13th April 2021: કન્યા રાશિના લોકોએ દાંપત્ય જીવનમાં પણ ગોપનીયતાનું ધ્યાન અવશ્ય રાખવું, જુઓ - રાશીફળ

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    મેષ રાશિ - તમારા પોતાના કામ માટે બીજા લોકો પર દબાણ ન કરો અન્ય લોકોની ઈચ્છા અને ગમા અને અણગમામાં પણ અણગમાનું પણ ધ્યાન રાખો, તેનાથી સામેના પાત્રની સાથે સાથે તમે પોતે પણ આનંદ અનુભવશો. કોઈપણ પ્રકારની દલાલી તમને ફાયદો અપાવી શકે છે. ઓફિસ પર કર્મીઓને આર્થિક ફાયદો થઈ શકે છે. માત્ર સાંભળેલી વાતો પર આંખો બંધ કરીને ભરોસો ન કરવો, તેની હકીકત જુદી પણ હોઈ શકે છે. પરિણીત લોકોનો દિવસ આજથી વધારે સારો ક્યારેય નહિ રહ્યો હોય.

    વૃષભ રાશિ - નાનપણની યાદોને યાદ કરીને દુઃખી ના થાઓ, માનસિક તણાવના અનુભવો, તમે ફરીથી એ જ બચપણ વાળી જિંદગી જીવવા માંગો છો, એવું તમે યુવાનીમાં પણ કરી શકો છો. કોઈ મોટા ગ્રુપ સાથે ભાગીદારી કરવી ફાયદાકારક રહેશે, પરંતુ તમારા ખર્ચા પણ વધી જશે. મિત્રો અને પરિવારજનો સાથે સારો સમય પસાર થશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારી વાતને સમજી ન શકે એવું પણ બની શકે છે, પરંતુ ઉદાસ ન થવું.

    મિથુન રાશી - પોતાના નકારાત્મક વલણને કારણે તમે પ્રગતિ કરી રહ્યા નથી, તમારે નકારાત્મક વલણ બદલવાની જરૂર છે. વધુ પડતી ચિંતા કરવાની આદત તમારી કાર્યક્ષમતા પર અસર પાડી શકે છે. પરિસ્થિતિની હકારાત્મક સ્થિતિ જોવાનું રાખો. નફાને ધ્યાનમાં રાખીને સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું, ફાયદાકારક સાબિત થશે. વકીલ પાસે જવાનો આજે સારો દિવસ છે. પ્રિયજનો સાથે કારણ વગરના વિવાદમાં ન ઉતરવું. પ્રેમની સફર સારી રહેશે, પરંતુ નાની રહેશે. આજનો દિવસ યાત્રા મનોરંજન અને લોકોની સાથે હળવા મળવાનું રહેશે.

    કર્ક રાશી - .મનોરંજન અને સૌંદર્ય પર કારણ વગર ના ખર્ચા ન કરવા. તમારા પિતાનું કડક વલણ તમને નારાજ કરી શકે છે, પરંતુ સ્થિતિ વણસે નહીં તે માટે શાંત રહો તેનાથી તમને ફાયદો થશે. તમે રોમેન્ટિક દુનિયાના સપનામાં ખોવાયેલા રહેશો તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તમને ગમે તેટલું ખુશ કરવા પ્રયત્ન કરે, પરંતુ તમે યોગીની જેમ શાંત રહો અને મજા કરજો.

    સિંહ રાશિ - તમારો આજનો દિવસ હાસ્ય સાથે પસાર થશે. અજાણ્યા લોકો પણ જાણીતા બનશે નવા આર્થિક પ્રયત્નો સફળ થશે, પોતાના પરિવારને પૂરતો સમય આપો. પરિવારને ફરિયાદનો અવસર ના આપો, તમારા પ્રિયજનોને તમારા વિશ્વાસ અને તમારા સમયની જરૂર છે. આજે તમારે ઓફિસમાં એવું કાર્ય કરવું પડી શકે છે જે ઘણા સમયથી તમે કરવા માંગતા ન હતા. તમે ઘણું બધું કરવા માંગો છો પણ તેમ છતાં સમય મર્યાદાના કારણે તમે અમુક વસ્તુઓ અન્ય દિવસો માટે છોડી દેજો.

    કન્યા રાશિ - બહાર હરવું-ફરવું પાર્ટી મસ્તી વગેરે માટે તમે સારા મૂડમાં હશો, પરંતુ આર્થીક મુશ્કેલીઓના કારણે તમે ટીકાને પાત્ર બની શકો છો અને વાદ વિવાદમાં પણ સપડાઈ શકો છો. જે લોકો તમારી પાસે જરૂરિયાત કરતા વધારે આશા રાખીને બેઠા છે તેવા લોકોને ના કહેતા શીખી જાવ. જો તમે અનુભવી લોકોની સલાહ લેશો અને પોતાના નવા કાર્યોમાં તેને વાપરશો તો અવશ્ય લાભ થશે, તમે કોઈની પણ વ્યક્તિગત કે ગોપનીયતા માહિતી જાહેર ન કરો. દાંપત્ય જીવનમાં પણ ગોપનીયતાનું ધ્યાન અવશ્ય રાખો.

    તુલા રાશિ - તમારું કાર્ય જાતે કરતા શીખો, પોતાનું કામ બીજા પાસે કરાવવાની આદત છોડી દો, તેનાથી સામેની વ્યક્તિને પણ આનંદ થશે. ગ્રુપમાં રહેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જોકે ખર્ચા વધશે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાની શક્યતા છે. તમારે તમારા પ્રિયજનને આજે તમારા મનની વાત કહી દેવી જોઈએ કારણકે, પછી મોડું થઈ જશે. વકીલ પાસે જવાનો આજે સારો દિવસ છે. ઓફિસમાં તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો, તેના માટે તૈયાર રહેજો. જો તમે બહાર ફરવા જવાની યોજના બનાવી રહ્યા હશો તો તે અણીના સમયે અટકી જશે. વિચારોથી જ મનુષ્યનું જીવન બને છે કોઈ સારા પુસ્તકને વાંચી તમારા હકારાત્મક વિચારોમાં વધારો કરો.

    વૃશ્ચિક રાશિ - પોતાના પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખી પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા શીખો. ઘણા સમયથી અટકી રહેલા કાર્યો હજુ ગૂંચવણભર્યા બનશે અને તમારા મગજ પર હાવી થશે. માત્ર કલ્પનાઓ ન કરો યથાર્થવાદી બનો. પ્રિયજનો અને મિત્રો સાથે રહેવાથી હકારાત્મક ઊર્જા મળી રહે છે. ઓફિસમાં તમારા દુશ્મનો પણ આજે તમારા દોસ્ત બનશે આજના દિવસે નાનામાં નાના કામ માટે પણ તમારી પ્રશંસા થશે. વ્યવસાયિક ભાગીદારીમાં સંયોગ કરો, તેનાથી પણ અધૂરા કાર્યો પુરા થશે. કારણ વગરની અફવાઓથી દૂર રહો. તમે આજે અનુભવ કરશો કે, લગ્ન જીવન ના સંબંધો સ્વર્ગમાંથી જ લખાઈને આવે છે. વ્યસ્ત દિવસમાંથી પણ પરિવારને અચૂક સમય આપો.

    ધન રાશિ - બહાર ખાવા પીવામાં ધ્યાન રાખો. દાગીના અને એન્ટીક વસ્તુમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે અને સમૃદ્ધિ અપાવશે. માતા-પિતા સાથે પોતાની ખુશીઓ અને સારી પળો વહેંચવાનું રાખો. માતા-પિતાને પણ જીવનમાં મહત્વ આપો, તેનાથી તેમનો એકાંત પણ દૂર થશે તમને પણ હકારાત્મક એનર્જી મળશે. આપણા જીવનનો શું ફાયદો જો આપણે કોઈ બીજાના કામ ન આવી શકીએ. તમે કોઈ અન્યના જીવનમાં પ્રેમ લાવવામાં પણ મદદરૂપ થઇ શકશો. જો તમે વિદેશમાં નોકરી પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમારા માટે આજનો દિવસ સારો છે, તમે આજે કોઈ સારા વસ્ત્રો ખરીદી શકો છો. આજના દિવસે બીજું કંઇ ન કરતા તમારા અસ્તિત્વનો આનંદ લો અને અહોભાવથી ખુશ રહેવાનો પ્રયત્ન કરો

    મકર રાશી - સારી વસ્તુઓ ગ્રહણ કરવા માટે પોતાનું મગજ ઠંડુ રાખો. માત્ર એક દિવસને ધ્યાનમાં રાખીને જીવવાની આદત પર કાબુ રાખો અને કારણ વગર ના ખર્ચા ન કરો. તમારા કારણે તમારા કોઈ પ્રિયજન દુઃખી ન થાય તેનું ધ્યાન રાખો અને પરિવારની જરૂરિયાત પ્રમાણે પોતે રહેતા શીખો. તમારા પ્રિયજન તમારાથી નારાજ થાય તેવી શક્યતા છે તમે તમારી યોજનાઓ દરેકની સામે પ્રસ્તુત ના કરો નહીં તો ખરાબ પરિણામ આવી શકે છે. એક તરફી લાગણી માત્ર દિલ તોડવાનું કામ કરી શકે છે. તમારી જાતને પ્રેઝન્ટ કરવાનો આ સારો સમય છે તમે કોઈ એવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો જે રચનાત્મક હોય. યાત્રા કરવી ફાયદાકારક રહેશે, પરંતું યાત્રા મોંઘી સાબિત થશે. જીવનસાથી સાથે તમારો આજનો દિવસ ખાસ રહેશે.

    કુંભ રાશિ - આજે તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે. લાંબા રોકાણથી બચો અને પોતાના મિત્રો સાથે બહાર ફરવા જઈને યાદગાર પળો પસાર કરો. તમે પારિવારિક દેવું પૂરું કરવામાં સફળ થશો. કોઈ તમને દિલથી અપનાવશે. જો તમે તમારું કામ એકાગ્ર થઈ કરશો તો બે ગણુ ઉત્પાદન વધારી શકશો, બીજાની સલાહ પણ સાંભળતા શીખો. દાંપત્યજીવનમાં ભરપૂર સ્નેહ નો અનુભવ કરશો. વકીલ પાસે જવાનો આજે સારો દિવસ છે. પોતાના વિચારોને એક નવું રૂપ આપવાનો આજે સારો દિવસ છે, જે તમારા માટે સર્જનાત્મક સાબિત થઈ શકે છે.

    મીન રાશિ - તમારી તનતોડ મહેનત અને પરિવારનો સહયોગ ઇચ્છિત પરિણામ આપવામાં સફળ થશે, પરંતુ પ્રગતિને યથાવત રાખવા માટે સખત મહેનત કરતા રહો તમને દલાલી કે રોયલ્ટી દ્વારા આજે ફાયદો થઈ શકે છે, પરિવારના સભ્યો સહયોગ જરૂર આપશે પરંતુ, તેમની પણ માંગણીઓ હશે. જુના દિવસોની મીઠી-મધુરી યાદો તમને વ્યસ્ત રાખશે. જો તમે માનતા હોવ કે સમય જ પૈસા છે તો પ્રગતિના શિખર પર પહોંચવા માટે આજે જ પગલા લો અને ઉભા થઈ જાવ. કાયદાકીય સલાહ લેવા માટે વકીલ પાસે જવું તમારા માટે આજે સારું સાબિત થઈ શકે છે. જૂના મિત્રો અને જીવનસાથી સાથેનો સમય તમને ફ્રેશ રાખશે તમે કોઈ બગીચા નદી કે મંદિર પર જઈ શાંતિ અનુભવી શકો છો.
    Published by:kiran mehta
    First published: