19th April 2021: આ રાશીના જાતકને આજે અચાનક ફાયદો થશે, જુઓ તમારૂ આજનું રાશિફળ

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - રોકાણ માટે આજનો દિવસ સારો છે, પરંતુ કોઈ અધિકારીની સલાહ લઈને જ રોકાણ કરો તમારો જ્ઞાન અને તમારું હાથ છે. તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકે છે. સાંજના સમયે કોઈ રોમેન્ટિક ડિનર યોજાઈ શકે છે. તમારા કામની ગુણવત્તા જોઈને તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. બીજાને સુખી રાખવાની તમારી કાળા તે પણ ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.

  વૃષભ રાશિફળ - આજે તમારા પ્રિયજનની મનોદશા ભરતી અને ઓટ ની જેમ ઉતાર ચઢાવ વાળી રહેશે. જો તમને લાગતું હોય કે તમે કોઈની પણ મદદ લીધા વિના તમારા તમામ કાર્યો કરી શકશો તો તમે ખોટા વહેમમાં છો. કોઈની પણ માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો તેની પાછળની સત્ય હકીકત જાણવાનું પ્રયત્ન કરો. તમારા દાંપત્ય જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ રહેશે. કોઈપણ જુની એવી ઘટનાને યાદ ન કરો જેનાથી તમારા દિલને દુઃખ પહોંચી શકે છે.

  મિથુન રાશિફળ - કામની જવાબદારીથી તણાવ ઊભો થઈ શકે છે. અને વાદ-વિવાદની પરિસ્થિતિ પણ બની શકે છે. કોઈ એકદમ નવા વિચાર અને તેનું પ્લાનિંગ આર્થિક ફાયદો કરાવી શકે છે. પોતાના પરિવાર સાથે ગુસ્સાથી વાત ન કરો નહી તો પરિવારની શાંતિ હણાઈ શકે છે. કોઈપણ પરિસ્થિતિથી લડવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે, તેનાથી અશક્ય કામ પણ શક્ય બની શકે છે. ઘણા લાંબા સમય બાદ પોતાના જીવનસાથી સાથે નજીક તા અનુભવી શકશો.

  કર્ક રાશિફળ - આજે અચાનક નફો થવાથી અથવા સટ્ટાબાજી દ્વારા આર્થિક સ્થિતિ સુધારવાની શક્યતા છે. દિવસને વધુ રોમાંચક બનાવવા માટે મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો. કામકાજમાં બીજી રહેવાના કારણે રોમાન્સથી છેડો ફાટી શકે છે. આજે તમારે ઓફિસમાં કોઈ એવું કામ કરવું પડી શકે છે જે તમે કરવા માંગતા ન હતા. તમારી હસવાની અને હસાવવાની કળા તમારા માટે પુંજી સાબિત થશે.

  સિંહ રાશિફળ - માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. તમે પૈસા બનાવી શકો છો, પણ શરત એટલી છે કે, તમે પોતાની જમા પૂંજી પરંપરાગત રીતે રોકાણ કરો, જે લોકોને ભાવનાત્મક મનોબળની જરૂર છે તેઓને વડીલોની મદદ મળી રહેશે, આજે તમારા અને તમારા પ્રેમી વચ્ચે કોઈ આવી શકશે નહીં. આજનો દિવસ સમજી વિચારીને પગલા ભરવાનો છે, જ્યાં સુધી તમે પોતે તમારી સફળતાને લઇને ચોક્કસ ન હોવ ત્યાં સુધી બીજા આગળ તમારા વિચારો રજૂ ન કરો. આજના દિવસે ઘણી ખરી વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે.

  કન્યા રાશિફળ - તમારા આજના ખર્ચા તમારા બજેટને બગાડી શકે છે અને તેના કારણે કેટલીક યોજનાઓ અટકી પણ શકે છે. જો તમે તમારા નિર્ણયો તમારા પરિચિતો હોય તેવા લોકો પર થોપવાની કોશિશ કરશો તો તે તમારા હિતમાં નથી. કોઈપણ પરિસ્થિતિનો સામનો સમજી વિચારીને કરશો તો પરિણામ સારા મળશે. આજે તમારા કારણે તમારા ઓફિસમાં કોઈ કાર્યમાં નુકસાન પણ જઈ શકે છે, જેથી જાગ્રત અવસ્થામાં કામ કરો. કોઈ આધ્યાત્મિક ગુરૂ તમારી સહાય કરી શકે છે.

  તુલા રાશિફળ - નાણાકીય અનિશ્ચિતતા તમારા માનસિક તણાવનું કારણ બની શકે છે. કોઈ દુરના સંબંધીને ત્યાંથી અચાનક આવેલો કોઈ સંદેશ પુરા પરિવાર માટે ખુશીનું કારણ બની શકે છે. વિવાદીત મુદ્દાઓ ઉઠાવવાથી બચવું, જો તમે આજે ડેટ પર જઈ રહ્યા હોવ તો. કોઈ આધ્યાત્મિક ગુરૂ અથવા વડિલ તમારી સહાયતા કરી શકે છે. આજે તમારા જીવનસાથી તમને પ્યાર અને સુખની સફર કરાવી શકે છે.

  વૃશ્ચિક રાશિફળ - કોઈ પણ કિંમત પર પોતાનો આપા ન ખોતા, નહીં તો પરિવારમાં ક્યારે ન સંધાય તેવી તીરાડ પડી શકે છે. એટલે જીભ પર લગામ રાખવી. જો તમે કોશિશ કરશો તો શાંતી અને તાલમેલ બનાવી રાખવામાં સફળ થશો. એક વહેંચાયેલું ઘર હંમેશા તૂટી શકે છે, એકતામાં તાકાત હોય છે. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકીભરેલી આર્થિક યોજનામાં રોકાણ ન કરવું. દિવસના બીજા બાગમાં તમે આરામ કરી શકો છો. તમે તમારી વર્તમાન નોકરી છોડી નવા ક્ષેત્ર જેમ કે માર્કેટિંગ વગેરેમાં જઈ શકો છો, જે તમારા માટે શાનદાર રહેશે.

  ધન રાશિફળ - શંકાસ્પદ આર્થિક લેવડ દેવડમાં ફસાવવાથી સાવધાન રહો. દિવસના બીજા ભાગમાં તમે આરામ કરવાનું અને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરી શકો છો. તમે તમારા પ્રિય પ્રત્યે સંવેદનશિલ રહી શકો છો. પોતાના ગુસ્સા પર કાબુ રાખવો અને કઈ પણ ખોટુ કરતા બચો, નહીં તો પછતાવવું પડશે. આજના દિવસે તમારો કઠિન પરિશ્રમ ફળદાયી સિદ્ધ થશે. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ તરફ લઈ જશે. તમારા હાથે તમારા વૈવાહિક જીવનમાં કોઈ ગડબડ થઈ શકે છે.

  મકર રાશિફળ - જો તમે લાંબા સમય માટે રોકાણ કરશો, તો સારો ફાયદો કરાવી આપશે. આજે કામનું દબાણ ઓછુ રહેશે, અને પરિવાર સાથે સમય વિચાવવાની મજા લઈ શકશો. પ્રેમની દ્રસ્ટીએ આજનો દિવસ ખાસ રહેશે. કોઈ જગ્યા પર અનુભવ લઈ અથવા અભ્યાસ માટે જઈ તમારી ટેકનિકલ ક્ષમતા વદારો. નવા વિચારો અને નવા આઈડીયાને તપાસવા માટે સારો દિવસ છે. તમને ખુશીઓથી ભરપુર લગ્નજીવનનો અહેસાસ થશે.

  કુંભ રાશિફળ - ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકીભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. બેકારનો વાદ-વિવાદ પરિવારમાં તણાવનો માહોલ પેદા કરી શકે છે. યાદ રાખો કે, વાદ-વિવાદથી મેળવેલી જીત અસલમાં જીત નથી હોતી અને તેનાથી કોઈના દિલને ક્યારેય જીતી નથી શકાતું. જ્યાં સુધી થઈ શકે, પોતાની સજદારીનો ઉપયોગ કરી તેનાથી બચવું. આજે તમારા સાથી તમારી પાસે ગિફ્ટની આશા રાખી શકે છે. જન્મદિવસ ભુલી જવા જેવી સામાન્ય વાતમાં જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

  મીન રાશિફળ - બાળકો અને પરિવાર દિવસનું કેન્દ્ર બિંદુ રહેશે. કામના દબાણને લઈ માનસિક ઉથલ પાથલ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં વધારે તણાવ ન લો અને આરામ કરો. ઓફિસમાં તમને કઈંક એવું કામ મળી શકે છએ, જે તમે હંમેશા કરવા માંગો છો. તમારા જબરદસ્ત આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવો, બહાર નીકલો અને કેટલાક નવા સંપર્ક અને દોસ્ત બનાવો. પોતાના જીવનસાથીના સાથે તમારૂ ભાવનાત્મક બંધન થોડુ નબળુ થતુ લાગી શકે છે.
  Published by:kiran mehta
  First published: