Home /News /dharm-bhakti /રાહુ દોષ દૂર કરવા અજમાવી જુઓ આ અચૂક ઉપાય

રાહુ દોષ દૂર કરવા અજમાવી જુઓ આ અચૂક ઉપાય

રાહુનાં અશુભ ફળ દૂર કરવા માટે કેટલાંક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. તે ઉપાય મુજબ જો વર્તવામાં આવે તો રાહુદોષ દૂર થઇ શકે છે.

રાહુનાં અશુભ ફળ દૂર કરવા માટે કેટલાંક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. તે ઉપાય મુજબ જો વર્તવામાં આવે તો રાહુદોષ દૂર થઇ શકે છે.

ધર્મડેસ્ક: રાહુ જે ભાવમાં હોય તે ભાવ અને રાશિને અનુરૂપ કાર્ય તરફ વ્યક્તિએ કર્મ કરવાનું બાકી રહે છે, તેમ તે નિર્દેશ કરે છે. રાહુ જે ભાવમાં હોય છે તે બાબતો પ્રત્યે જાતકે જ્ઞાન લઇ તે દિશામાં કાર્ય કરવું જોઈએ. તેમાં જરાપણ દુર્લક્ષ ના સેવવું જોઈએ.

વૈદિક જ્યોતિષ પ્રણાલી મુજબ, ગુરૂ સાથે રાહુ ચાંડાળ યોગ કરે છે, જેની અસર અશુભ છે. વ્યક્તિનું આયુષ્ય હણાય છે અને શરીર પર અવારનવાર તકલીફો આવતી રહે છે. શનિ સાથે રાહુ બેસતાં શાપિત દોષ થાય છે. જીવનમાં કર્મબંધનો વિશેષ હોય છે. રાહુ સૂર્ય સાથે યુતિ સર્જે તો પિતૃ દોષ થાય છે. રાહુ સૂર્ય સાથે યુતિ કરે તો ગ્રહણ દોષ સર્જાય છે, પિતૃ સુખમાં ઉણપ આવે છે, વંશ વારસ પર તકલીફો સર્જાય છે. રાહુનું સૂર્ય અને ચંદ્ર સાથે હોવું ખૂબ અશુભ જણાય છે.

જન્મ કુંડળીમાં રાહુ ફક્ત અશુભ પરિણામ જ આપે તેમ નથી, એકલો રાહુ શુભ પરિણામ આપી શકે છે, કેન્દ્ર અને કોણ ભાવોમાં એકલો રાહુ બેસતાં તે યોગકારક બને છે. પણ જો પાપ ગ્રહો સાથે બેસે તો યોગ ભંગ થઇ અશુભ ફળ આપે છે.

આ અશુભ ફળ દૂર કરવા માટે કેટલાંક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. તે ઉપાય મુજબ જો વર્તવામાં આવે તો રાહુદોષ દૂર થઇ શકે છે.

-દરરોજે શિવલિંગ પર અક્ષત (ચોખા) ચઢાવો અને સાથે 'ऊँ रिम नम: शिवाय'  મંત્રનો જાપ કરો. એક જ વખત આ મંત્ર બોલવો. ચોખા ચઢાવ્યા બાદ શિવલિંગ પર પાણી અવશ્ય ચઢાવવું.
– પ્રતિદિન શિવલિંગ પર ત્રાંબાના લોટાથી પાણી અર્પણ કરો, 108 વખત 'ऊँ नम: शिवाय' મંત્રનો જાપ કરવો.
– દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી. કાળો કૂતરો ન મળે તો અન્ય કોઈપણને ખવડાવવી.
– કોઈપણ શુભ તિથિ પર સવારે સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાનાદિથી નિવૃત થઈ શિવાલયમાં જઈ શિવલિંગ પર ત્રાંબાનો નાગ ચડાવવો.
– ચાંદીના નાગ-નાગણની જોડી ખરીદી નદીમાં પ્રવાહિત કરવી.
– કાળા અડદ, ધાબળાનું દાન કરવું.
First published:

Tags: Dharm Bhakti

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો