14th March 2021: સિંહ રાશિના લોકોની મનોકામના આ રીતે થશે પૂર્ણ, જાણો - આજનું રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    મેષ રાશિફળ - પોતાની શારીરિક ચુસ્તી ફૂર્તી બનાવી રાખવા માટે કસરત કરો. કોઈ મોટા ગ્રૂપમાં ભાગીદારી તમારા માટે રસપ્રદ સાબિત થશે. જોકે તમારો ખર્ચ વધી શકે છે. તમારે તમારા દરરોજના કામોમાંથી છૂટ્ટી લઈને આજે દોસ્તો સાથે ફરવાનો કાર્યક્રમ બનાવવો જોઈએ. જે પોતાના પ્રિય પાત્ર સાથે રજાઓ વિતાવી રહ્યા છે તેમના માટે જિંદગીની સૌથી યાદગાર ક્ષણો રહેશે. રચનાત્મક કામો સાથે જોડાયેલા લોકોનો આજનો દિવસ સારો રહેશે.

    વૃષભ રાશીફળ - બેચેની તમને પરેશાન કરી શકે છે. ખુલ્લુ વાતાવરણ અને સકારાત્મક વિચાર તમને મદદગાર સાબિત થશે. યાત્રા તમને થકાન અપાવશે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક રહેશે. આજે મજા કરવા માટે દિવસ સારો છે. તમારા જીવનસાથીનો મિજાજ પરેશાન કરી શકે છે. આજે દિવાસ્વપ્ન જોવામાં સમય ન વિતાવશો, તમને એવું લાગશે કે બીજા લોકો તમારી કામ કરી દેશે, પરંતુ તે સાચુ નથી. આજે બધી વસ્તુ તમારા અનુકુળ નહીં થાય.

    મિથુન રાશીફળ - તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને સરળ કામકાજ તમને તમારા મનને આરામ આપશે. બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. તમારા જીવનસાથી વાયદો તોડી શકે છે, પરંતુ ગુસ્સે ન થવું અને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવો. ટેક્સ અને વીમા સાથે જોડાયેલા કામ કરવાની જરૂરત છે. કાર્યસ્થળ પર દિવસ અનુકૂળતાનો રહેશે.

    કર્ક રાશીફળ - આજે આરામ કરવાનો દિવસ છે. બીજા લોકોને પ્રભાવિત કરવા જરૂરત કરતા વધારે ખર્ચ ન કરો. આજે લોકોનું ધ્યાન ખેચવા માટે સારો દિવસ છે. તમારા માટે આજે પસંદગી કરવાના અનેક વિકલ્પો હશે, પરંતુ સમસ્યા એ હશે કે, કોની પહેલા પસંદગી કરવી. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વિતાવો. ઓફિસમાં ખોટી રીતે ટાંગ ખેચનરા લોકો ગુસ્સો અપાવી શકે છે. આજના દિવસે શરૂ કરેવું કાર્ય સંતોષકારક પૂર્ણ થશે.

    સિંહ રાશીફળ - માત્ર વિચારોના વડા કરવાથી બચવું. સાર્થક કામ માટે ઉર્જા બચાવવી. તમારી મનોકામના દુઆઓના માધ્યમથી પૂર્ણ થશે અને સૌભાગ્યતમારી તરફ આવશે. જુની મહેનત રંગ લાવી શકે છે. વડીલો, સંતોના આશિર્વાદ ફળદાયી રહે. કેટલાક લોકો માટે પાર્ટ ટાઈમ નોકરી સારો વિકલ્પ રહેશે. આજે ઓફિસમાં મહત્વપૂર્ણ કામો પર ધ્યાન આપવાની જરીરત છે.

    કન્યા રાશીફળ - તમારૂ તીખુ વલણ મિત્રો માટે પરેશાની પેદા કરી શકે છે. કામમાં ધીમી પ્રગતિ માનસીક તણાવનું કારણ બની શકે છે. કોઈ સંબંધી-મિત્ર તરફથી સારા સમાચારથી દિવસની શરૂઆત થશે. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે. તમારી કોમ્યુનિકેશન અને કામ કરવાની રીત અસરદાર રહેશે. જીવનસાથીનો આજે એક અનોખો જ અંદાજ જોવા મળી શકે છે.

    તુલા રાશીફળ - માનસિક તણાવથી બચવા આજે ચિંતા કરવાનું ટાળવું. ખર્ચ કરવાથી દુર રહેવું, નહીં તો ખીસ્સુ ખાલી શકે છે. માનસીક સ્થિતિ સ્થિર ન હોય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. પરિવારની મદદ મળી શકે છે. વડીલ તથા પરિવારને વિશ્વાસમાં રાખી નિર્મય લેવો. જીવનસાથી સાથે કોઈ ખાસ નવી યોજના બનાવો, જિંદગી ખુબસુરત જોવા મળશે.

    વૃશ્ચિક રાશીફળ - વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. તંગી અને આર્થિક સ્થિતિ નબળી રહેતા અનેક કામ વચમાં અટકી શકે છે. આર્થિક મામલે વધારે ગંભીરતા રહેતા ઘરમાં તણાવ ઉભો થઈ શકે છે. સહકર્મીઓ સાથે સારો સહયોગ મળી શકે તેમ નથી. પરંતુ ધૈર્ય રાખવું. આજનો દિવસ બીજા માટે મદદરૂપ થવામાં પસાર કરવો, આ સકારાત્મકતા તમારી છબી સારી બનાવશે.

    ધન રાશીફળ - આજે કામ-કાજમાં વ્યસ્ત રહી શકો છો. પરિવારને સમય નહી આપી શકાય. વ્યસ્ત દિવસમાં તબીયતનું ધ્યાન રાખવું. કામકાજમાં કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે. જેથી મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દુર રહેવું. કોઈ વ્યક્તિ તમને ખોટો માર્ગ બતાવી શકે છે, જે રસ્તે તમને મોટુ નુકશાન થઈ શકે છે. સાંજ બાદ માનસીક તણાવમાં ઘટાડો થશે.

    મકર રાશીફળ - તબીયત સાથે જોડાયેલા કાર્યક્રમો ફરી શરૂ કરવા માટે સારો દિવસ છે. નાણાકીય અસ્થિરતા તમને માનસિક તણાવ આપી શકે છે. બાળકો માટે જરૂરી યોજના બનાવવી જરૂરી છે. રોમાંસમાં નાના-નાના મતભેદ વિઘ્નનું કારણ બની શકે છે. તમારી કોશિશને સાચી દીશા આપો

    કુંભ રાશિફળ - તમારો આત્મવિશ્વાસ અને આજની ઓછી મહેનત તમને આરામ કરવા માટે પુષ્કળ સમય આપશે. ચોક્કસ આર્થિક સ્થિતિમાં સુધારો થશે - પરંતુ ખર્ચમાં પણ વધારો થશે. તમારી પરિસ્થિતિ અને જરૂરિયાત જાણતા હોય તેવા મિત્રો સાથે જાઓ. તમે તમારા જીવનમાં આજના દિવસને ક્યારેય ભૂલી શકશો નહીં, જો તમે આજે પ્રેમમાં ડૂબવાની તક ગુમાવશો નહીં તો. તમારા પ્રયત્નોને યોગ્ય દિશા આપો અને જે તમને અસાધારણ નફો આપશે.

    મીન રાશિફળ - આજે મુસાફરી કરવાનું ટાળો - તેના કારણે તમે થાક અને તનાવ અનુભવા શકો છો. આજે તમે સારા પૈસા પ્રાપ્ત કરશો - પરંતુ ખર્ચમાં વધારો તમારા માટે બચત કરવાનું મુશ્કેલ બનાવશે. સંતાનો સાથે સમય પસાર કરવો તે વિશેષ રહેશે. એકવાર તમે જો તમે તમારા લક્ષ્યને હાંસલ કરો છો, તો જીવનમાં બીજા કોઈની જરૂર નથી. આજે તમને આ વાતનો ખ્યાલ આવશે. આજે કેટલીક બાબતો તમારી ધૈર્યની કસોટી કરશે.
    Published by:kiran mehta
    First published: