Home /News /dharm-bhakti /Oracle Speaks 14 October: આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું, કાર્યસ્થળે વિવાદોથી રહેવું દૂર

Oracle Speaks 14 October: આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું, કાર્યસ્થળે વિવાદોથી રહેવું દૂર

Oracle Speaks જાણો આજનું રાશિફળ

Daily Horoscope: આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)


  અમુક કોમ્પ્લિમેન્ટ્સ તમારો દિવસ ઉત્સાહથી ભરી દેશે. આજે તમારી એનર્જી વધુ ઉત્સાહિત લાગી શકે છે. દરરોજની સરખામણીએ આજે તમારા દિવસને વધુ સારી રીતે મેનેજ કરો. તમે કાર્યસ્થળ પર જે હાર્મોનિ ઇચ્છો છો તે મળી શકે છે.

  લકી સાઇન – રેડ રોઝ પેટલ

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  કોઇ પણ પ્રકારની શરત વગર તમને તમારા ખાસ મિત્રનો સાથ મળી શકે છે. તમારા સ્વાસ્થ્યને લઇને કોઇ સમસ્યા આવી શકે છે, તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કાર્યસ્થળે કોઇ પણ પ્રકારના વિવાદથી દૂર રહેજો. બેંકના કામોમાં અને નવા રોકાણો કરતી વખતે થોડી સાવચેતી રાખજો.

  લકી સાઇન- સિનેમન સ્ટિક

  મિથુન (21 મે – 21 જૂન)


  તમારા તમામ ડરને કિનારે રાખી દો. આજે તમારો દિવસ છે, તો જીત મેળવો અને આવતીકાલ માટે પ્લાનિંગ ઘડો. તમારો કોઇ ખાસ મિત્ર તમારાથી ઇર્ષ્યા અનુભવી શકે છે. તમારા નજીકના વ્યક્તિઓ સાથે તમારા પ્લાન્સ શેર કરશો નહીં. તમારી ખાવાની આદતોને વધુ સારી રીતે મેનેજ કરશો.

  લકી સાઇન – પેપર કોર્ન્સ

  આ પણ વાંચો: દિવાળી પરનું સૂર્યગ્રહણ આ રાશીના લોકોને કરી દેશે માલામાલ

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  તમારા વિચારોને રજૂ કરવા માટે તમને ઉત્તમ તક મળી શકે છે. વિદેશમાંથી કોઇ તમારા પ્રયાસોની સરાહના કરી શકે છે. કોઇને સરપ્રાઇઝ આપવાનો તમારો પ્લાન સફળ રહેશે.

  લકી સાઇન – રીવોલ્વિંગ ડિસ્ક

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)


  કુદરતી વાતવરણ સાથે અને પુસ્તકો વાંચીને તમારી જાતને થોડો આરામ આપો. તમારું કામ થોડું ઓછું હશે પરંતુ તમે વ્યસ્ત રહેશો. બાકી રહેલા કાર્યોને તમે પૂરા કરી શકશો. પાર્ટ ટાઇમ જોબ પર ફરીથી કામ કરવું પડી શકે છે.

  લકી સાઇન – સોનાની ફૂલદાની

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  તમારો દિવસ આજે થોડો હેક્ટિક રહેશે, પરંતુ દિવસ દરમિયાન સારા સમાચાર મળી શકે છે. તમારી ટીમને તમારા તરફથી વધુ સારા ઇન્ટરેક્ટિવ સેશનની જરૂર હોઇ શકે છે. તમે વ્યસ્ત હોવા છતા પણ વસ્તુઓને સારી રીતે મેનેજ કરી શકો છો.

  લકી સાઇન – નિયોન સાઇન

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  ચિંતા ન કરશો જો તમારા આયોજનો સફળ નથી થઇ રહ્યા, ટૂંક સમયમાં જ તમને સફળતા મળશે. ખરાબ સમય ખરાબ પગલાઓ લેવાનું કહી શકે છે. તમારા એક્સના રીપ્લાયની રાહ જોવું સલાહભર્યુ નથી.

  લકી સાઇન – સાફ નીલમ

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  નિઃસ્વાર્થ ભાવે કોઇની મદદ કર્યા બાદ તમે શાંત અને સારું અનુભવી શકો છો. નાના વિવાદોને વધુ લાંબા ખેંચવા જોઇએ નહીં. વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનનો અનુભવ અને ડે આઉટ થઇ શકે છે.

  લકી સાઇન – માઇલસ્ટોન

  આ  પણ વાંચો- આ ભૂલના કારણે જીવનમાં કયારે પણ સફળ થઇ શકતો નથી

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  તમારી આસપાસના લોકો તમારો ઇરાદો સારી રીતે સમજી શકશે. આઇટી અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને રીવોર્ડ મળી શકે છે. નાની અને સાદગી ભરી અપ્રોચ ઉપયોગી બની શકે છે. ડોક્ટર્સે તેમના દર્દીઓની હિસ્ટ્રી સારી રીતે આયોજીત રાખવી જોઇએ.

  લકી સાઇન – શિમરિંગ શૂઝ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  તમારી ઇન્સ્ટીક્ટ તમને કંઇક ખૂબ જ જરૂરી વસ્તુ માટે રાહ ચિંધી શકે છે. તમારો મિત્ર તમને ફોન કરી શકે છે, તમે એક સારી વાતચીત કરી શકો છો. તમારા પાડોશીના પ્રશ્નો તમને લાઇમલાઇટમાં મૂકી શક છે.

  લકી સાઇન – પાઇન ટ્રી

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)


  કોઈ ગેરસમજ ભવિષ્યમાં વધારે મોટી ગેરસમજ તરફ દોરી શકે છે. તેથી જો તમે હજી પણ કરી શકો તો વસ્તુઓની સ્પષ્ટતા કરો. જીવનસાથી તમારા વિશે પઝેસિવ અનુભવી શકે છે. તમે બપોરની આસપાસ ઇરીટેશન અનુભવી શકો છો. તમારા સિનિયરને તમારી મદદની જરૂર પડી શકે છે.

  લકી સાઇન – બ્લેક બોટ


  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)


  આજે કોઇ ગંભીર ગેરસમજ ટળી જશે. તમારી પાસે આ એક ભાવનાત્મક બાજુ છે જેની નબળાઈ ચિંતાનું કારણ બની શકે છે. ફેમિલી આઉટિંગનું પ્લાનિંગ બની શકે છે. તમારા માતાપિતા મુસાફરીનું પ્લાનિંગ બનાવી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: આજનું રાશિફળ, ધર્મ ભક્તિ, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन