11th March 2021 : મકર રાશિના જાતકો માટે દાનવીર જેવો વ્યવહાર આશિર્વાદ સાબિત થશે, જાણો - આજનું રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - કોઈ સમારોહમાં તમે હીનતાનો ભોગ બની શકો છો. આશાવાદી બનો, તમારો વિશ્વાસ અને ઈચ્છાઓ પ્રગતીના નવા દરવાજા ખોલશે. આજે તમને અનેક નવી આર્થિય યોજનાઓ જોવા મળશે. નિર્ણય કરતા પહેલા તેના સારા-ખોટા તમામ પાસા પર સાવધાનીથી અભ્યાસ કરી લેવો. પરિવાર સાથે ખરાબ વર્તન-વ્યવહાર ન કરો, નહીં તો શાંતી ભંગ થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશથી ખાસ સમાચાર અથવા વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. કાર્યસ્થળ પર આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. કેટલીક વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે અને તમને કામમાં અવ્વલ રાખશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

  વૃષભ રાશીફળ - તમારા તરફથી સમર્પણ ભાવના અને બહાદુરી તમારા જીવનસાથીને ખુશ કરી દેશે. આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. આજે તમામ કામ ફટાફટ પૂર્ણ થશે. રોકાણ માટેની જે યોજનાઓ વિશે તમે વિચારી રહ્યા છઓ, તેના પર વિચાર જરૂર કરવો, સાથે વિશેષજ્ઞની સલાહ પણ લેવી તરૂરી. પરિવાર સાથે વધારે આશા ન રાખવી. આજે કરવામાં આવેલું રોકાણફાયદાકારક રહેશે, ભાગીદારના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર આંકડાકીય માહિતીમાં સાવધાની રાખવી.

  મિથુન રાશીફળ - તમને કામકાજના મોરચે ધક્કો લાગી શકે છે. તેમ કે તબીયત સાથ નહીં આપે. તણાવથી તબીયત પર અસર ખરાબ પડી શકે છે. આજે ખોટા ખર્ચા કરવાથી બચવું. આજે બાળકોને સમય આપવો, તેના માટે પ્લાનિંગ જરૂર કરવું. વ્યાપારીઓએ લેવડ-દેવડમાં ભાવનાઓ પર કાબુ રાખવો. આજના દિવસે શરૂ કરેલું કામ સંતોષકારક પૂર્ણ થશે. જીવનસાથીના કારણે નામને પણ તમારે બહાર જવું પડી શકે છે.

  કર્ક રાશીફળ - તમારે ભાવનાઓ અને ડર પર કાબુ મેળવવો જોઈએ. આજે નિરાશાજનક અથવા શરમજનક પરિસ્થિતિમાં પડી શકો છો, પરંતુ વધારે ચિંતા ન કરવી સકારાત્મક બની તેમાંથી શીખ લેવી. આજે આર્થિક ફાયદો થઈ શકે છે. આજે જે પણ બોલો તે સમજી વિચારીને બોલવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. બીજા લોકોની ભૂલો જોવાને બદલે, પોતાના જીવનને સાર્થક બનાવવામાં વધારે સમય આપવો. આજનો દિવસ વૈવાહિક જીવન માટે મુશ્કેલીભર્યો છે.

  સિંહ રાશીફળ - આંખના દર્દી પ્રદુષીત જગ્યા પર જવાથી બચવું. આજે તમારા પરિવાર માટે પોતાની ખુશીઓનું બલીદાન આપશો, પરંતુ બદલામાં કોઈ આશા ન રાખવી. આજે એવી યોજનામાં રોકાણ કરવામાં બે વખત વિચારવું, જે તમારી સામે આજે આવે. સંબંધીઓનો સહયોગ મલશે. જીવનસાથી અને પારીવારીક સભ્યોના કારણે દિવસ થોડો પરેશાનીભર્યો રહેશે. આજે લોકો તમારી સલાહ તુરંત માની લેશે. આજનો દિવસ તણાવ ભર્યો છે.

  કન્યા રાશીફળ - શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ કરવું ઉપયોગી રહેશે. જિંદગીને સારી રીતે જીવવા માટે પોતાની મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખો. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવવાથી સાવધાન રહો. કેટલોક સમય પોતાના આનંદ માટે વિતાવી શકો છો. આજે જીવનનો આનંદ લેવામાં સફળ રહેશો. આજે નોકરી માટે બાયોડેટા મોકલવો અથવા ઈન્ટરવ્યી માટે સારો દિવસ છે. ભરપૂર ઉત્સાહ ફાયદાકારક દિવસ તરફ તમને લઈ જશે. જીવનસાથી સાથે વાતચીત કરી મસ્તીભરી યોજના બનાવો.

  તુલા રાશીફળ - તબીયત સારી રહેશે. લાંબા સમયના થાક અને તણાવમાંથી આરામ મળશે. આ પરેશાનીઓને કાયમી દૂર કરવા માટેનો આજનો દિવસ સારો છે. આજે તમે હરવા-ફરવાના અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશો, પરંતુ આ પ્રકારનું વર્તન રાખ્યું તો પછતાવવું પડશે. કોઈ પણ વિવાદને વધારે વિવાદાસ્પદ બનાવવાથી દુર રહી, શાંતીથી અન્ય માર્ગ શોધી વિવાદ ખતમ કરવો. કાર્યક્ષેત્રમાં તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે. એવા લોકો પર નદર રાખો જે તમને ગેરમાર્ગે લઈ જઈ રહ્યા છે. નાના-નાના ઝગડા જીવનસાથી સાથે સંબંધમાં ખટાશ પેદા કરી શકે છે, કોઈની વાતમાં આવી ઘરમાં કંકાસ ન કરવો.

  વૃશ્ચિક રાશીફળ - આજે તંદુરસ્તી માટે કાળજી લેવાનો સારો દિવસ છે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજીથી આર્થિક પરિસ્થિતિ સારી રહી શકે છે. જ્યારે રોકાણ કરવાની વાત હોય તો, જાતે નિર્ણય લેવો. ઓફિસમાં કે કાર્યસ્થળ પર આજે લાભ થાય. પોતાની વસ્તુઓનું ધ્યાન ન રાખ્યું તો ચોરી થવાની સંભાવના છે. આજે પરિવાર સાથે વધારે સમય વિતાવવાથી ઘરનુંવાતાવરણ બગડી શકે છે.

  ધન રાશીફળ - નફરત દુર કરવા માટે સંવેદનાનો સ્વભાવ અપનાવો, કેમ કે નફરતની આગ હંમેશા તમને જ બાળે છે. આજે તબીયતની ચિંતા કરવાની જરૂરત નથી. આજે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન થઈ શકે છે. પ્રેમનું ભૂત તમારા માથા પર ચઢવા તૈયાર થશે, સાવધાની રાખવી. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં પ્રતી મળી શકે છે. લોકોને ઝડપી ઓળખવાની ક્ષમતા તમને પ્રગતી અપાવી શકે છે. જીવનસાથી પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

  મકર રાશીફળ - જિંદગી તરફ એક ઉદાર વલમ અપનાવો. તમારો દાનવીર જેવો વ્યવહાર તમારા માટે આશિર્વાદ સિદ્ધ થશે. કેમ કે, તે તમને શંકા, લાલચ અને આશક્તિ જેવી ખરાબીઓથી બચાવશે. લોકોની ભાવના સમજો છો, પરંતુ ખર્ચ કરવાથી બચવું. બધાને તમારી મહેફીલમાં આમંત્રણ આપો, કેમ કે, આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે. પગારમાં વધારો અથવા વધારાનું ધન મળતા તમારા ઉત્સાહમાં વધારો થશે. આ સમય તમામ નિરાશા દુર કરવાનો સમય છે. જીવનસાથી સાથે પણ ખાસ દિવસ રહેશે.
  Published by:kiran mehta
  First published: