10th May 2021: ધન રાશિના વ્યાપારીઓ માટે શાનદાર દિવસ, ખુબ કમાશે ધન, જુઓ આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળ - આજે તમારા પરિવાર માટે પોતાની ખુશીઓનું બલીદાન આપશો, પરંતુ બદલામાં કોઈ આશા ન રાખવી. આજે એવી યોજનામાં રોકાણ કરવામાં બે વખત વિચારવું, જે તમારી સામે આજે આવે. સંબંધીઓનો સહયોગ મલશે. જીવનસાથી અને પારીવારીક સભ્યોના કારણે દિવસ થોડો પરેશાનીભર્યો રહેશે. આજે લોકો તમારી સલાહ તુરંત માની લેશે. આજનો દિવસ તણાવ ભર્યો છે.

  વૃષભ રાશીફળ - જિંદગીને સારી રીતે જીવવા માટે પોતાની મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખો. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવવાથી સાવધાન રહો. કેટલોક સમય પોતાના આનંદ માટે વિતાવી શકો છો. આજે જીવનનો આનંદ લેવામાં સફળ રહેશો. આજે નોકરી માટે બાયોડેટા મોકલવો અથવા ઈન્ટરવ્યી માટે સારો દિવસ છે. ભરપૂર ઉત્સાહ ફાયદાકારક દિવસ તરફ તમને લઈ જશે. જીવનસાથી સાથે વાતચીત કરી મસ્તીભરી યોજના બનાવો.

  મિથુન રાશીફળ - આજે નિરાશાજનક અથવા શરમજનક પરિસ્થિતિમાં પડી શકો છો, પરંતુ વધારે ચિંતા ન કરવી સકારાત્મક બની તેમાંથી શીખ લેવી. આજે આર્થિક ફાયદો થઈ શકે છે. આજે જે પણ બોલો તે સમજી વિચારીને બોલવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. બીજા લોકોની ભૂલો જોવાને બદલે, પોતાના જીવનને સાર્થક બનાવવામાં વધારે સમય આપવો. આજનો દિવસ વૈવાહિક જીવન માટે મુશ્કેલીભર્યો છે.

  કર્ક રાશીફળ - આ સમયે એ સમજવું ખુબ જરૂરી છે કે માનસીક દુશ્મન બીમારી સામે લડવાની ક્ષમતાને નબળી ન કરી દે, જેથી નકારાત્મક વિચારોથી દુર રહેવું. ઓફિસના તણાવને ઘરમાં ના લાવો, નહીં તો પરિવારની ખુશી ખતમ થઈ જશે. આજે કોઈ મોટી વ્યવસાયિક લેવડ-દેવડને અંજામ આપી શકો છઓ. ટેક્સ-વીમા સાથે જોડાયેલા વિષય પર વિચારવાની જરૂર છે. આજે તમારા જીવનસાથીને તમારી સાથે ફરી એકવાર પ્રેમ થઈ શકે છે.

  સિંહ રાશીફળ - જિંદગીમાં સફળતા માટે દિલ-દિમાગના બંધ દરવાજા ખોલો. ચિંતા છોડી સકારાત્મક બનો. ચાલાકીભરી આર્થિક યોજનામાં રોકાણ કરવાથી બચવું. આજનો દિવસ તમારા માટે મુશ્કેલ છે. કાર્યસ્થળ પર વાતચીત કરવામાં સાવધાની રાખવી. આજે પુરો દિવસ જબાન પર લગામ રાખવામાં જ ભલુ છે. પાડોશીઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે. જીવનસાથી સંબંધ મજબૂત છે, પરંતુ સાવધાની રાખવી.

  કન્યા રાશીફળ - ખાવા-પીવામાં કાળજી રાખવી, લાપરવાહી બીમાર કરી શકે છે. જુના રાકાણથી આવકમાં વધારો થશે. આજે મજા કરવા માટે દિવસ સારો. ગેરસમજને લઈ જીવનસાથી સાથે દરાર પડી શકે છે. કાર્યક્ષેત્ર પર તમારી મરજી પ્રમાણે વસ્તુઓ નહીં બને. વાતચીતમાં કુશળતા સફળતા અપાવી શકે છે.

  તુલા રાશીફળ - આર્થિક સમસ્યા તણાવનું કારણ બની શકે છે. હોશિયારીથી રોકાણ કરવું. કોઈ તમને નુકશાન પહોંચાડી શકે છે. કોઈ મજબુત તાકાત તમારા વિરુદ્ધ કામ કરી રહી છે. આજે તમે કોઈ હિસાબનું કામ કરતા હોવ તો, ઈમાનદારીથી કરવો. જીવનસાથી સાથે વાતચીત કરતા ઉગ્ર ન થવું, નહીં તો પાછળથી પછતાવવાનો વારો આવશે. કાર્યસ્થળ પર આજનો દિવસ મુશ્કેલ ભર્યો રહેશે.

  વૃશ્ચિક રાશીફળ - આજે શારીરિક આરામ જરૂર કરવો. માનસિક આનંદ માટે મનોરંજન તમને રાહત આપશે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરે કોઈ મહેમાન આવે તો તેની સાથે ખરાબ વર્ત ન કરવું, નહીં તો તમારા નજીકના સંબંધોમાં તીરાડ પડી શકે છે. આજના દિવસે તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલી શંકા તમારા વૈવાહિક જીવન પર ખરાબ અસર કરી શકે છે.

  ધન રાશીફળ - તમારી આશા એક સુગંધીદાર ફૂલની સુગંધ જેવી હશે. હાશિયારીથી રોકાણ કરવું. બાળકોની સમસ્યાનું સમાધાન લાવવા સમય કાઢવો. વ્યવસાયિકો માટે સારો દિવસ છે, ગ્રાહક અને માંગમાં વધારો થશે. કોઈ પણ મુશ્કેલીથી ભાગવાની કોશિશ ન કરવી, તે તમારો પીછો નહીં છોડે. જીવનસાથી સાથે જિંદગીના ખાસ દિવસોમાંનો એક દિવસ રહી શકે છે.

  મકર રાશિફળ - અચાનક આવેલા ખર્ચો તમારા ઉપર આર્થિક રીતે બોજો નાંખશે. પોતાના ઘરમાં કંઈ ફેરફાર કરતા પહેલા તમારે બધાની સલાહ લેવાની કોશિશ કરવી જોઈએ. મતભેદના પગેલ વ્યક્તિગત સંબંધોમાં દરાર પડી શકે છે. નોકરીયાત આજે પુરી એકાગ્રતાથી કામ કરો. કારણકે આજનો દિવસ ચમકી શકે છે. એવા લોકોથી સચેત રહો છે તમને ખોટા રસ્તા ઉપર લઈ જઈ શકે છે. આજે તમારું લગ્નજીવન હંસી ખુશી, પ્રેમ અને ઉલ્લાસથી પસાર થશે.

  કુંભ રાશિફળ - આજે તમે સારા પૈસા કમાશો. પરંતુ ખર્ચામાં વધારો થતાં તમારા બચતને વધારે મુશ્કેલ બનાવી શકશે. કોઈપણ પારિવારિક ભેદને ખુલવા તમને ચકિત કરી શેક છે. રોમાન્સમાં પોતાના મગજનો ઉપયોગ કરો. કેમકે પ્રેમ હંમેશા આંધળો હોય છે. તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. જો તમે તમારા વસ્તુઓની ચીજોનું ધ્યાન રાખવું નહીં તો ચોરી થવાની સંભાવના છે. જીવનસાથીના કોઈ અચાનક કામના કારણે યોજનાઓ બગડી શકે છે.

  મીન રાશિફળ - તમારા ધાર્યા પ્રમાણે બાળકો નહીં ચાલે. જે તમારા અકળામણનું કારણ બની શકે છે. તમારે પોતાના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. કારણ કે નારાજગી બધા માટે નુકસાન કારક છે. અને આ સમજવા વિચારવાની શક્ત ખતમ કરે છે. આનાથી માત્ર મુશ્કેલીઓ વધે છે. કેટલીક ઘરેલુ તકલીફોની ખરાબ અસર ઘરની શાંતિ અને પરિવારના સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. પોતાના પ્રિય પાત્રને ખુશ કરવું તમારા માટે ખુબ જ મુશ્કેલ સાબિત થશે.
  Published by:kiran mehta
  First published: