26th April 2021: મેષ રાશીના જાતકે કોઈ પુછે નહીં ત્યાં સુધી સલાહ ન આપવી, સંબંધો બગડશે, જુઓ આજનું રાશિફળ

રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    મેષ રાશીફળ - આજે તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી સલાહ ન આપવી, નહીં તો સંબંધ બગડી શકે છે. એટલે કે, પોતાની જાત પર નિયંત્રણ રાખો. આજે તમારો સામનો નવી આર્થિક યોજનાઓ સાથે થશે. કોઈ પણ નિર્મય લેતા પહેલા સારી અને નબળી વસ્તુનું ધ્યાન રાખવું. તમારી કોઈ સલાહ માંગે તો જરૂર આપવી, તમારા વખાણ થશે.

    વૃષભ રાશીફળ - આધ્યાત્મિક સહાયતા લેવાનો આ શાનદાર સમય છે. જે તમારા માનસીકતા મજબૂત બનાવી શકે છે. આર્થિક સમસ્યાઓએ તમારા રચનાત્મક વિચારને બેકાર બનાવી દીધી. આજે કોઈ પણ પ્રકારના ઝગડામાં ન પડવું. જુઠુ બોલવાથી બચવું, જે તમારા સંબધ બગાડી શકે છે. બહાદુરી ભર્યા પગલા તમને સારો પુરસ્કાર અપાવી શકે છે.

    મિથુન રાશીફળ - રૂપિયા-પૈસાની પરિસ્થિતિ અને સમસ્યા તણાવનું કારણ સાબિત થઈ શકે છે. અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે. જેથી રોકાણ કરવામાં સાવધાની રાખવી. આજનો દિવસ આમ તો ફાયદાકારક છે, પરંતુ આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો, કોઈ તમારો ભરોસો તોડી શકે છે. ઓફિસમાં કોઈ કારણ વગર તમને હેરાનગતિ થતા ગુસ્સો તમારા મન પર ચઢી શકે છે, જેથી મન-મગજ શાંત રાખવું.

    કર્ક રાશીફળ - તમારો તણાવ ઓછો કરવા પરિવારની મદદ લો, તમારા મનની ખુલ્લા દિલથી પરિવારને વાત કરો. લાંબાગાળા માટે સ્ટોક માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર કામમાં મુશ્કેલી બાદ દિવસના અંતમાં સુધાર જણાય. બીજાને રાજી કરવાની તમારી ભાવનાથી તમને ફાયદો થાય. પરિવાર સાથે દિવસ સુખમય રહશે.

    સિંહ રાશીફળ - કોઈ મિત્ર તમારી સહનશક્તિ અને સમજશક્તિની પરીક્ષા લઈ શકે છે. તમે આજે તાર્કિક રીતે નિર્ણયો લેશો, અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે. દરેક રોકાણમાં સાવધાની રાખવી. અચાનક આવી પડેલી જવાબદારી તણાવનું કારણ બની શકે છે. આજના દિવસે બધાનું તમારા પર ધ્યાન કેન્દ્રીત રહેશે અને સફળતા તમારી પહોંચમાં હશે. પાડોશીઓની દખલ-અંદાજી જીવનસાથી સાથે ઝગડાનું કારણ બની શકે છે, પરંતુ તમારો સંબંધ મજબુત છે, જેથી વધારે પરેશાની નહીં રહે.

    કન્યા રાશીફળ - કુદરતે આપને આજે આત્મવિશ્વાસથી ભરપુર કર્યા છે, જેનો ભરપુર ઉપયોગ કરો. આજે તમે કોઈ વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન આવી શકે છે. મિત્રો સાથે દિવસ મજદાર રહેશે. પરિવાર સાથે સારો વ્યવહાર રાખવો. આજે આરામ માટે ઓછો સમય છે, જેથી કામ પર ફોકસ રાખવું.

    તુલા રાશીફળ - સામાજિક મેળાપ કરતા તબીયતને વધારે પ્રાથમિકતા આપવી. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, ખાસ કરીને મહત્વના આર્થિક કરારમાં મોલભાવ કરતા સમયે. તમારો સ્વભાવ ઉદાર રાખી પરિવાર સાથે સારી રીતે સમય વિતાવો, થોડી પણ નારાજગી જીવનસાથી સાથે મતભેદ ઉભો કરી શકે છે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં ઉન્નતી મળવાથી, તમને તણાવ આપી શકે છે. જીવનસાથી મસ્તીભરી યોજના બનાવો.

    વૃશ્ચિક રાશીફળ - આજના દિવસે એવું કામ કરવું, જે તમને પસંદ હોય. નવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ આશા વધારે ન રાખવી નહીં તો અસંતોષનો શિકાર બની શકો છો. ઉતાવળમાં નિર્ણય ન લેવા. જિદ્દી સ્વભાવથી બચવું, ખાસ કરીને મિત્રો અને પરિવાર સાથે. જુઠુ બોલવાથી બચવું, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન શબ્દોનો ધ્યાનપૂર્વક પ્રયોગ કરવો.

    ધન રાશીફળ - લાંબા સમયથી કોઈ બીમારી હોય તો, હસતા-હસતા સારવાર કરવી, કેમ કે નિસ્ચિંતતા સૌથી કારગર દવા છે. સામુહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે, પરંતુ હોશિયારીનો ઉપયોગ કરી, ગુસ્સો કર્યા વગર તેની ભાષામાં જવાબ આપો. ટ્રેડ શો અને સેમિનાર ભાગીદારીના વ્યવસાયમાં સુધાર લાવશે. તમારે આજે ઊંચી પોસ્ટ પર અથવા અનુભવી કોકોને મળવાની જરૂરત છે, જેનાથી તમને ફાયદો થઈ શકે છે.

    મકર રાશીફળ - મિત્રો તરફથી થયેલા વખાણ ખુશીનું કારણ બની શકે છે. તમારા ખર્ચાઓ પર કાબુ રાખવો અને પૈસાનો વ્યય કરવાથી બચવું. તમારા સ્વભાવમાં ઉદારતા જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે આશા પ્રમાણે સાથ-સહકાર નહીં મળે, પરંતુ ધૈર્ય રાખવું. આજે તમારે પરિવાર, જીવનસાથી સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે.

    કુંભ રાશીફળ - જિંદગી સાથે ઉદારતાનું વલણ અપનાવો, પોતાના દુખને વારંવાર યાદ કરવાથી અથવા કોઈને કહેવાથી કશું નહીં મળે. પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો. જોકે, તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધાર જણાશે. પરંતુ બીજી બાજુ ખર્ચ સમસ્યા પેદા કરી શકે છે, જેથી ખર્ચ કરવાથી બચવું. તમારા પ્રિયની ખામીઓ શોધવામાં સમય બર્બાદ ન કરવો, નહીં તો દિવસ બગડી શકે છે. આજના દિવસે શરૂ કરેલું કાર્ય સંતોષકારક પૂર્ણ થઈ શકશે.

    મીન રાશીફળ - માનસીક દુશ્મન તમારા શરીરની બીમારી સામે લડવાની ક્ષમતાને ખુબ ઓછી કરી દે છે, જેથી નકારાત્મક વિચારોને દિમાગમાં ના આવવા દેવા. આજે સફળતાનો મંત્ર એ છે કે, એવા લોકોની સલાહ પર પૈસા લગાવો જે મોલિક વિચારો ધરાવે છે અને અનુભવી હોય. તમારા સંબંધમાં યથાર્થવાદી બનવાની કોશિશ કરો.
    Published by:kiran mehta
    First published: