17th April 2021: કર્ક રાશી માટે આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવા માટે ખાસ, જાણો આજનું રાશીફળ

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - મિત્રો સાથે દિવસ સારો પસાર થશે, પરંતુ ખાવાપીવામાં ધ્યાન રાખવું અને શરાબના રવાડે ચઢવું નહીં. તમને આજે અચાનક કોઈ આર્થિક ફાયદો થઈ શકે છે. ઘરની જવાબદારી અને કામનું દબાણ તમારો ગુસ્સો વધારી શકે છે. ખોટું બોલવાથી બચો કારણકે પ્રેમ સંબંધો પર તેની ખોટી અસર ઊભી થશે. મહત્વના વ્યાપારિક સોદા કરતી વખતે કોઇના દબાણમાં આવાથી નુકશાન થઈ શકે છે. દિવસની શરૂઆતમાં જીવનસાથી સાથે તણાવ ઊભો થશે, પરંતુ દિવસના અંતમાં વધુ શાંત થઈ જશે.

  વૃષભ રાશિફળ - આજે કેટલીક મહત્વની ખરીદી થઇ શકે છે. કેટલાક લોકો તમારા ગુસ્સા માટે કારણભૂત બની શકે છે. પરંતુ તેવા લોકોની ઉપેક્ષા કરવામાં જ મજા છે. કોઈપણ પ્રકારનો પ્રયત્ન તમારા જીવનસાથી ના મૂડને બદલી નહીં શકે. આજે તમે તમારા ખભા પર વધુ જવાબદારીઓ અનુભવશો. જે તમારી ઉંમર અને પ્રતિષ્ઠા પ્રમાણે તમને સારો સબક શીખવાડશે. અચાનક કોઈ પણ યાત્રા ઉભી થઇ શકે છે, તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહો.

  મિથુન રાશિફળ - પોતાના મનમોજી અને જિદ્દી સ્વભાવને કાબૂમાં રાખો. કોઈપણ પ્રકારની જલસા પાર્ટીમાં સામેલ ન થવું કારણ કે, એવું કરવાથી ત્યાંનો માહોલ પણ તણાવગ્રસ્ત બની શકે છે. નવા આર્થિક કરારો ફાયદાકારક રહેશે અને ધનની વૃદ્ધિ થશે. કોઈ ખાસ પ્રકારના પ્રદર્શન કે ખાસ પ્રકારના કામો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. અચાનક ઊભી થયેલી યાત્રા તમને કંટાળો અપાવી શકે છે. જો તમે તમારા જીવનસાથી સામે તમારો ગુસ્સો ઠાલવતો તો સામે પણ તેવી જ પ્રતિક્રિયા મળશે.

  કર્ક રાશીફળ - આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવા માટે ખાસ છે, જેના કારણે તણાવ અને બેચેની પણ રહેશે. હસવા હસવામાં કહેવાયેલી વાતોને લઈને કોઈના પર શંકા ન કરો. મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બનાવો, જે સકારાત્મક અને મદદગાર સાબિત થશે. દિવસે જીવનસાથી સાથે થોડો વિવાદ હશે પણ સાંજ સારી પસાર થશે. અઠવાડિયાના અંતે પરિવારજનો જ્યારે માંગણીઓ કરે છે. ત્યારે ફળો ગુસ્સો થવો સ્વાભાવિક છે પરંતુ શાંત રહેવામાં જ ફાયદો છે.

  સિંહ રાશિફળ - કેટલીક મહત્વની યોજનાઓ શરૂ થશે અને આર્થિક ફાયદો આપશે. પોતાના મિત્રોને પોતાના ઉદાર સ્વભાવનો ખોટી રીતે ફાયદો ઉઠાવવા ના દો. જીવનના ઉતાર-ચઢાવ બાદ તમે પોતાની જાતને ખુશ નસીબ સમજો કારણ કે તમારો જીવનસાથી ખરેખર શ્રેષ્ઠ છે. એક મહત્વના પ્રોજેક્ટ પર તમે કામ કરતા હતા તે અટકી શકે છે.

  કન્યા રાશિફળ - પોતાની હોશિયારી વાપરીને રોકાણ કરો. તમારા પ્રિયજનો ખુશ છે અને તમારે સાંજ માટે કોઈ સારી યોજના બનાવવી જોઈએ. પોતાના મન ફાવે તેવા વર્તન કરવાના વિચારો પર કાબૂ રાખો. કારણ કે, તેનાથી તમારી મિત્રતામાં કડવાશ આવી શકે છે. બીજા દેશોમાં વ્યવસાયિક સંપર્ક વધારવા માટેનો અત્યારે સમય છે. કોઈ આધ્યાત્મિક ગુરૂ તમારી સહાય કરી શકે છે. આ દિવસો સામાન્ય દાંપત્યજીવન કરતા કંઈક હટકે રહેશે, તમને તમારા જીવનસાથી તરફથી ખો મળી શકે છે.

  તુલા રાશિફળ - કોઈ મોટી યોજના કે કોઈ એક સારા વિચાર તરફ તમે આકર્ષિત થઇ શકો છો. કોઈપણ પ્રકારનું રોકાણ જે તે વિષયની માહિતી પ્રાપ્ત કરાવ્યા વગર ન કરવું. માનસિક તણાવથી બચવા બાળકો સાથે સમય પસાર કરો. પરિવારજનો સાથે સારી રીતે વર્તો. તમારો આક્રમક મિજાજ પરિવારજનોને પસંદ નથી અને કેટલાક સંબંધીઓને તમે આંખમાં ઉંચી પણ શકો છો. જો તમે વાદ-વિવાદમાં પડશો કારણ વગરની ટીકાને પાત્ર બનશો.

  વૃશ્ચિક રાશિફળ - લાંબા સમયનું રોકાણ તમને ફાયદો કરી શકે છે. તમારા પરિવારજનો કોઈ નાની વાતમાં રાઈનો પહાડ ઊભો કરી શકે છે. પોતાના પ્રિયજન સાથે સારી રીતનું વર્તન કરવું. ભૂતકાળમાં કરવામાં આવેલા કોઈ કામના કારણે તમને આજે કોઈ પુરસ્કાર મળી શકે છે. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે કારણકે દરેક ચીજો તમારા પક્ષે રહેશે. આજે તમે દરેક કામમાં રહેશો પોતાના ભવિષ્યની યોજના આજે જ બનાવવાનું શરૂ કરી દો કારણકે હજુ પણ તમારી પાસે થોડી આરામની ક્ષણો છે.

  ધન રાશિફળ - પરિવારમાં પોતાનો દબદબો રહે તેના માટે પ્રયત્ન કરવા કરતા પરિવારજનો સામેથી જ સનમાન આપે તેવું વર્તન રાખો. જીવનના તમામ પ્રકારના ઉતાર ચડાવમાં પરિવાર સાથે રહેશે. તમારું થોડું બદલાયેલા વર્તન ના કારણે પરિવારમાં શાંતિ રહેશે. ઓફિસમાં વિડીયો ગેમ રમવું તમને ભારે પડી શકે છે. ચાહે આજે ગમે તે થાય તમને તમારા જીવનસાથીના આલિંગનથી કોઈ દૂર નહી રાખી શકે.

  મકર રાશીફળ - માત્ર આજના દિવસને જ લઈને જીવન જીવવાની તમારી બિન્દાસ શૈલીમાં પરિવર્તન લાવો. પોતાની આદતો પર કાબૂ રાખો કારણ વગર ના ખર્ચા ન કરો. મનોરંજન પર કાપ મૂકો. યોગ્ય સમયે કરવામાં આવેલી બચત તમને મુશ્કેલી માંથી બચાવી શકે છે. પ્રેમના વિષયમાં ઉતાવળે નિર્ણય ન લેવો. કામકાજ અને ઘરની જવાબદારી વચ્ચે તમને થોડો ગુસ્સો આવી શકે છે. કોઈપણ વ્યક્તિની ગુપ્ત માહિતીને જાહેર ન કરો. કોઈની સાથે થયેલા મતભેદના કારણે તેની સાથે ફરીથી સંબંધો સુધારવામાં મુશ્કેલી ઊભી થશે.

  કુંભ રાશિફળ - કેટલીક મહત્વની યોજનાઓથી તમને આર્થિક ફાયદો થશે. વિદેશમાં રહેતા તમારા કોઈ સંબંધી થકી તમને કોઈ સારી ગીફ્ટ મળી શકે છે. પ્રેમ એ ભગવાન એની પૂજા સમાન છે પ્રેમ જ છે જે તમને સાચા અર્થમાં ધર્મ અને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઇ શકે છે. કેટલાક લોકો માટે અચાનક યાત્રા ઉભી થશે અને તેનાથી દિવસ તણાવ રહેશે. દાંપત્યજીવન માટે આ સારા દિવસો છે.

  મીન રાશિફળ - માત્ર બેસી રહેવા કરતા એવી કોઈ નવી પ્રવૃત્તિ કરો કે જેના કારણે તમારી કમાણી માં વધારો થાય. તમારે એવી પ્રવૃત્તિમાં સામેલ થવાની જરૂર છે જ્યાં તમને તમારી જ રુચિ પ્રમાણેના લોકો સાથે મળવાનો મોકો મળે. તમારા જીવનમાં કોઈ પ્રેમીની અચાનક એન્ટ્રી થઈ શકે છે. બસ પોતાની આંખો અને કાન ખુલ્લા રાખવા. સહકર્મીઓ સાથે ઉભા થયેલા મતભેદોના કારણે તણાવની સ્થિતિ રહેશે. યાત્રાનો લાભ તરત જ નહીં મળે, પરંતુ તેના પગલે ભવિષ્ય મજબૂત છે.
  Published by:kiran mehta
  First published: