10th March 2021 : મીન રાશિના લોકો ખુશ થઈ જાઓ સારો સમય આવશે, જાણો - આજનું રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    મેષ રાશીફળ - એવા લોકો જેવું વર્તન ન કરો જે પોતાના સપનાઓ ખાતર પરિવાર અને પોતાના શરીરનું પણ ધ્યાન નથી રાખતા. આજે બહારનું ખાવાથી બચવું, તબીયત બગડી શકે છે. નિશ્ચિત રીતે આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, પરંતુ સાથે ખર્ચામાં પણ વધારો થશે. ઘરના મામલા દિમાગ પર છવાયેલા રહેશે, અને તમારી કામ કરવાની ક્ષમતાને ખરાબ કરી દેશે. આજે મિત્રો સાથે વર્ત સારૂ રાખશો, સંબંધમાં તિરાડ પડી શકે છે. વ્યવસાયીકો માટે કરિયરમાં નવા દરવાજા ખુલી શકે છે. તમારે ક્ષેત્રમાં તમને શાનદાર સફળતા મળી શકે છે.

    વૃષભ રાશીફળ - માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માત્ર તમે જાણો છો તમારા માટે શું સારૂ છે, જેથી મજબૂત અને સ્પષ્ટવાદી બનો તથા તુરંત નિર્ણય લો. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી ઉન્નતી કેટલીક મુશ્કેલીના કારણે અટકી શકે છે, બસ ધૈર્યથી કામ લેવું. તમારૂ કોમ્યુનિકેશન કામ કરવાની ક્ષમતામાં અસરદાર સાબિત થશે. તમે ઈચ્છો તો જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકો છો.

    મિથુન રાશીફળ - પોતાનું શરીર તંદુરસ્ત રાખવું હોય તો ખાવા-પીવામાં ધ્યાન રાખો. આજનો દિવસ ખુશીથી ભરેલો છે. રિયલ એસ્ટેટ અને નાણાકીય લેવડ-દેવડ માટે સારો દિવસ છે. વાહન ચલાવતા સાવધાની રાખવાની જરૂર છે. તમારી કાર્યકુશળતા વધારવા નવી ટેક્નોલોજીનો સહારો ફાયદાકારક સાબિત થશે. તમને એવી જગ્યાએ જવાનો મોકો મળી શકે છે, જેનો તમે ક્યારે વિચાર પણ ના કર્યો હોય.

    કર્ક રાશીફળ - ખુબ વધારે કામ કરવાથી બચો, તેનાથી માત્ર તમને તણાવ રહેશે. આઉટડોર રમત તમને આકર્ષિત કરશે. ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. અચાનક આવેલા ખર્ચાથી આર્થિક બોઝ વધે. સહી સમય પર કોઈની મદદ તમને પરેશાનીમાંથી બહાર લાવી શકે છે. કાર્યસ્થળ પર મશીનોની કરાબી પરેશાની ઉભી કરી શકે છે. આજે કોઈ વાદ-વિવાદમાં પડો તો તીખી ટીપ્પણી કરવાથી બચવું. તમારા જીવનસાથી તમને આજે ખુશ કરવાની કોશિશ કરતા જોવા મળશે.

    સિંહ રાશીફળ - લાંબા સમયથી અટકેલા નાણા પરત મળી શકે છે. સફળતા નજીક હોવા છતા તમારી ઉર્જા સ્તરમાં ઘટાડો દેખાશે. હંસી-મજાકમાં થયેલી વાત પર શંકા ન કરવી. નાની-મોટી વાતને લઈ જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે. ફોન પર વ્યસ્ત રહેશો તો તમારાથી કોઈ મોટી ભૂલ થઈ શકે છે. ભવિષ્યની યોજના પર આજે સારી રીતે વિચારી શકશો.

    કન્યા રાશીફળ - તમે જે શારીરિક ફેરફાર કરશો તેનાથી રંગરૂપ આકર્ષક થશે. પોતાની તબીયત વિશે વધારે ચિંતા ન કરો. તમારૂ સાચુ વલણ ખોટા વલણને હરાવવામાં સફળ રહેશે. રોકાયુલુ ધન મળશે, જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધાર જણાશે. વેપારીઓ માટે સારો દિવસ છે, અચાનક મોટો ફાયદો થઈ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવનું કારણ બની શકે છે.

    તુલા રાશીફળ - આજે તમારી તબીયત શાનદાર રહેશે, જેથી સફળતા તરફ ઝડપથી આગળ વધી શકશો. તમારી લગન અને મહેનતના આજે વખાણ થઈ શકે છે. આ સિવાય તમને સારો નાણાકીય લાભ મળી શકે છે. આજે માત્ર અજાણ્યા લોકો જ નહીં, પરંતુ મિત્રોથી પણ સાવધાન રહેવું જરૂરી છે. યાદ રાખો કે, આંખો ક્યારેય જુઠુ નથી બોલતી, મિત્ર-પ્રેમી-પ્રમિકાની આંખો પર નજર રાખો. રચનાત્મક કામ કરી રહેલા લોકો માટે સફળતાનો દિવસ છે. આજે તમને કેટલાક નિમંત્રણ અથવા ઉપહાર મળી શકે છે. જીવનસાથી સાથે મધ્યમ દિવસ પસાર થાય.

    વૃશ્ચિક રાશીફળ - સંતુષ્ટ જીવન માટે માટે માનસીક દ્રઢતામાં વધારો કરો. આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકે છો. તમારા જીવનસાથીના મામલામાં વધારે દખલ-અંદાજી કરવાથી બચવું, તમારે તમારા કામથી મતલબ રાખવો. મનોરંજન પાછળ વધારે ખર્ચ ન કરવો. કામ પર જતા પહેલા જ માનસીક રીતે મજબૂત રહેવું. બાળકોની સમસ્યા માટે થોડો સમય જરૂર કાઢવો.

    ધન રાશીફળ - ભાગ-દોડ ભરેલો દિવસ હોવા છતા તબીયત સારી રહેશે. આજે તણાવથી બચવું હોય તો બાળકો સાથે સમય વધારે વિતાવવો. બાળકોનું પ્રેમભર્યુ આલિંગન તમારી તમામ પરેશાની દુર કરી દેશે. આજે પ્રાપ્ત થયેલું ધન તમારી આશા મુજબ નહીં હોય. આજે એવું કામ કરવું જેમાં તમને ખુશી મળે, પરંતુ અન્ય કોઈના જીવનમાં દખલ-અંદાજી ન કરવી. તમારા જીવનસાથી સમક્ષ સારી રીતે વ્યવહાર કરો. કાર્યસ્થળ પર ફાયદો થઈ શકે છે.

    મકર રાશીફળ - ખુશીભર્યો દિવસ પસાર કરવો હોય તો, માનસિક તણાવ લેવાથી બચો. આજે તમે કોઈ નિર્ણય લો તો બીજા લોકોની ભાવનાનું પણ ધ્યાન રાખો. તમારો એક ખોટો નિર્ણય માત્ર બીજાને જ નહીં પરંતુ તમને પણ તણાવ આપી શકે છે. આકસ્મિક નફાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આજે પરિવારનું કોઈ સભ્ય વધારે તણાવ આપે તો, પરિસ્થિતિ બેકાબુ ન થાય તેનું ધ્યાન રાખવું. નવી ભાગીદારી આજે ફાયદાકારક રહેશે. બોલવામાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે આજનો દિવસ સારો રહેશે.

    કુંભ રાશીફળ - તબીયતને લઈ આજે થોડો દિવસ ઠીક નથી, જેથી ખાસ ધ્યાન રાખો. તમારૂ સૌથી મોટુ સપનું હકિકતમાં આજે બદલાઈ શકે છે, પરંતુ ઉત્સાહ પર કાબુ રાખવો. આર્થિક સમસ્યાએ તમારી વિચારવાીન શક્તિ નબળી બનાવી દીધી છે. તમારે સકારાત્મક બનવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં કામમાં પ્રગતિ જોવા મલશે. વકિલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. જીવનસાથી આજે બીમાર પડી શકે છે,તેમનું ધ્યાન રાખવું.

    મીન રાશીફળ - તમારી નકારાત્મક ભાવનાઓ પર લગામ રાખો. ખુશ થઈ જાઓ, કેમ કે સારો સમય આવવાનો છે અને તમે સ્વયં ઉર્જાથી ભરેલા રહેશો. ચાલાકી ભરેલી આર્થિક યોજનામાં ફસાવાથી બચો, રોકાણ કરવામાં સાવધાની રાખવી. સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપો, પરિવારને લાભ થશે. કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજનો દિવસ તમારા અને તમારી જીવનસાથી માટે સારો છે.
    Published by:kiran mehta
    First published: