22th March 2021: મિથુન રાશિના જાતકે સફળતા પહેલા પોતાના પત્તા ખોલવા નહીં, જાણો - આજનું રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ: આજે યાત્રા તણાવપૂર્ણ અને થાકદાયક અને આર્થિક રીતે ફાયદામંદ સાબિત થશે. પારિવારીક જીવનને પૂરતો સમયે અને ધ્યાન આપો. ઓફિસમાં વધારે સમય પસાર કરવો ઘરના મોરચે મુશ્કેલી ઉભી કરી શકે છે. આજના દિવસે કોઈ કુદરતી ખૂબસૂરતીથી પોતાને સરાબોર મહેસૂસ કરશો. અચાનક યાત્રાના કારમે તમે તણાવનો શિકાર થશો. સારી રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે અથવા મિત્રો સાથે ભોજનની યોજના બને પરંતુ વધારે ખર્ચો થઈ શેક છે.

  વૃષભ રાશિફળ - પોતાને પરિષ્કૃત કરવાની કોશિશ અનેક પ્રકારે પોતાની અસર દેખાડશે. આકસ્મિક નફો અથવા સટ્ટેબાજી થકી આર્થિક હાલાત સુદ્રઠ થશે. જીવનસાથી માટે ખરીદી મજેદાર રહશે. પ્રેમના સકારાત્મક સંકેત મળશે. પોતાના ઉદ્દેશ્ય તરફ શાંતિથી આગળ વધતા રહો સફળતા મળ્યા પહેલા પોતાના પત્તા ન ખોલો. એકલતાને પોતાના ઉપર હાવી ન થવા દો. એ સારું રહેશે કે તમે ક્યાંક ફરવા જતા રહો.

  મિથુન રાશિફળ - આજે યાત્રા કરવાથી બચો કારણ કે આનાથી તમે થાક અને તણાવ અનુભવશો. પરંતુ યાત્રા તમને આર્થિક રીતે ફાયદામંદ સાબિત થશે. અચાનક આવેલી જવાબદારીઓ તમારી દિવસની યોજનાઓના ખલેલ પાડી શકે છે. તમને અહેસાસ થશે કે તમે બીજા માટે વધારે અને પોતાના માટે ઓછું કામ કરી રહ્યા છે. સહકર્મીઓ અને કનિષ્ટોના કારણે તણાવની ક્ષણોનો સામનો કરવો પડશે. હીતકારી ગ્રહ એવી ક્ષણો ઊભી કરશે જેનાથી તમે ખુશીનો અનુભવ કરશો. આજે તમે લગ્નજીવવનો અસલી સ્વાદ ચાખી શકશો.

  કર્ક રાશિફળ - તમારા ધાર્યા પ્રમાણે બાળકો નહીં ચાલે. જે તમારા અકળામણનું કારણ બની શકે છે. તમારે પોતાના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. કારણ કે નારાજગી બધા માટે નુકસાન કારક છે. અને આ સમજવા વિચારવાની શક્ત ખતમ કરે છે. આનાથી માત્ર મુશ્કેલીઓ વધે છે. આર્થિક પરેશાનીઓના પગલે તમારે આલોચના અને વાદ-વિવાદનો સમાનો કરવો પડી શકે છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ આલોચનાનું કારણ બની શકે છે. શક્ય છે તે તમારા ભૂતકાળથી સંકળાયેલી કોઈ વ્યક્તિ તમારા સંપર્કમાં આવે અને આ દિવસને યાદગાર બનાવી દે.

  સિંહ રાશિફળ - આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ યાત્રા તમારા માટે થાક ભરેલી અને તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે. આર્થિક સમસ્યાઓને રચનાત્મક વિચારવારની તમારી ક્ષમતાને બેકાર કરી દીધી છે. કેટલીક ઘરેલું તકલીફોની ખરાબ અસર ઘરની શાંતિ અને પરિવારના સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે. જો તમે ખુલ્લા દિલથી પોતાની વાત રાખશો તો તમારી મહોબ્બત આજે તમારી સામે પ્રેમના દૂતના રૂપમાં આવશે. તમને નવા લોકોના માધ્યમથી નવી તકો મળશે. ગપ્પાબાજી અને અફવાઓથી દૂર રહો.

  કન્યા રાશિફળ - તળેલી શેકેલી વસ્તુઓ ખાવાથી દૂર રહો. દરરોજ કસરત કરતા રહો. આજે માત્ર બેસી રહેવા કરતા એવું કરો જે તમારી કમાણીમાં વધારો કરી શકે. મિત્રો સાથે બહાર ફરવા જાઓ. જેનાથી તમને ખૂબ જ ફાયદો થશે. આજે તમને ઈશ્કની ચાસણી જિંદગીમાં ભળતી દેખાશે. તમારા વડીલો તમારી સાથે દેવદૂત જેવો વ્યવહાર કરી શકે છે. ક્યાંક બહાર જવાની યોજના બનાવો છો તો છેલ્લી ઘડીએ મુલત્વી રહી શકે છે. પારિવારીક વિવાદોના કારણે તમારું લગ્નજીવન પ્રભાવિત થઈ શકે છે.

  તુલા રાશિફળ - તમારો ખરાબ મૂડ લગ્નજીવનમાં તણાવનું કારણ બનશે. આનાથી બચવાની કોશિશ કરો. નહીં તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. તમારા ખર્ચામાં વધારો થશે. જે તમારા માટે મુશ્કેલીઓનું કારણ બનશે. દોસ્તો અને સંબંધીઓ સાથે મોજ-મસ્તી કરો. જોકે, સાવધાન રહો કોઈ તમારી છાપને ખરાબ કરવાનો પ્રયત્ન કરી શકે છે. એવા લોકો ઉપર નજર રાખો જે તમને ખરાબ રસ્તા ઉપર લઈ જઈ શકે છે. તમારા જીવન સાથે તમારા ઉપર શંકા કરી શકે છે. જેના પગલે તમારો દિવસ એટલો સારો નહીં રહે

  વૃશ્ચિક રાશિફળ - કોઈપણ કિંમત પર તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખો નહીં તો પરિવારમાં ક્યારે પુરાઈ નહીં શકે તેવી ત્રિરાડ પડી શકે છે. જો તમે પ્રયત્ન કરશો તો તમે શાંતિ અને તાલમેલ બનાવવામાં કામીયાબ થઈ શકશો. પ્રોપર્ટી સાથે સંકળાયેલા લેવડ-દેવડ પુરા થઈ શકે છે અને લાભ થશે. તમારા લક્ષ્યને પુરુ પાડવાનો આજે ઉમદા દિવસ છે. પોતાની શારીરિક ઉર્જાનું સ્તર ઉંચું બનાવી રાખો. જેથી તમે ભારે મહેનત કરી શકો અને લક્ષ્યને પામી શકો. આજના દિવસે શુરું કરેલું નિર્માણ કાર્ય સંતોષજનક રૂપથી પુરું થશે.

  ધન રાશિફળ - તમારો ઈર્ષાળુ સ્વભાવ તમને ઉદાસ અને દુખી બનાવી શકે છે. તમે પોતાની જાતને ઈજા પહોંચાડી રહ્યા છો. એટલા માટે વહેલી તકે આવો સ્વાભાવ છોડી દો. બીજા સાથે સુખ-દુખ વહેચવાની આદત વિકસીત કરો. ધન તમારી મુઠ્ઠીમાંથી આસાનીથી સરકી શકે છે. પરંતુ તમારા સારા સ્ટાર તંગી નહીં આવવા દે. પોતાના વર્તનમાં ઉદાર બનો અને પરિવાર સાથે પ્રેમાળ ક્ષણો વિતાવો. કામમાં ધીમી પ્રગતિ થોડો માનસિક તણાવ આપી શકે છે.

  મકર રાશિફળ - પોતાની બીમારી અંગે ચર્ચા કરવાથી બચો. ખરાબ તબીયતથી ધ્યાન ભટકાવવા માટે કોઈ રસપ્રદ કામ કરો. કારણ કે આ અંગે તમે જેટલી વધારે વાત કરશો એટલી વધારે તમને તકલીફ થશે. અચાનક આવેલો ખરચો આર્થીક બોજો બની શકે છે. ઘરમાં ઉલ્લાસનો માહોલ તમારો તણાવ દૂર કરી શકે છે. એવી જાણકારીઓ ઉજાગર કરવાથી બચો જે વ્યક્તિગત અને ગોપનીય હોય. સંબંધીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. આજે પોતાના ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા માટે સારો દિવસ છે.

  કુંભ રાશિફળ - લાંબા સમયથી ચાલી આવતી તમારી બીમારીનો ઈલાજ તમારી મુસ્કાનથી કરો. કારણ કે આ દરેક મુશ્કેલીઓની કારગર દવા છે. ધન તમારી મુઠ્ઠીઓમાંથી સરળતાથી સરકી જશે પરંતુ તમારા સારા સ્ટાર તમને તંગીમાં નહીં પડવા દે. બાળકોને તેમના સાથે સંકળાયેલા મામલાઓમાં મદદ કરવી આવશ્યક છે. પોતાના પ્રિયજનોને અવગણવા ઘરમાં તણાવનું કારણ બની શકે છે. બહાદુરી ભરેલા પગલાં તમને અનુકૂળ પુરસ્કાર આપશે. આજે જે કામ કરવા માટે પસંદ કરશો તેનાથી અપેક્ષા કરતા સારો ફાયદો આપશે.

  મીન રાશિફળ - નવી રોકાણ યોજનાઓ જે તમને આકર્ષિત કરી રહી છે તે અંગે તેના વિશે ઉંડાણપૂર્વક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો. બાળકો તમારા દિવસને મુશ્કેલ બનાવી શકે છે. આજે તમને તમારી સપનોની રાજકુમારી મળી શેક છે. નોકરીમાં ફેરફાર માનસિક સંતોષ આપશે. તમારી ખાસિયતો અને ભવિષ્યની યોજનાઓ ઉપર ફરીથી વિચાવું પડશે. પડોશીઓની દખલ લગ્નજીવનમાં તકલીફો ઊભી કરી શકે છે.
  Published by:kiran mehta
  First published: