Rashi Bhavishya - 15th April 2021: જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે?

રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિ - તમને આજે કોઈ ખોટી અફવામાં ફસાવી શકે છે. જેના કારણે તમે માનસિક તણાવના શિકાર પણ થઈ શકો છો. માત્ર બુદ્ધિ કરેલું રોકાણ જ ફાયદાકારક સાબિત થશે, માટે પોતાના મહેનતની કમાણી યોગ્ય જગ્યાએ અને સમજી-વિચારીને રોકાણ કરવામાં વાપરો. તમે તમારી ગુપ્ત ખાસિયતનો ઉપયોગ કરી દિવસને વધુ શ્રેષ્ઠ બનાવો. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે દાંપત્યજીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ અઠવાડિયામાં તમે ઘણું બધું કરવા માંગો છો, પરંતુ કામ ટાળતા રહેશો અને પોતાના પર જ ગુસ્સો કરતા રહેશો.

  વૃષભ રાશી - રોકાણ કરવા માટે અને માત્ર કોઈના કહેવા પ્રમાણે રોકાણ કરશો તો આજે નુકસાન ભોગવશો. ઘણા સમયથી અટવાયેલા કામ હજુ પણ થોડો સમય લેશે. પ્રેમ સંબંધમાં ગુલામોની જેમ વ્યવહાર ન કરો. આજે તમે તમારા ખભા પર વધુ જવાબદારી અનુભવી શકો છો. જે તમારા માટે આગામી સમયમાં સબક સાબિત થશે. પોતાના અધિકારીઓ સાથે વાત કરતી વખતે પોતાના શબ્દોની પસંદગી કરવામાં પણ ધ્યાન રાખો. સામસામે બોલતા વાદ વિવાદનું કારણ બની શકો છો.

  મિથુન રાશિ - આજે સામૂહિક આયોજનમાં તમે મજાકનું પાત્ર બની શકો છો, પરંતુ પોતાની હોશિયારી નો ઉપયોગ કરો અને ગુસ્સામાં કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન આપો. તમારી જ પ્રતિક્રિયા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કામમાં મન પરોવો અને લાગણીવશ થવાનું બચો કોઈ સારા સેમિનાર થકી તમારા જ્ઞાનમાં વધારો થઇ શકે છે તમારા દિવસનું પ્લાનિંગ પહેલેથી જ કરી રાખો. જીવનસાથી સાથે કોઈ કામને લઈ થોડી રકજક થઈ શકે છે. જોકે, સાંજે બધુ બરાબર થઈ જશે.

  કર્ક રાશિ - તમારો દિવસ યાત્રામાં રહેશે અને સાથે આર્થિક ફાયદો પણ થશે. કોઈ દુરના સંબંધીના કારણે તમારા પરિવારમાં આનંદ ઊભો થશે. તમારા પ્રિયજન સાથે ગુસ્સાથી વાત ન કરો. નહી તો, બાજી પલટી શકે છે. ખાસ લોકો સાથે ખાસ વાતચીત કરતી વખતે પોતાના આંખ કાન ખુલ્લા રાખો, ક્યારેક કોઈ કામની વાત તમારા કાને પડી શકે છે. તમારા અટવાયેલા કામ હજુ પણ થોડા દિવસ અટવાયેલા રહેશે.

  સિંહ રાશિ - દિવસની શરૂઆતમાં કોઈ સારા સમાચાર તમારા સમગ્ર પરિવારને આનંદમય બનાવશે. સમય તો રોમાન્સનો છે, પરંતુ લાગણીઓ કાબૂમાં રાખજો. નહીં તો સંબંધોમાં ખટાશ પણ થશે. તમારા દુશ્મન આજે તમારા મિત્ર બની શકે છે. માત્ર તમારા એક નાના એવા કામના કારણે તમારા આજે વખાણ થઇ શકે છે. દાંપત્યજીવનમાં તણાવ હોવા છતાં જીવનસાથીના પ્રેમમાં કોઈ કમી નહીં રહે. કોઈ એવા મહેમાન તમારા ઘરે આવી શકે છે જે તમને ન પણ ગમે.

  કન્યા રાશિ - તમારા હાથમાંથી લક્ષ્મી જઈ શકે છે, પરંતુ તમારા સારા ગ્રહો તંગી ઊભી નહીં થવા દે. પાડોશીઓ સાથે ઝઘડો થાય તેવી શક્યતા છે, પરંતુ ગુસ્સા પર કાબુ રાખતા શીખો. ગુસ્સાથી બંને પક્ષે નુકસાન જ થાય છે. પોતાના કામ અને શબ્દો પર ધ્યાન રાખો. તમને આજે કોઈ આંકડાકીય બાબત સમજવામાં મુશ્કેલી ઊભી થશે અથવા તો એવા કોઈ કામમાં ગરબડ પણ થશે. વીજળી જવાના કારણે સવાર સવારમાં તૈયાર થવામાં પણ મોડું થઈ શકે છે. પરંતુ તમારો જીવનસાથી હંમેશા તમારી મદદ માટે તૈયાર છે.

  તુલા રાશી - વ્યસ્ત દિનચર્યા હોવા છતાં થાક લાગશે નહીં. કોઈપણ પ્રકારના શંકાસ્પદ લેણદેણ થી બચો. મિત્રો સાથે રોમાંચક સમય પસાર થઇ શકે છે. પ્રેમ સંબંધમાં રહેલી ફરિયાદો આજે ગાયબ થઈ જશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં કેટલીક બાધાઓ આવી શકે છે, પરંતુ ધૈર્ય એ જ ઈલાજ છે. તમારાથી ઉંચી પદવી પર હોય એવા લોકોના સંપર્કમાં રહો. ઘણા લાંબા સમય પછી જીવનસાથી સાથે અંગત પળો વિતાવી શકશો.

  વૃશ્ચિક રાશિ - તમારું કડક વલણ તમારા મિત્રો વચ્ચે પરેશાની ઉભી કરી શકે છે. ઘણા લાંબા સમયથી અટવાયેલા કામ તમને પાછા મળી શકે છે. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. તબીયત પર થોડુ વધારે ધ્યાન આપવું, નહીં તો નુકશાન થઈ શકે છે. નવી શરૂઆત આશા હોય તેવા પરિણામ નહીં. આજે એવી કોઈ બાબતમાં ના પડો જેની સાથે તમારે કોઈ લેવાદેવા ન હોય. જીવનસાથી સાથે દિવસ આખાની વાતો કરી ભાર હળવો કરો.

  ધન રાશિ - જો તમે વધુ પડતો તણાવ અનુભવી રહ્યા હોવ તો બાળકો સાથે સમય પસાર કરો. બાળકોનો પ્રેમ આલિંગન અને હાસ્ય તમારા તમામ દુઃખ દૂર કરશે. આજે પ્રાપ્ત થયેલું ધન તમારી આશા પ્રમાણે નહીં હોય. પોતાના નિર્ણયો બાળકો પર થોપવાથી બાળકો નારાજ થઈ શકે છે, સરળ એ છે કે તમે તમારા પક્ષની રજૂઆત બાળક સામે પ્રેમથી કરો. પોતાની વાત બાળકને સમજાવવાની કોશિશ કરો. પ્રેમ હંમેશા આત્મીય હોય છે અને આ જ વાતનો આપ અનુભવ કરશો.

  મકર રાશી - આજે ઉધાર માંગવા વાળા લોકોને આજે નજરઅંદાજ કરો. સંબંધીઓ સાથે ગીત આવેલો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો ના કારણે આજે થોડી પરેશાની થઇ શકે છે. આજે તમે જે પણ કરશો તે શાનદાર રીતે કરી શકશો. આજે તમારે સમજી વિચારીને પગલા ભરવાની જરૂર છે દિલ ની જગ્યાએ દિમાગનો ઉપયોગ કરતા શીખો.

  કુંભ રાશિ - આજે પ્રોપર્ટી સાથે જોડાયેલ લેવડદેવડ પૂરી થઈ શકશે અને તે ફાયદો કરાવશે. જે લોકો સાથે તમે રહો છો તે તમારાથી વધારે ખુશ નહીં દેખાય ભલે તમે એમના માટે ગમે તે જ ના કર્યું હોય. તમારા પ્રિય દિવસભર તમને યાદ કરવામાં સમય વિતાવશે. જો તમે તમારી યોજનાઓને બધાની સામે ખુલ્લી રાખવાની આદત ધરાવતા હશો તો તમારી નવી પરિયોજના ખરાબ થઈ શકે છે. લગ્ન જીવન માટે આજનો દિવસ સારો છે. જીવનસાથી સાથે બહાર જમવા જવાનું થઈ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

  મીન રાશિ - આજે તમારો આત્મવિશ્વાસ વધશે, જેથી પ્રગતિ થઈ શકે છે. આર્થિક તંગીથી બચવા માટે બજેટનું પ્લાન કરતા રહેજો. તમારા સબંધી લોકો તમારા દુઃખમાં ભાગીદાર બનશે. તમારી તકલીફો તેમની સાથે વહેંચવામાં અચકાશો નહીં. આજે જ્યાં સુધી તમને કામ પૂરો થવાનો સંતોષ ન થાય ત્યાં સુધી દસ્તાવેજ પોતાના ઉપરી અધિકારીને ના આપો. બહારના લોકોનો હસ્તક્ષેપ હોવા છતાં તમારા જીવનસાથીનો સાથ તમને મળતો રહેશે.
  Published by:kiran mehta
  First published: