Home /News /dharm-bhakti /

પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરવી આવી ભૂલો, થાય છે ભારે નુકસાન!

પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરવી આવી ભૂલો, થાય છે ભારે નુકસાન!

જે આસન ઉપર બેસીને તમે પૂજા કરવાના છો તેને પગ દ્વારા નહીં હાથેથી ખસેડવું. પૂજા સ્થળની ઉપર કોઈ પ્રકારનો ભંગાર ન રાખવો

જે આસન ઉપર બેસીને તમે પૂજા કરવાના છો તેને પગ દ્વારા નહીં હાથેથી ખસેડવું. પૂજા સ્થળની ઉપર કોઈ પ્રકારનો ભંગાર ન રાખવો

    ધર્મ ડેસ્ક: જ્યારે પણ આપણે મંદિરમાં પૂજા કરવા જઇએ છીએ.. આપણાં આરાધ્ય દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે કેટલીક વાતનું ધ્યાન રાખવું પણ આવાશ્યક છે. કેટલીક એવી વાતો જાણવી જરૂરી છે જેની ભૂલ આપણાંથી જાણે અજાણે થઇ જતી હોય છે. અને તે નુક્શાનકારક પણ છે. તેથી જ આ ભૂલો હવે પછી ટાળી શકીયે તે માટે ચાલો કરીએ તેનાં પર નજર.

    અખંડ અક્ષત
    જ્યારે પણ પૂજા કરીએ તેમાં અક્ષત એટલે કે ચોખાનું ખાસ મહત્વ હોય છે. પરંતુ ધ્યાન રાખવું કે પૂજામાં જે પણ ચોખાનો ઉપયોગ કરો તે અખંડ હોય એટલે કે તૂટેલા ન હોય. ચોખા ચડાવતા પહેલા જો તમે તેને હળદરથી પીળા કરી લો તો તેને વધુ શુભ માનવામાં આવે છે. ક્યારેય પણ ધાર્મિક કાર્ય માટે કોઈ ખંડિત વસ્તુઓનો  ઉપયોગ ન કરવો જોઈએ.

    દિવાનું ખાસ રાખો ધ્યાન
    પૂજા દરમિયાન પ્રગટાવેલા દિવાનું પણ ખાસ મહત્વ હોય છે. દિવો ઓલવાઇ જાય તો પૂજાનું ફળ મળતું નથી. પૂજાની શરૂઆત કરતા પહેલા જે પણ દેવી-દેવતાનું પૂજન કરવામાં આવે છે

    સ્વચ્છતા અને પવિત્રતાનું રાખો ધ્યાન
    દેવી-દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલને ચોખ્ખા પાણીથી ધોઈ લો. જે પણ ભગવાનની પૂજાની તમે તૈયારીઓ કરી રહ્યા છો તેમની પૂજા સાથે જોડાયેલી તમામ સામગ્રીઓને ચોક્કસ શામેલ કરો. તેના માટે તમે કોઈ નિષ્ણાંતની મદદ લઈ શકો છો.

    આસન
    જે આસન ઉપર બેસીને તમે પૂજા કરવાના છો તેને પગ દ્વારા નહીં હાથેથી ખસેડવું. પૂજા સ્થળની ઉપર કોઈ પ્રકારનો ભંગાર ન રાખવો.

    ભગવાન શિવની આરાધના
    જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો તમારે બિલીપત્ર જરૂર ચડાવવું જોઈએ, તેનાથી તમારી મનોકામના પણ જલ્દી પૂરી થઈ જાય છે. પૂજા માટે
    ભગવાનને દક્ષિણા પણ ચડાવવી જોઈએ. દક્ષિણા ચડાવતી વખતે તમારા બંને હાથોનો ઉપયોગ કરી તમારા દોષોને ત્યાગ કરવાનો સંકલ્પ કરો. શિવજીને ક્યારેય શંખ  દ્વારા પાણી ન ચડાવવું જોઈએ.

    ચામડું
    પૂજન સ્થળની પવિત્રતાને કાયમ ધ્યાન રાખો, ચામડાનો બેલ્ટ, ઘડિયાળનો પટ્ટો, ચામડાનું જેકેટ પર્સ કે પછી ચંપલનો પૂજા સ્થળમાં પ્રવેશ નિષેધ છે. તે વાત હમેશા
    યાદ રાખો.

    વાસ્તુદોષથી મુક્તિ
    જો તમે ઘરનાં વાસ્તુદોષથી પરેશાન છો તો દરરોજ પાણીયારે ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી ઘણાં અંશે ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti, Pooja, Tips to follow

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन