Home /News /dharm-bhakti /Vastu Dosh: આ કુટેવો જીવનને નર્ક બનાવી શકે, આજે જ બદલી નાખશો તો કિસ્મત ખૂલી જશે

Vastu Dosh: આ કુટેવો જીવનને નર્ક બનાવી શકે, આજે જ બદલી નાખશો તો કિસ્મત ખૂલી જશે

વાસ્તુ દોષ

Tips For Vastu Dosh: દરેક વ્યક્તિ પોતાનામાં અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આ ટેવો હેઠળ, તે તેની નિયમિત દિનચર્યામાં તે જ રીતે કામ કરે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે આવા લોકોને તેમની આદતોના કારણે જ જીવનમાં પ્રગતિ કે પતન થાય છે. આ આદતો જોવામાં ઘણી નાની લાગે છે, પરંતુ જીવન પર તેની અસર ઘણી ઊંડી હોય છે.

વધુ જુઓ ...
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લોકોની આદતો અને કુટેવો તેમના જીવનની સફળતા અને નિષ્ફળતા પાછળ બહોળા પ્રમાણમાં અસર કરે છે. સામાન્ય રીતે કુટેવો નાની-નાની લાગે પરંતુ, તેની અસર મસમોટી હોય છે. કેટલીક કુટેવોના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે તો, કેટલીક કુટેવો અન્નપૂર્ણા માતાને ક્રોધિત કરે છે. અમુક કુટેવોના કારણે ઘરમાં વાસ્તુદોષ જોવા મળે છે. ત્યારે આજે અહીં મુખ્ય ત્રણ કુટેવો અંગે જાણકારી આપવામાં આવી છે, આ કુટેવોથી વહેલી તકે પીછો છોડાવવો જોઈએ.

રાત્રે વાસણ એઠાં ન રાખવા, કિચન ગંદુ ન છોડો

ઘણા લોકો રાત્રે વાસણ ધોયા વગરના રાખે છે અને કિચન પણ સાફ કરતા નથી. કિચન આખી રાત ગંદુ રહે તે સારું માનવામાં આવતું નથી. તેના કારણે વાસ્તુદોષ થઈ શકે છે. રસોડામાં માતા અન્નપૂર્ણાનું સ્થાન હોય છે, જેથી તેને ગંદુ રાખી શકાય નહીં. જો આવું થાય તો મા અન્નપૂર્ણા નારાજ થઈ શકે અને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. જેથી આ આદતને વહેલી તકે બદલી નાંખવી જરૂરી છે. વાસણ અને રસોડુ સાફ કરીને સૂવું જોઈએ.

આ પણ વાંચો: Vastu For Money: ઓછી સેલરીમાં કરવા માંગો છો વધુ બચત? અપનાવો આ સરળ ટિપ્સ

પથારી પર ખાવું ન જોઈએ

વર્તમાન સમયમાં ઘણા લોકો ટીવી અને મોબાઇલમાં જોતા જોતા ભોજન કરે છે. જ્યારે કેટલાક લોકો પથારીમાં બેસીને જમે છે, આ આદતને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, પથારીમાં બેસીને જમવાનું યોગ્ય માનવામાં આવતું નથી. આવું કરવાથી દોષ લાગી શકે છે અને ઘરમાં નકારાત્મકતા આવે છે. આ ઉપરાંત માતા અન્નપૂર્ણાનું અપમાન પણ થાય છે. પરિણામે, આર્થિક સંકટ આવી શકે છે. પથારી પર ક્યારેય જમશો નહીં. ડાઇનિંગ ટેબલ અથવા નીચે બેસીને જમવું વધુ સારું છે. તેનાથી ધાર્મિક અને શારીરિક લાભ થઈ શકે છે.

આ પણ વાંચો: Vastu Tips: આ પાંચ વસ્તુ કરી શકે છે બરબાદ, આજે જ કાઢી નાખો ઘરમાંથી



રાત્રે કપડાં ધોવાની કુટેવ

ઘણા લોકો રાત્રે કપડાં ધોવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે કપડાં ધોવા હિતાવહ માનવામાં આવતું નથી. રાત્રે કપડાં ધોવાના કારણે ઘરમાં નકારાત્મકતા વધે છે. ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ જાય છે. નકારાત્મક શક્તિઓની તાકાત વધવા લાગે છે અને સકારાત્મકતા ઓછી થઈ જાય છે. જેથી રાત્રે કપડાં ધોવાની કુટેવથી છુટકારો મેળવવો જોઈએ.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી જાણકારી સૂચનો અને માન્યતા પર આધારિત છે. તેની ચોક્કસતાની કોઈ ગેરંટી નથી. અમલવારી કરતાં પહેલા તજજ્ઞની સલાહ લેવી જોઈએ.)
First published:

विज्ञापन
विज्ञापन