24th April 2021: તુલા રાશિના જાતક સાચવે, માટે એક તરફી પ્રેમ ખતરનાક સાબિત થશે, જુઓ આજનું રાશિફળ

રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    મેષ રાશીફળ - આજના મનોરંજનમાં ખેલ-કૂદને સામેલ કરવાથી આનંદ પ્રાપ્ત થાય. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરંતુ પૈસા પાણીની જેમ વહી જતી યોજનાથી રૂકાવટો પેદા થશે. વિવાદ અને મતભેદના કારણે કેટલોક તણાવ સહન કરવો પડી શકે છે. આજનો દિવસ એવો નહીં રહે જેવો તમે ઈચ્છતા હતા.

    વૃષભ રાશીફળ - સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, નહીં તો તબીયત બગડી શકે છે. ભાગીદારીવાળા વ્યવસાયમાં ચાલાકીભરી આર્થિક યોજનામાં રોકાણ કરવાથી બચવું. આજે તમે તમારી જવાબદારી પ્રત્યે બેદરકાર રહેશો તો પરિવાર નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર આજે તમારા દુશ્મનો પણ તમારા મિત્ર બની જશે, તમારા એક નાના કામના કારણે. ઉતાવળમાં કોઈ નિર્ણયો ન કરવા, નહીં તો જિંદગીમાં પછતાવવાનો વારો આવી શકે છે.

    મિથુન રાશીફળ - એક આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદનો વરસાદ કરશે, જેથી મનને શાંતી મલશે. જો તમે આવક વૃદ્ધિનો સ્ત્રોત શોધી રહ્યા હોવ તો, સુરક્ષિત આર્થિક પરિયોજનામાં રોકાણ કરવું. મોબાઈલ ફોનના વધારે ઉપયોગથી દુર રહેવું, જે તણાવનું કારણ બની શકે છે. વાહન ચલાવવામાં સાવધાવી રાખવી. વૈવાહિક જીવનમાં કેટલીક ખરાબ ક્ષણ જોવા મળી શકે છે.

    કર્ક રાશીફળ - અસુવિધા તમારી માનસિંક શાંતી ભંગ કરી શકે છે. આજનો દિવસ વધારે લાભદાયી નથી - જેથી પોતાના ખીસ્સા પર નજર રાખી ખર્ચ કરવું. રોમાન્સ માટે સારો દિવસ છે. ઓફિસમાં કોઈ ગમતું કામ મળી શકે છે. બીજા લોકોને પોતાની ખુશીની વાત જણાવવામાં ઉતાવળા ના બનો, કોઈ ફાયદો ઉઠાવી શકે છે.

    સિંહ રાશીફળ - વિવિધ બીમારીથી પીડિત વ્યક્તિએ આજે સાવધાની રાખવી, કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવાની કોશિસ કરવી જોઈએ. તમારા ખર્ચામાં વૃદ્ધિ થશે, જે તમારી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારા પર નકારાત્મકતા સવાર રહેશે, જેથી કોઈ નિર્ણયલેતા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મકાંડ-ધર્મકાર્યનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રમાં આળસ અને થાકનો અનુભવ થઈ શકે છે.

    કન્યા રાશીફળ - જેમ ખાવામાં થોડી તીખાસ જરૂરી છે, તેમ જીવનમાં દુખ પણ જરૂરી છે. આજે માત્ર બેસી રહેવાને બદલે કઈ એવું કરો, જે તમારી કમાણીમાં વૃદ્ધિ કરે. આજનો દિવસ તમારા માટે ખાસ છે, તમે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. ઓફિસમાં સ્નેહનો માહોલ રહેશે. પરિવાર સાથે સ્નેહભર્યો દિવસ રહેશે.

    તુલા રાશીફળ - દિવસ ફાયદાકારક સાબિત થશે, અને બીમારીમાં સારો આરામ મળશે. તમને અનેક સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. લોકો સાથે સારી રીતે વર્ત રાખો, એક તરફી પ્રેમ ખતરનાક સાબિત થશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બીજાની જરૂરિયાતોને સમજવાની કોશિશ કરો.

    વૃશ્ચિક રાશીફળ - મનોવૈજ્ઞાનિક ડર તમને બેચેન કરી શકે છે. સકારાત્મકત વિચારો તમને આ મુશ્કેલીમાંથી બચાવશે. આર્થિક રીતે સુધાર ચાલતા તમે સરળતાથી લાંબા સમયથી વિલંબમાં રહેલ ઉધાર ચુકવી શકશો. પરિવાર સાથે આરામનો સમય વિતાવો. તમારી પત્ની-પતિને ભાવાત્મક સહયોગ આપો. વ્યવસાયિક મિટીંગમાં મોટી-મોટી વાતો ન કરવી, પોતાની જીભ પર લગામ રાખવી નહીં તો પ્રતિષ્ઠાને નુકશાન પહોંચી શકે છે.

    ધન રાશીફળ - પેટના રોગ, ખાસ કરીને ગેસ જેવી બીમારી રહી શકે છે. આજે અકલમંદીથી કરવામાં આવેલું રોકાણ જ ફળદાયી રહેશે. તમારી મહેનતની કમાણી સમજી વિચારીને લગાવશો. માતા-પિતા નારાજ થાય તેવું કાર્ય આજે ન કરવું. તમે કોઈની મદદ વગર કામ પૂર્ણ કરી શકો છો એવું વિચારતા હોવ તો તે તમારી ભૂલ છે.

    મકર રાશીફળ - કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનું દબાણ અને ઘરમાં અણબનના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈની જરૂરિયાત જાણતા હોવા છતા, ખર્ચ કરવાથી બચવું. જિંદગીની ભાગદોડમાં પોતાની જાતને ખુશનશીબ માની શકો છો, કારણ કે, તમારા જીવનસાથીનો સપોર્ટ સારો મલશે. જો તમે કાર્યક્ષેત્રમાં તણાવ લેશો તો, તમારા સિવાય અન્ય કોઈને નુકશાીન નહી થાય, જેથી મન-મગજ પર કાબુ રાખવો. સામાન ખોવાઈ જવાની સંભાવના છે, સાવધાન રહેવું.

    કુંભ રાશીફળ - કોઈ મિત્રની જ્યોતિષ સલાહ તમારી તબીયત પર ઉપયોગી રહેશે. ધતા ખર્ચાને લઈ માનસીક શાંતી ભંગ થઈ શકે છે. તમારો પરિવાર તમારી કોશિશના વખાણ કરશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ-સહકાર મળી રહેશે. રસ્તા પર ગાડી ચલાવવામાં સાવધાની રાખવી.

    મીન રાશીફળ - બીજા લોકો સાથે ખુશી વહેંચવાથી મન હળવું રહેશે. મનોરંજન અને સૌન્દર્યતા પાચળ ખર્ચ ન કરવો. આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહી શકે છે. એવા કામ હાથમાં લોક જે રચનાત્મક પ્રકૃતિના હોય. આજે પોતાનો સમય અને ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો.
    Published by:kiran mehta
    First published: