Home /News /dharm-bhakti /

ધન રાશિના જાતકો આજે વાદવિવાદથી બચજો, જાણો 24 ડિસેમ્બરનું આપનું રાશિફળ

ધન રાશિના જાતકો આજે વાદવિવાદથી બચજો, જાણો 24 ડિસેમ્બરનું આપનું રાશિફળ

મીન - પોતાની ખુશીઓ બીજા સાથે વહેચવાનું રાખો. ભાગીદારી અને ચાલાકીભરેલા રોકાણો કરવાથી દુર રહેવું.

મીન - પોતાની ખુશીઓ બીજા સાથે વહેચવાનું રાખો. ભાગીદારી અને ચાલાકીભરેલા રોકાણો કરવાથી દુર રહેવું.

  મેષ - ક્ષણિક ગુસ્સો વિવાદનું કારણ બની શકે છે. જોકે, તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, પરંતુ પૈસા પાણીની જેમ ખર્ચ થતા તમારી યોજનાઓમાં રુકાવટ પેદા થઈ શકે છે. વધારે તણાવ અને ચિંતા કરવાની આદત તબીયતને નુકશાન પહોંચાડી શકે છે.

  વૃષભ - દિવસના કામોમાં તબીયત મુશ્કેલી પેદા થઈ શકે છે. વધારે ખર્ચ કરવાથી અને ચાલીકીભરેલી આર્થિક યોજનાથી દુર રહેવું. વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. આજના દિવસે તમે ઉર્જાથી ભરપૂર રહેશે, અચાનક નફો મળી શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.

  મિથુન - મિત્રો સાથે સાંજ સુખદ રહેશે પરંતુ વધારે ખાવાથી અને મદિરા પાનથી બચવું. ઝવેરાત અને એન્ટીકમાં રોકાણ ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લઈને આવશે. તમારે પ્રેમમાં નિરાશા મળી શકે છે. ઓફિસમાં કોઈ રાજનીતિ ચાલતી હોય તો, પરિણામ તમારા પક્ષમાં રહી શકે છે. કર્મકાંડ, પૂજા વગેરેનું આયોજન ઘરે થઈ શકે છે.

  Horoscope Today, 24 December 2020: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો રોકાણ કરવામાં રાખે સાવધાની

  કર્ક - કુદરતે તમને આજે આત્મવિશ્વાસ અને તેજ દિમાગ આપ્યું છે, તેનો ભરપૂર ઉપયોગ કરો. ઘરેલુ જિંદગી આજે ખુશીથી ભરેલી રહેશે. માત્ર સ્પષ્ટ સમજથી તમે તમારી પત્ની અથવા પતિને ભાવનાત્મક સહારો આપી શકશો.

  સિંહ - તમને પ્રેરણા આપે તેવી લાગણીઓને ઓળખો. ડર, શંકા અને લોભ જેવી નકારાત્મક લાગણીઓને છોડી દો, કારણ કે આ વિચારો તમને ન જોઈતી ચીજોને આકર્ષિત કરે છે. આજે તમારી સમક્ષ આવેલી યોજનાઓમાં રોકાણ કરતા પહેલાં બે વાર વિચાર કરો. તમારા ખર્ચામાં વધારો થશે, જે તમારા માટે પરેશાનીનું સબક બની શકે છે.

  કન્યા - ઉંમરલાયક લોકોએ પોતાની તબીયતનું વધારે ધ્યાન રાખવાની જરૂરત છે. પ્રાપ્ત થયેલું ધન તમારી આસા પ્રમાણેનું નહીં હોય. જરૂરી ખરીદદારી કરવાનું સરળ રહેશે. તમારા ઘરના વાતાવરણમાં કેટલાક બદલાવ કરતા પહેલા તમારે બધાની સલાહ લેવાની કોશિશ કરવી જોઈએ.

  તુલા - તમારા વિચાર વ્યક્ત કરવામાં સંકોચ ન અનુભવશો. આત્મવિશ્વાસની કમી ખુદ પર હાવી ન થવા દો, કેમ કે, તે તમારી સમસ્યા વધારશે જ, સાથે તમારી પ્રગતિમાં પણ રુકાવટ ઉભી કરશે. પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે પોતાની વાત ખુલીને કહો અને પરેશાનીઓનો સામનો ખુશીથી કરો. આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટથી દુર ન જાઓ.

  વૃશ્ચિક - શારીરિક લાભા માટે, વિશેષ કરીને માનસિક રીતે મજબુતી મેળવવા માટે ધ્યાન અને યોગનો સહારો લો. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરશો તો, સારો એવો ફાયદો મળી શકે છે. પોતાના પરિવારની ભલાઈ માટે મહેનત કરો.

  ધન - કોઈ ઝગડાળુ વ્યક્તિ સાથે વાદ-વિવાદ થતા મૂડ ખરાબ થઈ શકે છે. સમજદારીથી કામ લો અને જો સંભવ હોય તો તેનાથી બચો, કેમ કે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ તમારા માટે મદદગાર નહીં રહે. આજે એવી વસ્તુ ખરીદવા માટે સારો દિવસ છે, જેની કિંમત આગળ જતા વધી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાત પર ધ્યાન આપો.

  Horoscope Today, 24 December 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને કરિયરમાં મળશે પ્રગતિ

  મકર - તબીયત સારી રહેશે. મિત્રોની મદદથી આર્થિક પરેશાની હલ થઈ જશે. ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. કાર્યસ્થળ પર સારો દિવસ છે. છુપાયેલા દુશ્મનો પર નજર રાખો, અફવાહ પેલાવવા માટે તે અધીરા રહેશે. જીવનસાથી સાથે થોડો તણાવ રહી શકે છે, સાંજે બધુ બરાબર થઈ જશે.

  કુંભ - ભીડભાડવાળા વિસ્તારથી દુર રહેવું, અચાનક કોઈ રોગ પરેશન કરી શકે છે. અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે, જેથી રોકાણ કરવામાં સાવધાની રાખવી. આજે મનમાં કોઈ પ્રકારનો ડર રહેશે, જેથી અસલી ખુશી નહીં મળી શકે. બેન્કીંગ ક્ષેત્રે કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉતાવળમાં કોઈ પારીવારિક નિર્ણયો ન લેવા.

  Horoscope Today, 24 December 2020: મકર, કુંભ અને મીન રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર

  મીન - પોતાની ખુશીઓ બીજા સાથે વહેચવાનું રાખો. ભાગીદારી અને ચાલાકીભરેલા રોકાણો કરવાથી દુર રહેવું. તમારા નિર્ણયો બાળકો પર થોપવા નહીં, નારાજ થઈ શકે છે. કોઈ પણ વાત રાખતા પહેલા તે વાત સમજાવવી. તમારા ઉદ્દેશ્ય તરફ શાંતીથી વધવું અને સફળતા મળ્યા બાદ જ પત્તા ખોલવા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Astrology, Daily Horoscope, Horoscope, Rashifal, Zodiac sign

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन