીનો ઝડપથી મુકાબલો કરવાની ક્ષમતા તમને ઊંચી ઓળખ અપાવી શકે છે. તમે આજે પોતાની જાતને વૈવાહિક જીવનમાં ફસાયેલા અનુભવશો.

  મીન રાશીફળ - એવી ગતિવીધીમાં સંલગ્ન રહો, જે મનને આનંદ આપે. આજે કરવામાં આવેલું રોકાણ સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે. બાળકો થોડા નિરાશ કરી શકે છે. કેટલાક લોકોને વિદેશથી કોઈ ખાસ સમાચાર અથવા વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. પ્રેમ પ્રકરણમાં દિવસ ખુબ વિવાદાસ્પદ રહી શકે છે.
  Published by:kiran mehta
  First published: