Home /News /dharm-bhakti /લગ્ન નક્કી નથી થઇ રહ્યા તો ગભરાશો નહીં, કરો આ ઉપાય, જલ્દી જ વાગશે ઘરમાં શરણાઈ!

લગ્ન નક્કી નથી થઇ રહ્યા તો ગભરાશો નહીં, કરો આ ઉપાય, જલ્દી જ વાગશે ઘરમાં શરણાઈ!

લગ્નમાં થતો હોય વિલંબ તો અપનાવી જુઓ આ ટિપ્સ

Astro Upay: રૂમમાં સારસ અથવા હંસની જોડીનું ચિત્ર મૂકો અને રૂમની બહાર મેહંદીનો છોડ રોપવો જોઈએ. છોકરીએ ગુલાબી અથવા સફેદ રંગની સ્વચ્છ ચાદર પર સૂવું જોઈએ અને બેડરૂમમાં ટીવી કે લેપટોપ ન રાખવું જોઈએ. તમારા પગરખાં અને ચપ્પલ ઉતારીને જ રૂમમાં જવું.

વધુ જુઓ ...
    Astro Tips for Marriage: દીકરી ભણેલી, સુંદર, સુશીલ અને સંસ્કારી છે, છતાં તેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અને વાત નક્કી થતા રહી જાય છે. ઘણા પ્રયત્નો પછી પણ સફળતા ન મળવાને કારણે વાલીઓ પણ નિરાશ થઇ જતા હોય છે. પરંતુ એ બાબતે વધારે ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તુ અને જ્યોતિષના આ ઉપાયોથી તરત જ મેચમેકિંગ અને લગ્નની સ્થિતિ બનશે.

    અગ્નિ કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ એ શુક્ર ગ્રહનો કારક છે અને શુક્ર ગ્રહ લગ્નનો કારક છે. જો અગ્નિ ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય, બોરિંગ હોય અથવા આ ખૂણો મોટો હોય તો શુક્ર દોષિત બને છે અને લગ્નમાં વિલંબ કરે છે. વાયવ્ય કોણ એટલે કે ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, અહીં પણ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય કે, બોરિંગ હોય કે આ ખૂણો મોટો હોય તો મન અને માનસિક પરેશાનીઓનો કારક ચંદ્ર વિચલિત થશે અને લગ્નમાં અડચણ ઊભી કરશે.

    વાસ્તુ ઉપાયો


    લગ્ન કરવા યોગ્ય છોકરીનો ઓરડો હંમેશા ઘરના વાયવ્ય ખૂણામાં હોય તો સારું. આ કોણમાં વાયુના સ્વામીનું શાસન છે. વાયુ ક્યારેય સ્થિર રહેતો નથી, તેથી આ દિશામાં રૂમનો અર્થ છે ઘરમાંથી પુત્રીની વિદાય. તેના રૂમમાં સંપૂર્ણ પ્રકાશ અને તાજી હવા હોવી જોઈએ. આ દિશામાં આવેલ રૂમમાં અંધારું હોવાને કારણે સ્થિતિ વિપરીત બની શકે છે.



    રૂમમાં સારસ અથવા હંસની જોડીનું ચિત્ર મૂકો અને રૂમની બહાર મેહંદીનો છોડ રોપવો જોઈએ. છોકરીએ ગુલાબી અથવા સફેદ રંગની સ્વચ્છ ચાદર પર સૂવું જોઈએ અને બેડરૂમમાં ટીવી કે લેપટોપ ન રાખવું જોઈએ. તમારા પગરખાં અને ચપ્પલ ઉતારીને જ રૂમમાં જવું.

    જ્યોતિષ ઉપાય


    શિવ પાર્વતી સ્વયંવરનું ચિત્ર લાવો અને તેને કોઈપણ શુભમુહૂર્તમાં પૂજા સ્થાન પર સ્થાપિત કરો. કન્યાએ લાલ રંગના આસન પર બેસીને પુરા મનથી પ્રાર્થના કરવી જોઈએ અને જલ્દી સારા પતિની કામના કરવી જોઈએ. ગાયના છાણમાંથી ગૌરી બનાવો અને તેમના પર પીળું સિંદૂર ચઢાવો. શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવીને 'ઓમ ગૌરી પતિ મહાદેવાય મમ ઇચ્છિત વર શીઘ્રાતિશીઘ્ર પ્રાપ્યર્થે ગૌર્યે નામ:' મંત્રની માળાનો જાપ કરો. છોકરીઓ 16 સોમવારે ઉપવાસ કરી મંદિરમાં શિવજીનો જલાભિષેક કરીને માતા પાર્વતીની પૂજા કરવી અને શિવ અને પાર્વતી વચ્ચે ગાંઠ બાંધીને જલ્દી લગ્ન થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Vastu tips

    विज्ञापन
    विज्ञापन