સંતોની શીખ: સુખી થવા 'યોગ' અને 'જોગ' કરવો જોઈએ

News18 Gujarati
Updated: June 20, 2019, 10:13 PM IST
સંતોની શીખ: સુખી થવા 'યોગ' અને 'જોગ' કરવો જોઈએ
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

યોગાસનો કરીને મનને સ્થિર કરીને મનની વૃત્તિઓ કેન્દ્રીત કરીને ભગવાનમાં જોડવી જોઈએ. આ રીતે મનની વૃત્તિઓ ભગવાનના સ્વરુપમાં જોડાય, ભગવાનું ધ્યાન થાય એ જ ખરો યોગ છે

  • Share this:
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

ર૧ જૂન જેને વિશ્વ યોગ દિવસ કહેવામાં આવે છે. તેથી આ દિવસે વિશ્વના ૧૯૨ જેટલા દેશોમાં યોગ કરવામાં આવે છે. ત્યારે આપણે પણ યોગમાં જોડાવું જોઈએ. યોગાસનો કરીને મનને સ્થિર કરીને મનની વૃત્તિઓ કેન્દ્રીત કરીને ભગવાનમાં જોડવી જોઈએ. આ રીતે મનની વૃત્તિઓ ભગવાનના સ્વરુપમાં જોડાય, ભગવાનું ધ્યાન થાય એ જ ખરો યોગ છે. આ રીતે યોગ કરીને ભગવાનનો જોગ કરવો જોઈએ.

શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ યોગાસનો કરાવતા

શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જયારે નિલકંઠવર્ણિ સ્વરુપે લોજમાં શ્રી મુકતાનંદસ્વામીના આશ્રમમાં હતા ત્યારે સંતોને બધાને પરોઢીયે ચાર વાગે ઉઠાડીને યોગાસનો કરાવતા હતા. ગીતામાં ૭૦૦ શ્લોકો છે. જેમાં ૫૪ શ્લોકોમાં યોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ સાધવા માટે સૌથી પ્રથમ શરીરનું સ્વાથ્ય સારું હોવું એ અતિ આવશ્યક છે. યોગ દ્વારા શરીરના ત્રિદોષ કફ - પિત્ત અને વાયુનું યોગ્ય નિયંત્રણ રાખી શકાય છે. અને જે માણસ આ ત્રિદોષને નિયમમાં રાખે છે તેના તરફ કદી કોઈ પણ રોગ દ્રષ્ટી માંડીને જોઈ પણ શકતો નથી કહેતા પ્રવેશ કરી શકતો નથી. મહાન ઋષિ પતંજલિએ યોગના આઠ અંગનું પ્રતિપાદન કરેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિયોગ કરવાથી માણસની શારીરિક તેમજ માનસિક તકલીફો દૂર થાય છે અને શરીરી સ્કૃર્તિમય બને છે. શરીરી સ્કુર્તિમય બનવાથી માણસમાંથી આળસ દૂર થાય છે. અને કાર્ય કરવામાં પ્રતિબદ્ધતા કેળવાય છે.

ડાયાબિટીસ માટે યોગ જરુરી છે. આજના આ સમયમાં ઘણાં બધા માણસો ડાયાબિટીસના રોગથી પીડાતા હોય છે. ડાયાબિટીસનો રોગ આવ્યા પછી માણસ ચેનથી ભોજન પણ જમી શકતો નથી અને શાંતિથી જીવી પણ શકતો નથી. ડાયાબિટીસનો રોગ દરેક રોગમાં સહાયભૂત થઈ જતો હોવાથી ડાયાબિટીસને મહારોગ કહેવામાં આવે છે. આવો ડાયાબિટીસના રોગને યોગથી વશ કરી શકાય છે. ડાયબિટીસને વશ કરવા માટે મંડુકાસન અને શશાંકાસન કરવા જોઈએ અને શરીરનું મેદસ્વીપણું દૂર કરવા માટે સર્વાંગાસન અને હલાસન કરવા જોઈએ. મેદસ્વીપણાથી બચવા માટે કપાલભાતિ અને ભ્રસ્ત્રિકા પણ ખૂબ જ લાભદાયી થાય છે.
First published: June 20, 2019, 10:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading