Home /News /dharm-bhakti /Tulsi:રાહુની દશા બગાડી શકે છે આવી તુલસી, પરિવારને આફતોથી બચાવવો હોય તો ભૂલથી પણ ઘરે ન લગાવતા

Tulsi:રાહુની દશા બગાડી શકે છે આવી તુલસી, પરિવારને આફતોથી બચાવવો હોય તો ભૂલથી પણ ઘરે ન લગાવતા

ઘરમાં ભૂલથી પણ ના વાવતા આવી તુલસી

તુલસીનો એક પ્રકાર ઘરમાં ભૂલવથી પણ ન રાખવો જોઈએ. તેને લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. અહીં તુલસીના આ પ્રકાર અંગે જ માહિતી આપવામાં આવી છે.

    Van Tulsi: હિંદુ ધર્મમાં તુલસી (Tulsi)ના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીને ઘરમાં લગાવવાથી શુભતા આવે છે. અનિષ્ટ અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તુલસીને રોજ જળ ચઢાવવાથી અને તેની પૂજા કરવાથી માતા લક્ષ્મી (Mata Lakshmi) પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

    જો કે, તુલસીનો એક પ્રકાર ઘરમાં ભૂલવથી પણ ન રાખવો જોઈએ. તેને લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. અહીં તુલસીના આ પ્રકાર અંગે જ માહિતી આપવામાં આવી છે.

    આ પણ વાંચો : Grah Gochar 2022: ડિસેમ્બર માસમાં ગ્રહોની સ્થિતિ આ રાશિના લોકોને બનાવશે માલામાલ, જાણી લો

    નકારાત્મક ઊર્જા


    તુલસીના પ્રકારોમાં સામાન્ય રીતે રામ અને શ્યામ જોવા મળે છે. આવી જ રીતે વન તુલસી નામનો પણ એક પ્રકાર હોય છે. વન તુલસીને બર્બરી, બાબુઈ તુલસી, કાળી તુલસી, વન તુલસી, બર્બર, ખુદ્રતુલસી, પાર્નાસ, તુંગી જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ તુલસી ઘરમાં લગાવવાની મનાઈ હોય છે. લોકોનું માનવું છે કે, વન તુલસી ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તેના કારણે નુકસાન થાય છે.

    કુટુંબમાં કકળાટ રહે


    ઘરમાં વન તુલસી ન લગાવવી જોઈએ. આવું કરવામાં આવે તો પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોમાં ખટાસ આવે છે. ઘરમાં હંમેશા ઝઘડા થતાં રહે છે. ઘરમાં વન તુલસી વાવવાથી વ્યક્તિ સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે અને તેને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

    રાહુની દશા


    વન તુલસી વાવવાથી વાસ્તુદોષ થાય છે અને બાળકોના ભવિષ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. તેનાથી કુંડળીમાં રાહુની દશાખરાબ થઈ શકે છે અને ઘરની સ્થિતિ બગડવા લાગે છે. ઘરમાં વન તુલસી લગાવવાથી રાહુની અસર તેજ થાય છે, જેના કારણે ઘરમાં અનેક સમસ્યાઓ આવવા લાગે છે. વન તુલસીનો છોડ કુંડળીમાં રાહુની સાથે ચંદ્રની દશા પણ બગાડે છે.

    તુલસીના પ્રકારો


    શાસ્ત્રો મુજબ તુલસી ઘણા પ્રકારની હોય છે. જેમ કે, રામ તુલસી, શ્યામા તુલસી, જ્ઞાન તુલસી, લક્ષ્મી તુલસી, ભૂ તુલસી, રક્ત તુલસી, નીલ તુલસી, સફેદ તુલસી, વન તુલસી. પરંતુ સામાન્ય રીતે લોકો શ્યામ તુલસી અને રામ તુલસીની પૂજા કરે છે.


    આ કારણે વારંવાર તુલસી સુકાય છે


    ઘણા લોકો તુલસીના છોડને ઉછેરવા માટે અનેક પ્રયત્નો કરે છે, પણ તેમના તુલસી સુકાય જતાં હોય છે. તુલસી સુકાય જવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. કહેવાય છે કે, જે ઘરમાં દરિદ્રતા, અશાંતિ અને કષ્ટો રહે છે ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી. ઘરમાં કોઈ આફત આવે ત્યારે આ બધા દુર્ગુણો ધીરે ધીરે આવવા લાગે છે અને એટલે જ લક્ષ્મી તે સ્થાન છોડીને જતાં રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આવું બુધ ગ્રહના કારણે થાય છે. બુધ લીલા રંગનો સ્વામી છે અને તેને વૃક્ષો અને છોડનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ ગ્રહ અન્ય ગ્રહોની સારી અને ખરાબ અસરોને લોકો સુધી પહોંચાડે છે.
    First published:

    Tags: Astro Tips, Astrolgoy, Tulsi, Tulsi plant

    विज्ञापन
    विज्ञापन