Home /News /dharm-bhakti /

ગુજરાતમાં આવેલા આ મંદિરમાં સૂર્યના કિરણો કરે છે શિવજીનો અભિષેક

ગુજરાતમાં આવેલા આ મંદિરમાં સૂર્યના કિરણો કરે છે શિવજીનો અભિષેક

સૂર્યના કિરણો સીધા શિવલિંગનો અભિષેક કરે છે

આ મંદિરને તડકેશ્વર (Tadkeshwar) નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર 800 વર્ષ જૂનું છે. જ્યાં ભોલેનાથના (Bholenath) આ મંદિર પર શિખરનું નિર્માણ શક્ય નથી. આ માટે સૂર્યના કિરણો સીધા શિવલિંગનો (Shivalinga) અભિષેક કરે છે.

    અમદાવાદ: આપણાં દેશમાં અનેક નાના-મોટા શિવ (Shiva) મંદિર આવેલા છે. જેમાં અનેક મંદિર (Temple) ખૂબ જ ફેમસ થયેલા છે. આ તમામમાં શિવમંદિરનું અલગ મહત્વ રહેલું હોય છે. મંદિર એક એવી જગ્યા છે જ્યાં જતાની સાથે જ તમને માનસિક શાંતિ (Shanti) મળે છે અને કંઇક અલગ જ અનુભવ થાય છે. અનેક લોકોની શ્રદ્ધા પણ અલગ-અલગ હોય છે. જેમાં કેટલાક મંદિરની માન્યતા (Myth) એવી હોય છે કે અનેક ઇચ્છાઓ માત્ર પગે લાગવાથી પૂરી થઇ જતી હોય છે. તો આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીશું જેનું ખૂબ જ મહત્વ રહેલું છે.

    સૂર્યના કિરણો સીધા શિવલિંગનો અભિષેક કરે છે

    આ મંદિર વલસાડ (Valsad) જિલ્લાના અબરામાં વિસ્તારમાં આવેલું છે. તડકેશ્વર (Tadkeshwar) નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર 800 વર્ષ જૂનું છે. જ્યાં ભોલેનાથના (Bholenath) આ મંદિર પર શિખરનું નિર્માણ શક્ય નથી. આ માટે સૂર્યના કિરણો સીધા શિવલિંગનો (Shivalinga) અભિષેક કરે છે. આ મંદિરની વિશેષતા એ છે કે 1994માં મંદિરનો જીર્ણોધ્ધાર કરીને 20 ફુટની ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું (Shikhar) નિર્માણ કરાયું હતું. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે.

    શિવલિંગના (Shivalinga) રક્ષણ માટે કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવાયું હતું. પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું. ત્યારબાદ નળિયાવાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું હતું. વારંવાર બનતી આ ઘટના બાદ શિવભક્તને સ્વપ્ન આવ્યું કે ‘હું તડકેશ્વર છું,’ મારા શીરે કોઈ છાપરું બાંધવાનો પ્રયત્ન ન કરશો. ગામલોકોએ ભક્તની વાત સાચી ગણીને ચારેબાજુ દિવાલ (Wall) કરી દરવાજા બનાવ્યા પણ ઉપરથી ખૂલ્લું જ રાખ્યું હતું. તડકેશ્વર મંદિરમાં વિધિ વિધાનની સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા
    આમ, ગ્રામીણઓએ પાવન શિલાને વર્તમાન તડકેશ્વર (Tadkeshwar) મંદિરમાં વિધિ વિધાનની સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા. આ સાથે જ ચારે તરફ દિવાલ બનાવીને એની ઉપર કોઇ આવરણ ના બનાવો અને ફરી ગ્રામીણોએ શિવના આદેશને શિરોધાર્ય કર્યા.

    આ પણ વાંચો:  આજના દિવસે આ રાશિના જાતકોને પ્રયત્નમાં મળશે સફળતા, જાણો આપનું રાશિફળ

    આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે, શિવલિંગનું મંદિર બનાવાયું અને એમાં શિખરવાળો ભાગ ખુલ્લો રાખ્યો. જેથી કરીને સૂર્યના (Sun) કિરણો (Rays) હંમેશા સીધા શિવલિંગ પર અભિષેક કરે. માનવામાં આવે છે કે શિવજીને (Shivji) ધૂપ ખૂબ પ્રિય હોય છે. તડકેશ્વર મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ તો ભક્તો દૂર દૂરથી દાદાના (Dada) દર્શનાર્થે આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Shiv Temple, ધર્મ ભક્તિ, શિવલિંગ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन