22th April 2021: સિંહ રાશિના જાતકને આજે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે, આજનું રાશિફળ

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - આર્થિક દ્રષ્ટિએ સુધારો થઈ શકે છે. ઘરની જવાબદારીઓથી ભાગવાની કોશિશ ન કરો. પ્રેમ હંમેશા આત્મીય હોય છે અને આજે તમે તે વાતનો અનુભવ કરશો. તમારો આત્મવિશ્વાસ તમારા કામકાજની જગ્યાએ ખાસ છાપ છોડશે, તેના કારણે તમારા દ્રષ્ટિકોણને તમારા સહકાર મળ્યો સમજી શકશે. કોઈ આધ્યાત્મિક ગુરૂ ન સહારો લઈ શકો છો રોજિંદી ચીલાચાલુ દાંપત્યજીવનમાં રોમાન્સ ની જરૂર છે.

  વૃષભ રાશિફળ - જરૂરિયાત કરતા વધુ ખર્ચ અને કારણ વગરની આર્થિક યોજનાઓમાં રોકાણ કરવાથી બચવું. કોઈ એવી વ્યક્તિ કે જેના પર તમે વધુ ભરોસો કરો છો તેને પણ તમારી અંગત વાતો ન જણાવો. તમામ પ્રકારના તત્વો ને જાણવા માટે થોડી તપાસ અને શોધખોળ જરૂરી છે. પરંતુ આ પ્રકારના કાર્યમાં ગુસ્સાથી કોઈપણ કાર્ય કરવું નહીં, તેનાથી સંબંધો પર અવળી અસર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારા કામકાજ કે પ્રશંસા થશે.

  મિથુન રાશિફળ - હંમેશાની જેમ તમારા કામને ફરી ક્યારે કરીશું તેવું વિચારીને છોડી ન દો. હાલજ પોતાનું કામ કરવામાં લાગી જાવ. તમારે તમારી હાર પરથી સબક શીખી લેવો જોઈએ. તમારા મનની વાત કોઈને કહેવાથી નુકસાન થઈ શકે છે. ઓફિસમાં પોતાની ભૂલનો સ્વીકાર કરવો તેનાથી બાજી તમારા પક્ષમાં આવી શકે છે પરંતુ તમારે પોતાની કાર્યશૈલી સુધારવાની જરૂર છે. તમારા કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો માફી માંગી લો, ભૂલ કરવી તે ભૂલ નથી પરંતુ એક જ ભુલ ફરીથી કરવી તે ભૂલ છે.

  કર્ક રાશિફળ - ગર્ભવતી મહિલાઓ માટે આજનો દિવસ સારો નથી હરવા ફરવામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.ખરાબ સમય આપણને ઘણું બધું શીખવી જતો હોય છે, આજે તમને તમારા પ્રિયજનો એક અલગ જ સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રખ્યાત લોકો સાથેના સંબંધો તમને કોઈ નાવો idea આપી શકે છે ઘણી એવી યોજનાઓ હશે કે જેના પર તમે લાંબા સમયથી વિચાર કરી રહ્યા હતા, તે પૂર્ણ થવાના આરે છે. તમારા જીવનસાથી તમારી જરૂરિયાતોને પુરી ન કરતા તમે ચીડીયા પણ બની શકો છો.

  સિંહ રાશિફળ - આપનો ગુસ્સો રાઈનો પહાડ બનાવી શકે છે, જેનાથી તમારા પરિવારજનો નારાજ થઈ શકે છે. આજના દિવસે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારી મુશ્કેલીઓ ને તમારી આસપાસના લોકો સમજે તેવી શક્યતા નથી તે લોકોને એવું લાગી રહ્યું છે કે તમારી મુશ્કેલીઓ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તમારા વરિષ્ઠ અધિકારીને ખબર પડે તે પહેલા જ પેન્ડિંગ પડેલા કામ પતાવી દો. દાંપત્યજીવનને સુખમય બનાવવાના પ્રયત્નો ચાલુ રાખો, પરિવાર જીવનનો અભિન્ન અંગ છે.

  કન્યા રાશિફળ - રોકાણ સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિર્ણયો તમારે કોઈ બીજા દિવસ પર છોડી દેવા જોઈએ. આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમે તમારો ગુસ્સો જાહેર ન કરો પરોપકાર અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષિત કરશે. તમે કોઈ એવા કામમાં તમારું મન પરોવો જેનાથી તમારી જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવે જીવનસાથીની પકડથી તબિયત તમારા માટે સબક બની શકે છે.

  તુલા રાશીફળ - કાર્યક્ષેત્રમાં આજે તમારો દિવસ ખરેખર સારો રહેશે. જે લોકો તમને વધુ પસંદ નથી, કરતા તે પણ કાર્ય ક્ષેત્રમાં પોતાના કામમાં સામેલ કરો. આજના દિવસે તમારે કેટલીક યોજનાઓ અંતિમ ચરણમાં રહી સફળ થવાની શક્યતા છે. ટીવી પર ફિલ્મ જોવી અને મિત્રો સાથે ગપ્પા મારવા તેનાથી વધુ સારૂ શું હોઈ શકે. જો તમે થોડા પ્રયત્નો કરશો તો તમારો દિવસ સારી રીતે પસાર થશે.

  વૃશ્ચિક રાશિફળ - આજે તમારે પોતાની સમજદારી અને પ્રભાવનો ઉપયોગ સંવેદનશીલ ઘરેલુ સમસ્યાને હલ કરવા માટે કરવો જોઈએ. આજે તમારા દિલની ધડકન તમારા પ્રિયજન સાથે રહેવા ધડકી રહી છે. જીહા, આ જ પ્રેમ છે. તમારૂ મગજ કામકાજમા વ્યસ્ત રહે છે, જેના કારણે તમે પરિવાર અને મિત્રો માટે સમય ફાળવી શકતા નથી, જો તમે પોતાની વસ્તુઓનું ધ્યાન નહીં રાખો તો તેની ચોરી થવાની શક્યતા છે. નાની નાની બાબતમાં ઝઘડા દાંપત્યજીવનમાં કડવાશ લાવી શકે છે, જેથી તમારે અન્ય કોઈ વ્યક્તિની વાતોમાં ન આવવું જોઈએ.

  ધન રાશિફળ -પરિવાર સાથે તમારું વર્તન સારું ન હોવાના કારણે તણાવ ભરી સ્થિતિ ઊભી થવાની શક્યતા છે. તમારે બીજા લોકોની સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ, જેવો તમે પોતાના માટે ઈચ્છો છો. આર્થિક બાબતોમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે, તમે આજે અનુભવ કરશો કે, તમારા મિત્રોના સહયોગની સંભાવના છે. પરંતુ, બોલવામાં સાવધાની રાખો. તમારા ભૂતકાળની કોઈ એવી ગુપ્ત વાત તમારા જીવનસાથીને જાણ થતા મામલો બગડી શકે છે.

  મકર રાશિફળ - એવું બની શકે છે કે આજે તમે તમારા પરિવારની તમામ બાબતો સાથે સહમત ન થાવ પરંતુ તમને એમના વર્તનથી કંઈક નવું શીખવા મળશે. નોકરી અને સહ કર્મીઓ તરફથી પરેશાની મળવાની સંભાવના છે. આજે તમારી યોજનાઓમાં અંતિમ સમયે ફેરફાર થઈ શકે છે. જીવનસાથીનો ખરાબ વ્યવહાર નકારાત્મક અસર પાડી શકે છે. રચનાત્મક કાર્ય માટે આજે સારો દિવસ છે કંઈક એવો વિચાર આવી શકે છે જે જબરજસ્ત અને સજનાત્મક હોય.

  કુંભ રાશિફળ - પારિવારિક તણાવને ગંભીરતાથી લો પરંતુ કારણ વગરની ચિંતા ન કરો અને સમસ્યાઓનો ઉપાય શોધો પોતાની સમસ્યાઓને દૂર કરવામાં વડીલોની મદદ લો. આજે તમને કાર્યક્ષેત્રમાં ફાયદો થઈ શકે છે પરંતુ તમને ભરપૂર ઉત્સાહ અને લગનથી કરવાની જરૂર છે.

  મીન રાશિફળ - આર્થિક સમસ્યાઓ તમારી રચનાત્મક વિચારવાની ક્ષમતાને ખરાબ કરી શકે છે. સંબંધી અને મિત્રો પાસેથી આજે કોઈ ગિફ્ટ મળી શકે છે. આજે તમે બધાના ત્યાં ધ્યાન કેન્દ્ર રહી શકો છો અને સફળતા તમારી પહોંચમાં રહેશે. તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ તો નિષ્ફળતા મળશે. તમારો જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ઘણા પ્રયત્નો કરતો જોવા મળશે.
  Published by:kiran mehta
  First published: