16th April 2021: કન્યા રાશિના લોકોને આજે ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થવાની શક્યતા, જુઓ રાશીફળ

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - તમારા પ્રેમના સંબંધમાં એક જાદુઈ અહેસાર રહેશે, તેનાથી આનંદ રહેશે. તમારો આત્મવિશ્વાસ તમારી વ્યવસાયિક જિંદગીમાં ખાસ અસર છોડશે. આ બીજા લોકોને તમારા વિચારો સમજાવવા અને તેમની મદદ મેળવવામાં કારગર રહેશે. અચાનક યાત્રાના કારણે તમે તણાવનો શિકાર બની શકો છો. મુશેકેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં જીવનસાથી તમને સહાયરૂપ નહીં થાય. માનસીક શાંતી પ્રાપ્ત કરવા માટે આજે કોઈ નદી કિનારે અથવા પાર્કમાં ફરવા માટે વિકલ્પ સારો છે.

  વૃષભ રાશિફળ - કોઈ મિત્રની જ્યોતિષી સલાહ તમારા સ્વાસ્થ્ય માટે આજે ઉપયોગી સાબિત થશે, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ, પાણીની જેમ પૈસા વપરાતા વિકટ પરિસ્થિતિ પણ ઉભી થઇ શકે છે, અને તેના કારણે આગળની યોજનાઓ પણ અટકી શકે છે. આજે કરેલા ઘણા રોકાણ તમને ફાયદા કીય રહેશે પરંતુ તમારા ભાગીદારો નું સુર વિરોધી બની શકે છે. જો તમે ખરીદી કરવા જાઓ કારણ વગર ના ખર્ચા ન કરતા દાંપત્યજીવન માટે સારો સમય ચાલી રહ્યો છે.

  મિથુન રાશીફળ - તમારા કોમ્યુનિકેશન અને કામ કરવાની ક્ષમતા અસરદાર સાબિત થશે. તમારા દાંપત્ય જીવનમાં આજનો દિવસ મીઠો રહેશે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી દોડવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે, કારણકે આ મફત અને સારી કસરત છે. શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે તમારે ધૂમ્રપાનની આદત છોડી દેવી જોઈએ. પોતાના રોકાણ અને ભવિષ્યની યોજનાઓ ગુપ્ત રાખો, તમામની આગળ રજુ ના કરો. એવા મિત્રોની મદદ કરો જેને ખરેખર તમારી જરૂર છે. તમારા પ્રિયજનો દ્વારા કહેવામાં આવેલી વાતો પ્રત્યે તમે સંવેદનશીલ રહેશો.

  કર્ક રાશીફળ - આભૂષણોમાં રોકાણ કરવાનો ફાયદાકારક રહેશે અને પ્રગતિના દ્વાર ખુલશે. તમારા મિત્રોને તમારા ઉદાર સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવવા ન દો. જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઈ શકે છે. કોઈ પણ નવી પરિયોજના પર કામ કરતા પહેલા તેના પર સંપૂર્ણ વિચાર કરી લેજો, વસ્તુઓ અને લોકોને પારખવાની ક્ષમતા તમને અન્ય લોકોથી આગળ વધવામાં મદદરૂપ થશે. જીવનસાથી સાથે વિવાદ વધવા ન દેવો તે તમારા હાથની વાત છે.

  સિંહ રાશીફળ - આજે કંઈક ખરીદતા પહેલા તેને વાપરી જુઓ જે પહેલેથી જ તમારી પાસે છે. તણાવની સ્થિતિ યથાવત રહેશે પરંતુ, પરિવારજનોનો સહયોગ મળતો રહેશે. રોમાન્સમાં પોતાના મગજનો પણ ઉપયોગ કરો. કારણ કે, પ્રેમ આંધળો હોય છે. તમારા વરિષ્ઠ સહકર્મીઓ અને સંબંધીઓ મદદનો હાથ લાંબો કરશે. જો તમે કોઇ પરિસ્થિતિ છે, તેનાથી ગભરાઈને ભાગશો તે તમારો પીછો છોડશે નહીં. તમને તમારા જીવનસાથી તરફથી કોઈક ખાસ ગિફ્ટ મળી શકે છે.

  કન્યા રાશિફળ - તમને ઘણા બધા સ્ત્રોતોથી આર્થિક લાભ થવાની શક્યતા છે. મિત્રો અને નજીકના સંબંધીઓ મદદ માટે સદાય તમારી પડખે રહે છે. પ્રેમની તાકાત તમને વધુ પ્રેમ કરવામાં સક્ષમ બનાવે છે. કામમાં તમારી નિપુણતા તમને પ્રશંસા અપાવશે. તમારા જીવનસાથી તમારા માટે કોઈ ફરીસ્તાથી કમ નથી એવો તમને આજે અહેસાસ થશે, તમે થોડો સમય પોતાના વ્યક્તિત્વને નિખારવામાં પણ લગાવો કારણ કે, આકર્ષક વ્યક્તિત્વની આત્મા નિર્માણમાં મહત્વની ભૂમિકા છે.

  તુલા રાશીફળ - સમાજિક ઉત્સવોમાં સહભાગિતાનો મોકો છે, જે જે તમને પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં લાવશે. રોમાંસ માટે રોમાંચક દિવસ છે. સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને જેટલું હોઈ શકે તેટલું રોમાની બનવાની કોશિશ કરો. તમારૂ વૈવાહિક જીવન તમારા પરિવારમાં ચાલતા નકારાત્મક રૂપથી પ્રબાવીત થઈ શકે છે, પરંતુ તમે બંને હોશિયારીથી પરિસ્થિતિ સંભાળી શકો છો. સ્વયંસેવી કાર્ય અથવા કોઈની મદદ કરવી માનસિક શાંતી માટે સારી ટોનિકનું કામ કરી શકે છે.

  વૃશ્ચિક રાશીફળ - આજે તમે એવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત કરી શકો છો, જેના વિશે તમે પહેલા વિચાર્યું પણ નહીં હોય. ઘરેલુ જિંદગી આજે ખુશીથી ભરેલી રહેશે. માત્ર સ્પષ્ટ સમજથી તમે તમારી પત્ની અથવા પતિને ભાવનાત્મક સહારો આપી શકશો. તમારી વિશેષજ્ઞતાનો ઉપયોગ વ્યવસાયિક મામલાઓને સહજતાથી ઉકેલવા માટે કરો. એવા લોકો સાથે જોડાવાથી બચો જે તમારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી શકે છે. દિવસમાં જીવનસાથી સાથે થોડા વિવાદ બાદ સાંજ શાનદાર રહેશે. ગજબનો દિવસ છે. પાર્ટી અને મિત્રો સાથે હરી-ફીર આનંદમાં રહી શકો છો.

  ધન રાશીફળ - વધારાની આવક માટે તમારા સૃજનાત્મક વિચારોનો સહારો લો. જ્યારે રોકાણ કરવાનો સવાલ તમારી સામે હોય, તો સ્વતંત્ર બનો અને તમારા નિર્ણયો જાતે લો. તમારા પ્રિય તમને ખુશ રાખવા માટે કઈંક ખાસ પ્રયાસ કરશે. યોગ્ય કર્મીઓને પદોન્નિત અથવા આર્થિક નફો થઈ શકે છે. જો તમે યાત્રા કરી રહ્યા હોય તો તમારે તમારા સામાનની વદારે સુરક્ષા રાખવાની જરૂરત છે. તમારા જીવનસાથી કોઈ ખુબસુરત સરપ્રાઈઝથી તમને ખુશ કરી શકે છે.

  મકર રાશીફળ - તમારા ઘરના વાતાવરણમાં કેટલાક બદલાવ કરતા પહેલા તમારે બધાની સલાહ લેવાની કોશિશ કરવી જોઈએ. નહીં તો તમારી કામ અટકી શકે છે. ઓફિસના કામમાં મુશકેલી પડવાની સંભાવના છે. ચીઠી-પત્રીમાં સાવધાની રાખવાની જરૂરત છે. તમે તમારા જીવનસાથીના પ્રેમની ગરમાહટ મહેસુસ કરી શકો છો. જ્યારે તમે તમારા પરિવાર સાથે સામાન્ય કરતા વધારે સમય વિતાવો છો તો, થોડી કહાસુની થઈ શકે છે. પરંતુ આજે તેનાથી બચવાની કોશિશ કરો.

  કુંભ રાશીફળ - જો તમે તમારી રચનાત્મક પ્રતિભાનો સારી રીતે ઉપયોગ કરશો તો ખુબ ફાયદાકારક રહેશે. પોતાના સ્વભાવને સ્થિર ન થવા દો. ખાસ કરીને પોતાના પતિ અથવા પત્ની સાથે, નહીં તો તો ઘરની શાંતી પર પ્રભાવ પાડશે. આજે તમે બીજા લોકોની તુલનામાં પોતાના લક્ષ્યોને વધારે ઊંચા નક્કી કરી શકો છો. જો પરિમામ તમારી આશા પ્રમાણે ન આવે તો નિરાશ ન થવું. નવા વિચારો અને આઈડીયાને તપાસવા માટે સારો દિવસ છે. રોજ કરતા લગ્નજીવન મીઠાસ ભર્યું રહેશે.

  મીન રાશીફળ - આર્થિક રીતે માત્ર એક જ સ્ત્રોતથી લાભ મળી શકે છે. ઘરના લોકો તમારા ખર્ચાળ સ્વભાવની ટીકા કરી શકે છે. તમારે ભવિષ્ય માટે પૈસા જમા કરવા જોઈએ, નહીં તો ભવિષ્યમાં મુશ્કેલીમાં પડી શકો છો. આજનો દિવસ શાનદાર પ્રદર્શન અને ખાસ કામો માટે છે. લાંબા સમયથી અટકેલી મુશ્કેલીઓ ટુંક સમયમાં ઉકેલવાની જરૂરત છે અને તમે જાણો છો કે, તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. જેથી સકારાત્મક વિચારો અને આજથી પ્રયાસ શરૂ કરો. જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યના કારણે તમારી કામ પ્રભાવિત થઈ શકે છે.
  Published by:kiran mehta
  First published: