Home /News /dharm-bhakti /અંગુઠાનાં નિશાન અને રચના પરથી જાણી શકાય છે વ્યક્તિત્વ

અંગુઠાનાં નિશાન અને રચના પરથી જાણી શકાય છે વ્યક્તિત્વ

તેઓ પોતાનાં માટે લઢી શકતા નથી. આવા લોકો તકને સારી રીતે ઓળખે છે અને પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને સરળતાથી ઢાળી શકે છે

તેઓ પોતાનાં માટે લઢી શકતા નથી. આવા લોકો તકને સારી રીતે ઓળખે છે અને પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને સરળતાથી ઢાળી શકે છે

  ધર્મ ડેસ્ક: સમુદ્રશાસ્ત્રમાં હાથોની બનાવટ, હથેળી અને આંગળીઓની બનાવટ પ્રમાણે કોઇપણ વ્યક્તિનાં સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. જી હાં આપનો અંગુઠો આપનાં વ્યક્તિત્વનો અરિસો હોય છે તેને જોઇ ધન દોલતથી લઇ વ્યક્તિના વિશે ઘણા ગુપ્ત ભેદ જાણી શકાય છે.

  -સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોનો અંગુઠો લવચિક હોય છે અને સરળતાથી પાછળ વળી શકે છે તેઓ પોતાનાં માટે લઢી શકતા નથી. આવા લોકો તકને સારી રીતે ઓળખે છે અને પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને સરળતાથી ઢાળી શકે છે. પરંતુ તેઓ અન્યની વાતોમાં ઝડપથી આવી જાય છે એ જ એમના વ્યક્તિત્વની સૌથી મોટી ઉણપ છે. આ રીતનો અંગુઠો ધરાવનાર વ્યક્તિ પૈસા તો સારા કમાય છે પરંતુ, બચત કરવી તેમના માટે મુશ્કેલ હોય છે.

  -જે લોકોને અંગુઠાનો ઉપરનો ભાગ નીચેના ભાગથી વધારે મોટો હોય છે તે ચાલાક અને સ્વાર્થી હોય છે. એવા વ્યક્તિ દરેક વસ્તુમાં તેમનો ફાયદો જોવે છે માટે એવા વ્યક્તિઓથી સાવચેત રહેવામાં જ સમજદારી છે.

  -અંગુઠાનું નાનુ અને જાડુ હોવું સારુ માનવામાં આવતુ નથી. એવા અંગુઠા ધરાવનાર વ્યક્તિ ખૂબ ગુસ્સાવાળા અને શોર્ટ ટેમ્પર હોય છે. વિષયોને ગંભીરતાથી વિચાર કરવાની જગ્યાએ ભાવુકતામાં વહી જાય છે. માટે તેમને ઘણી વખત દુ:ખ ભોગવવું પડે છે.

  -સમુદ્રશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિઓના અંગુઠા પર તલ કે પછી કોઇ ચિન્હ હોય છે તેમના ગુપ્ત અંગ પર તલનું નિશાન હોય છે. એવા વ્યક્તિઓની યૌન ઇચ્છાઓ પ્રબળ હોય છે. એવા વ્યક્તિઓ ધનવાન અને સુખી જીવન જીવનારા હોય છે.
  Published by:Margi Pandya
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन