ધર્મ ડેસ્ક: શું આપ ઘણાં પ્રયાસ કર્યો છો છતા પણ આપનાં સંબંધની વાત આગળ નથી વધી રહી. કેટલાંય લોકોને મળ્યા પણ કોઇનો સ્વભાવ તો કોઇની સાથે કુંડલી મળતી નથી. તો કોઇ વખત અન્ય જ સમસ્યા હોય છે. જો આપ પણ લગ્ન માટે ઉત્સુક છો પર બાધાઓ નળે છે તો ચિંતા છોડો અમે આપની માટે અચૂક ઉપાય લઇને આવ્યા છીએ જે ઝડપથી તમને તમારા સાથી સાથે મેળવી દેશે.
-ભગવાન કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે. જો આપે તેને પ્રસન્ન કરી લીધા તો આપનાં પ્રેમ વિવાહની તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે. કોઇ કૃષ્ણ મંદિર જઇને તેમને પાન અને વાંસળી ભેટ કરો.
-મા દૂર્ગાની ઉપાસના કરો મંદિરમાં લાલ રંગની ધ્વજા ચઢાઓ. આ ઉપાય કરવાથી આપને અવશ્ય લાભ થશે.
-પ્રેમ વિવાહ કરવાં ઇચ્છો છો તો આપ ભગવાન શિવનાં સ્વરૂપ શિવલિંગનો મધથી રુદ્રાભિષએક કરવો, ફળ મળશે.
-ગુરુ વિવાહકારક છે. તેને પ્રસન્ન કરવાંથી આપનાં વિવાહની તમામ બાધાઓ દૂર થશે.
-જે પુરૂષ પ્રેમ વિવાહ કરવા ઇચ્છુક છે તે શ્રીકૃષ્ણનાં 'ક્લીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીજનવલ્લભાય સ્વાહા' મંત્રનાં દરરોજ 108 વખત જાપ કરવાં.
-શુક્લ પક્ષનાં કોઇપણ ગુરૂવારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિની આગળ સ્ફટિકની માળાથી 'ऊँ लक्ष्मी नारायणाय नमः' મંત્રનો 108 વખત જાપ કરવો આ ઉપાય ત્રણ મહિના સુધી કરવો.
-ગંગાજળ મેળવીને શિવલિંગનો અભિષેક કરો. શિવલિંગની પાસે બેસી રુદ્રાક્ષની માળાથી ભગવાન શિવનાં ચમત્કારિક મંત્ર 'ॐ सोमेश्वराय नमः'નો 108 વખત જાપ કરવો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર