Home /News /dharm-bhakti /

પરિવાર પર રહેશે હંમેશા લક્ષ્મીમાની કૃપા, ગુરૂવારે કરો આવા ઉપાય

પરિવાર પર રહેશે હંમેશા લક્ષ્મીમાની કૃપા, ગુરૂવારે કરો આવા ઉપાય

નભમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ જો જન્મકુંડળીમા હોય તો તેની અસર વ્યક્તિના જીવન પર થાય જ છે. ગુરુ સ્વભાવે શુભ અને સાત્વિક ગ્રહ માનવામાં આવે છે. જો તે કુંડળીમાં અનુકૂળ ન હોય તો પરિવાર અને સમાજમાં યોગ્ય સ્થિતિ અને સુખ શાંતિ મળતા નથી. પણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગુરુની સૌથી મોટી બાબત એ પણ છે કે તે કર્મનો પણ ગ્રહ છે. જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો ન હોય તો પણ તેને યોગ્ય પ્રયોગો અજમાવીને અનુકૂળ કરી શકાય છે. જીવનમાં અનેક સુખોની પ્રાપ્તિ કરી શકાય છે. વ્યક્તિ ગમે તેટલી ખરાબ સ્થિતિમાં કેમ ન હોય, વ્યક્તિને જીવનમાં તમામ સુખ અને ઈચ્છાઓની પૂર્તિ થાય તેવો સમયગાળો ચોક્કસ રીતે આવે છે.

જો ગુરુવારે વિધિવત ગુરુવારનું વ્રત અને દત્ત બાવની કરવામાં આવે તો ગુરુ ધન સંપત્તિ અને પારિવારિક સુખ મળવાનું વરદાન આપે છે. સમાજમાં ગયેલી પ્રતિષ્ઠા પાછી આવે છે અને માન સન્માન વધે છે. સાથે સાથે સારું દાંપત્ય સુખ અને પારિવારિક જીવન પણ આપે જ છે.
-કોઈપણ ગુરુવારે બપોરના સમયે સાત હળદરના ગાંગડા, એક લાલ મરચું, એક સોનાનો દાગીનો, 12 લક્ષ્મી કોડી અને લાલ ચણોઠીના 12 બી પીળા કપડામાં બાંધીને દત્ત ભગવાનને ચઢાવીને પછી ઘરની તિજોરીમાં મુકો. આવું કરવાથી લક્ષ્મી કૃપા થશે.
-ગુરુવારે શક્ય હોય તો પીળા ધાનમાંથી(ચણાનો લોટ) બનેલી વસ્તુ ખાઈને એકટાણું કરો.
-ગુરુવારે ગણપતિ અને ભગવાન દત્તની પુજન કરો. સાથે સૂર્યને જળ ચઢાવી, ગાયત્રીમંત્રની 11 માળા કરો. આમ કરવાથી તમારું દુઃખ કેટલું પણ મોટું કેમ ન હોય પણ તે દૂર થાય છે. જીવનમાં સુખ આવીને મળે છે.
First published:

Tags: Wealth

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन