12th March 2021: મકર રાશિના લોકો કઈંક અસાધારણ કરશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - આઉટડોર ગતિવિધી થકાવ અને તણાવ પૂર્ણ સાબિત થશે. તણાવને કારણે માનસીક શાંતી હણાઈ શકે છે. આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકો છો. જુના લેણા પાછા મળી શકે છે. અથવા નવી પરિયોજના પર લગાવવા માટે ધન ભેગુ કરી શકો છો. જ્યારે રોકાણ કરવાનો પ્રશ્ન તમારી સામે આવે ત્યારે સ્વતંત્ર બનવું અને જાતે જ નિર્ણય લેવો. કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ તમને સમજી ન શકે, પરંતુ ધૈર્યતા રાખવી, ટુંક સમયમાં તમારી વાત સમજશે.

  વૃષભ રાશીફળ - તમારો હસિ-મજાકનો સ્વભાવ બીજા લોકોને પણ આ રીતે જિંદગી જીવવા માટે પ્રેરણા આપશે. મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે. વધારાના ધનને રિયલ એસ્ટટમાં રોકાણ કરવામાં આવી શકે છે. તમારે ઘરમાં સકારાત્મક માહોલ પેદા કરવાની જરૂર છે. જીવનના સૌથી પડકારજનક સમયમાં જીવનસાથીનો પૂરો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકશે. આજે તમે ખાલી સમયનો સારી રીતે ઉપયોગ કરી શકશો.

  મિથુન રાશીફળ - આજે માત્ર સકારાત્મક વિચારો જ મગજમાં આવવા દો. આજે ઓફિસમાંથી વહેલા નીકળવાની કોશિશ કરો, અને જે પસંદ હોય તે કાર્ય કરો. આજે તમે બીજાની વાત સાંભળી કે માની રોકાણ કરશો, તો આર્થિક નુકશાન લગભગ નક્કી છે. પરિવાર સાથે સામાજિક ગતિવિધિ તમામ લોકોને ખુશ રાખશે. આજે તમારી ભલ ભલુ દુખ બરફની જેમ પીંઘળી જશે. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. યાત્રા કરવાનું ફાયદાકારક રહેશે.

  કર્ક રાશીફળ - આસપાસના લોકોનો સહયોગ તમને સુખદ અનુભૂતી આપશે. આજે ખાલી સમયમાં આનંદ લઈ શકશો. આજે સરળતાથી પૈસા ભેગા કરી શકશો. લોકોને આપેલું જુનું લેણું (પૈસા) પાછા મળી શકે છે. આ સિવાય પરિવાર માટે પણ ધન ભેગુ કરી શકશો. ઘરેલુ કામ માનસિક તણાવ આપી શકે છે. આજે જે પણ બોલો સમજી-વિચારીને બોલવું, કડવા શબ્દો જીવનસાથી સાથે સંબંધ અને શાંતી નષ્ટ કરી શકે છે. કાર્યસ્થળ પર કામકાજટમાં કોઈ ભૂલ થઈ શકે છે.

  સિંહ રાશીફળ - જે સમસ્યા તમને પરેશાન કરે છે. તેને હલ કરવા હોશિયારી કુટનીતીનો સહારો લેવો જરૂરત બનશે. આજે તમે શાંતીથી વિશ્રામ કરી શકશો. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. બસ શરત એ છે કે, પારંપરિક રીતે રોકાણ કરવું. જીવન અને કામકાજમાં બીજા લોકો માટે આદર્શ બનો તે રીતે કામ કરવું. બીજા લોકોની મદદ તમને સારી ઓલખ અપાવી શકે છે. આજે તમારા બોસનો મિજાજ કાર્ય સ્થળ પર સારો માહોલ બનાવી દેશે. જીવનસાથી સાથે બેસી ભવિષ્યની જિંદગી માટે કોઈ યોજના બનાવી શકો છો.

  કન્યા રાશીફળ - તમારી નકારાત્મક ભાવનાઓ પર લગામ લગાવી રાખો. આંખોના દર્દી પ્રદૂષિત જગ્યા પર જવાથી બચવું, નહીં તો આંખોને નુકશાન પહોંચી શકે છે. મનોરંજન અને સૌન્દર્ય પાછળ વધારે ખર્ચ ન કરવો. આજે ગાડી ચલાવતા સમયે સાવધાની રાખવી. જીવનસાથી સાથે વ્યક્તિગત સંબંધોમાં દરાર પડી શકે છે. તમારા વરિષ્ઠ અને સહકર્મી આજે તમને ગમે તેટલા ઉકસાવે, પરંતુ યોગીની જેમ શાંત મન રાખવું.

  તુલા રાશીફળ - અચાનક યાત્રા થાક અને તણાવ આપશે. આજે તમારા મનમાં ઝડપી પૈસૈ કમાવવાની ઈચ્છા પેદા થશે. તમારી આશા એક સુગંધીદાર ફૂલની સુગંધ જેવી હશે. હાશિયારીથી રોકાણ કરવું. બાળકોની સમસ્યાનું સમાધાન લાવવા સમય કાઢવો. વ્યવસાયિકો માટે સારો દિવસ છે, ગ્રાહક અને માંગમાં વધારો થશે. કોઈ પણ મુશ્કેલીથી ભાગવાની કોશિશ ન કરવી, તે તમારો પીછો નહીં છોડે. જીવનસાથી સાથે જિંદગીના ખાસ દિવસોમાંનો એક દિવસ રહી શકે છે.

  વૃશ્ચિક રાશીફળ - ગર્ભવતી મહિાઓ માટે વધારે સારો દિવસ નથી. ચાલતા-ફરતા સાવધાની રાખવી. આજે શારીરિક આરામ જરૂર કરવો. માનસિક આનંદ માટે મનોરંજન તમને રાહત આપશે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરે કોઈ મહેમાન આવે તો તેની સાથે ખરાબ વર્ત ન કરવું, નહીં તો તમારા નજીકના સંબંધોમાં તીરાડ પડી શકે છે. આજના દિવસે તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલી શંકા તમારા વૈવાહિક જીવન પર ખરાબ અસર કરી શકે છે.

  ધન રાશીફળ - તમારા જીવનસાથીના મામલામાં બીનજરૂરી અડચણ ઉભી ન કરો. તમારા કામથી કામ રાખો. આર્થિક સમસ્યા તણાવનું કારણ બની શકે છે. હોશિયારીથી રોકાણ કરવું. કોઈ તમને નુકશાન પહોંચાડી શકે છે. કોઈ મજબુત તાકાત તમારા વિરુદ્ધ કામ કરી રહી છે. આજે તમે કોઈ હિસાબનું કામ કરતા હોવ તો, ઈમાનદારીથી કરવો. જીવનસાથી સાથે વાતચીત કરતા ઉગ્ર ન થવું, નહીં તો પાછળથી પછતાવવાનો વારો આવશે. કાર્યસ્થળ પર આજનો દિવસ મુશ્કેલ ભર્યો રહેશે.

  મકર રાશીફળ - આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કઈંક અસાધારણ કરશો. તમારો ઉદાર સ્વભાવ તમારા માટે ખુશીની પળ લઈને આવશે. કોઈ નવી વસ્તુ ખરીદતા પહેલા, જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરો. આજે મજાકીયો સ્વભાવ રાખવો. મહત્વના લોકો સાથે વાત-ચીત કરતા દરમિયાન આંખ-કાન ખુલ્લા રાખો, કોઈઇ સારો વિચાર તમરા હાથ લાગી શકે છે. તમારી જિંદગીનું કોઈ રહસ્ય તમારા જીવનસાથીને ઉદાસ કરી શકે છે.

  કુંભ રાશીફળ - શરીરના કોઈ અંગમાં દર્દ થવાની સંભાવના છે. દિવસ ફાયદાકારક સાબિત થશે અને જુની બીમારીમાં આરામ રહેશે. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવકમાં વધારો રહેતા સંતુલન જળવાઈ રહેશે. તમારા પરિવારજન નાની વાતેન લઈ રાઈનો પહાડ કરી શકે છે. જો તમે વ્યવસાયમાં ભાગીદારને જોડવા માંગો છો, તો તેને વાયદો કરતા પહેલા તમામ તથ્યોની તપાસ કરી લેવી. જીવનસાથીનું બગડતું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે.

  મીન રાશીફળ - આજેતમારા જીવનસાથીનું પ્રેમભર્યું વર્તન તમારો દિવસ ખુશનુમા કરી દેશે. કોઈ આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદનો વરસાદ કરી શકે છે, જે તમને મનની શાંતી આપશે. આજે તમે બીજાની વાત સાંભળી રોકાણ કરશો તો, નુકશાનીની સંભાવના છે. પરિવારના દરેક સભ્યની માંગ પુરી કરવાની કોશિશ કરશો તો નિષ્પળતા મલશે. કાર્ય સ્થળ પર કોઈને મળવામાં સમજણ અને ધૈર્યથી સાવધાની રાખવી. તમારી ખાસીયત અને ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચારવાનો સમય છે.
  Published by:kiran mehta
  First published: