11th April 2021: મિથુન રાશીના લોકોએ આત્મવિશ્વાસ ન ગુમાવવો, સમસ્યા વધશે, જુઓ આજનું રાશિફળ

રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - શારીરિક લાભા માટે, વિશેષ કરીને માનસિક રીતે મજબુતી મેળવવા માટે ધ્યાન અને યોગનો સહારો લો. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરશો તો, સારો એવો ફાયદો મળી શકે છે. પોતાના પરિવારની ભલાઈ માટે મહેનત કરો. તમારા કામ પાછળ પ્રેમ અને દૂરદ્રષ્ટીની ભાવના હોવી જોઈએ, ના કે લાલચનું ઝહેર. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે. તમારૂ વૈવાહિક જીવન આનાથી વધારે રંગોથી ભરેલું ક્યારે નહીં રહે. સોશિયલ મીડિયા પર જરૂરતથી વધારે રહેવું સમયની બરબાદી છે.

  વૃષભ રાશીફળ - કોઈ ઝગડાળુ વ્યક્તિ સથે વાદ-વિવાદ થતા મૂડ ખરાબ થઈ શકે છે. આજે એવી વસ્તુ ખરીદવા માટે સારો દિવસ છે, જેની કિંમત આગળ જતા વધી શકે છે. કામમાં આજે તમારી પરીક્ષા થશે. સારી પરિણામ મેળવવા માટે પોતાની કોશિશ પર એકાગ્રતા બનાવી રાખવાની જરૂરત છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા હોય. તમારે જીવનસાથી સાથે તણાવભર્યો સંબંધ રહી શકે છે. જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વાત વધારવા દેવી નહીં.

  મિથુન રાશીફળ - તમારા વિચાર વ્યક્ત કરવામાં સંકોચ ન અનુભવશો. આત્મવિશ્વાસની કમી ખુદ પર હાવી ન થવા દો, કેમ કે, તે તમારી સમસ્યા વધારશે જ, સાથે તમારી પ્રગતિમાં પણ રુકાવટ ઉભી કરશે. આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટથી દુર ન જાઓ. જો તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનાવી રાખશો, તો પોતાના કરિયરમાં પ્રગતિ મલશે. છૂપાયેલા દુશ્મનો તમારી અફવાહ ફેલાવવા માટે અધીરા રહેશે. સ્વાસ્થ્ય અને જીવનસાથીનો મિજાજ તમને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.

  કર્ક રાશીફળ - આજનો દિવસ મોજ-મસ્તી અને આનંદથી ભરેલો રહેશે. કેમ કે, તમે જિંદગીને સારી રીતે જીવશો. સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. તમારા પરિવારની ભાવનાઓને આહટ ના પહોંચે તેનું ધ્યાન રાખવું અને ગુસ્સા પર કાબુ રાખો. નવા સંપર્ક બનાવવા અને વ્યવસાયિક ઉદ્દેશ્યો માટે કરવામાં આવેલી યાત્રા ફળદાયી સાબિત હશે. તમે ઘણુ કરવા માંગો છ, પરંતુ આજે બધુ બીજા કોઈ દિવસ પર ટાળી દો. દિવસ ખતમ થયા પહેલા ઉઠો અને કામમાં લાગી જાઓ, નહીં તો તમને લાગશે કે પુરો દિવસ બરબાદ થઈ ગયો.

  સિંહ રાશીફળ - તમારા જીવનસાથી સાથે પારિવારીક સમસ્યાઓની ચર્ચા કરવી. એક-બીજાને સારી રીતે વદારે જાણવા માટે થોડો સમય એક-બીજાને આપવો અને સ્નેહી કપલની છબી પ્રસ્તુત કરો. તમારા બાળકો પણ આ ખુશીનો માહોલ જોવા માંગે છે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજી દ્વારા આર્થિક પરિસ્થિતિ સુધરી શકે છે. જીવનસાથી સાથે થોડો વાદ વિવાદ થઈ શકે છે, પરંતુ સાંજે બધુ બરાબર થઈ જશે. પરિવાર સાથે કોઈ સંબંધીને ત્યાં જવાનું થઈ શકે છે. કોઈ જુની ખરાબ ઘટનાને યાદ કરવાથી બચવું, નહીં તો તણાવ પેદા થઈ શકે છે.

  કન્યા રાશીફળ - ધ્યાન યોગ તમને ફાયદો કરાવશે. મનોરંજન અને એશોઆરામના સાધનો પર જરૂરત કરતા વધારે ખર્ચ ન કરો. જો તમારા મનમાં તણાવ હોય તો કોઈ નજીકના મિત્ર સાથે વાત કરો, જેથી તમારૂ મન હળવું થશે.કાર્યક્ષેત્રમાં અચાનક તમારી ઉર્જાનુંસ્તર નીચુ જઈ શકે છે, જેના કારણે તમને મુશ્કેલી અનુભવી શકો છઓ. જ્યારે તમારી સલાહ માંગવામાં આવે તો, સંકોચ ન કરવો કેમ કે, તમારા વખાણ થઈ શકે છે. તમારી આસપાસના લોકો કઈંક એવું કરી શકે છે, જેના કારણે તમારા જીવનસાથી તમારી તરફ આકર્ષિત મહેસૂસ કરશે.

  તુલા રાશીફળ - થોડો વિશ્રામ કરો અને કામની વચ્ચે વચ્ચે જેટલું થઈ શકે, તેટલો આરામ કરતા રહો. તમારા ઘર સાથે જોડાયેલ રોકાણ ફાયદાકારક રહેશે. આજે તમારે રોજના કામમાંથી થોડો સમય કાઢી મિત્રો સાથે હરવા-ફરવાનો કાર્યક્રમ બનાવવો જોઈએ. ભાગીદારી માટે સારો દિવસ છે, પરંતુ સમજી વિચારીને પગલું ભરવું. વકીલ પાસે જઈ કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. લગ્ન જીવનના મોર્ચા પર પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે, પરંતુ ધીમે ધીમે દિવસ વિતતા પરિસ્થિતિ સુધરશે.

  વૃશ્ચિક રાશીફળ - ખુદને વધારે આશાવાદી બનાવવા માટે પ્રેરિત કરો. તેનાથી માત્ર આત્મવિશ્વાસ જ નહી વધે પરંતુ વ્યવહાર પણ સારો બનશે પરંતુ ડર, ઈર્ષા અને નફરત જેવી નકારાત્મક મનોભાવોમાં ઘટાડો થશે. એ વાતમાં સાવધાની રાખો કે તમે કોઈની સાથે આર્થિક લેવડ-દેવડ કરી રહ્યા છે. તમારે તમારા વિસ્તારથી બહાર નીકળી એવા લોકોને મળવાની જરૂરત છે, જે ઊંચી પોસ્ટો પર હોય. જો તમે સાચા સમય પર ધ્યાન ન આપ્યું તો તમારા જીવનસાથી રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે. આજના દિવસે કઈં ન કરો, માત્ર અસ્તિત્વનો આનંદ લો.

  કર્ક રાશીફળ - આશાવાદી બનો અને ઉજ્જવલ પક્ષને જુઓ. તમારો વિશ્વાસ નવી ઈચ્છાઓ અને આશાઓ માટે નવા દરવાજા ખોલશે. આર્થિક પરેશાનીઓના કારણે ટીકા અને વાદ વિવાદનો સામનો કરવો પડી શકે છે. એવા લોકોને ના કહેવા માટે તૈયાર રહો, જે વધારે પડતી આશા રાખી રહ્યા હોય. સેમિનાર અને પ્રદર્શની તમને નવી જાણકારી આપશે. ખરાબ મિજાજને લઈ મહેસુસ કરી શકો છો કે તમારા જીવનસાથી તમને ખોટી રીતે તંગ કરી રહ્યા છે. આજે તમે મિત્રો સાથે સાંજે સારો સમય વિતાવી શકો છો.

  મકર રાશીફળ - ઉતાવળમાં રોકાણ ન કરવું, જો તમે તમામ બાજુઓને નહીં જુઓ તો નુકશાન થઈ શકે છે. કામકાજમાં વ્યસ્તતાના કારણે રોમાંસને બાજુ પર મુકવો પડશે. જો તમને એવું લાગતું હોય કે, તમે બીજા લોકોની મદદ વગર મહત્વપૂર્ણ કામો કરી શકો છો, તો તમારા વિચાર ખોટા છે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતા સમયે પોતાના શબ્દો પર દ્યાન આપો. પુરો દિવસ ઘરના એકના એક કામથી કંટાળી શકો છો, તમને ગમતું કરી દિવસને સારો બનાવવો.

  કુંભ રાશીફળ - પોતાના જીવન સાથીના મામલામાં ખોટી રીતે પડવાથી બચો. પોતાના કામથી કામ રાખવું સારી રહેશે. ઓછી દખલઅંદાજી કરવી, નહીં તો તેના કારણે નિર્ભરતા વધી શકે છે. અચાનક આવેલા ખર્ચા આર્થિક બોઝો વધારી શકે છે. જરૂરત કરતા વધારે મિત્રતા બતાવતા અજાણ્યા લોકોથી દુર રહેવું. તમારી ઉર્જાનું સ્તર ઊંચુ રહેશે. કેમ કે, તમારા પ્રિય તમારી માટે ખુબ સારી ખુશીનું કારણ સાબિત થશે. ઓફિસમાં દુશ્મનો પણ આજે મિત્ર બની શકે છે, માત્ર તમારા એક નાના કામથી. .

  મીન રાશીફળ - તમારો તણાવ ખતમ થઈ શકે છે. તમારા ખર્ચા બજેટ બગાડી શકે છે, અને જેથી કેટલીક યોજનાઓ વચમાં અટકી શકે છે. તમારે તમારા તરફથી સારૂ વર્તન રાખવાની જરૂરત છે. કેમ કે, આજે તમારા પ્રિય ઝડપી નારાજ થઈ શકે છે. જો તમે તમારી યોજનાઓ બધાની આગળ ઉજાગર કરવાની આદત રાખો છો તો, તમારી પરિયોજનાઓ ખરાબ કરી શકો છો. તમારી વાતચીતમાં મૌલિકતા રાખો, કેમ કે, કોઈ પણ પ્રકારનું બનાવટી વર્તન તમને ફાયદો નહીં કરાવી શકે. આજનો દિવસ લગ્ન જીવન માટે ખાસ રહી શકે છે.
  Published by:kiran mehta
  First published: