શું  મંગળ દોષથી છો પરેશાન? તો શાંત કરવા કરો આ ઉપાય, થશે ફાયદો

News18 Gujarati
Updated: April 14, 2019, 5:41 PM IST
શું  મંગળ દોષથી છો પરેશાન? તો શાંત કરવા કરો આ ઉપાય, થશે ફાયદો
જો મંગળ ગ્રહ અશુભ હોય તો જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાયા આવે છે. અને દાંપત્ય જીવનમાં પણ બાધા આવે છે.

જો મંગળ ગ્રહ અશુભ હોય તો જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાયા આવે છે. અને દાંપત્ય જીવનમાં પણ બાધા આવે છે.

  • Share this:
ધર્મ ડેસ્ક: મંગળ ગ્રહની શાંતિ માટે તમારે નવગ્રહ ચાલીસા કરવી જોઈએ. મંગળએ મેષ અને વૃશ્વિક રાશીનો સ્વામી છે. અને ગ્રહોમાં તે દશક સ્થાનનો કારક છે. ત્યારે મંગળ ગ્રહની શાંતિ માટે નવગ્રહ ચાલીસા કરવી જોઈએ જેથી ગળનો અશુભ પ્રભાવ દૂર થાય છે અને સૌભાગ્ય જાગે છે. મંગળ અશુભ અથવા નબળો હોય તો હનુમાનજીની પૂજા, ચાલીસા વાંચવી.

જો મંગળ ગ્રહ શુભ પ્રભાવ પાડે તો ઉચ્ચ રાજયોગ જાતકને પ્રાપ્ત થાય છે. તેના કારણે જાતકમાં નેતૃત્વની ક્ષમતા વધે છે અને પરાક્રમ તેમજ સાહસમાં પણ વધારો થાય છે. જો આ ગ્રહ અશુભ હોય તો જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાયા આવે છે. અને દાંપત્ય જીવનમાં પણ બાધા આવે છે.

મંગળ ગ્રહની શાંતિ માટે કરો આ ઉપાયો

-લાલ કપડામાં વરિયાળી બાંધી અને બેડરૂમમાં રાખવી.
-લાલ કપડામાં બે મુઠ્ઠી મસૂરની દાળ બાંધી અને મંગળવારે કોઈ ભિખારીને દાન કરી દેવી.
- સાથે હમેશાં કોઇ લાલ વસ્તુ રાખવી. જેમ કે લાલ રૂમાલ કે પછી હાથમાં લાલ દોરો બાંધી દેવો.-મંગળથી પ્રભાવિત વ્યક્તિએ પોતાના ઘરમાં લાલ પથ્થર અચૂક રાખવો.
-પરિવારજનોને અને આસપાસના લોકોને મીઠાઈ ખવડાવવી.
-મંગળવારે હનુમાનજીના ચરણોમાંથી સિંદૂર લઈ અને તેનાથી તિલક કરવું.
-વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા.
-ઘરમાં લાલ ફુલવાળા છોડ લગાવવા.
First published: April 14, 2019, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading