રાખડી બાંધતા સમયે આ શ્લોક બોલવો જોઈએ, રાખડી બાંધવાની 11 પારંપરિક વાતો

રાખડી બાંધતા સમયે આ શ્લોક બોલવો જોઈએ, રાખડી બાંધવાની 11 પારંપરિક વાતો
પ્રતિકાત્મક તસવીર

જો રાખડી બાંધતા સમયે તમે આ વાતોનું ધ્યાન રાખશો તો નિશ્ચિત રીતે તમારા અને તમારા ભાઈ માટે ખુબ ફળદાયી રહેશે.

 • Share this:
  ભાઈ બહેનનો પવિત્ર પર્વ રક્ષા બંધન મંગળમય હોય અને આ પર્વ મનાવતા સમયે કોઈ ભૂલ ચૂક ના થાય, તેથી આપણે કેટલીક પારંપરિક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

  જો રાખડી બાંધતા સમયે તમે આ વાતોનું ધ્યાન રાખશો તો નિશ્ચિત રીતે તમારા અને તમારા ભાઈ માટે ખુબ ફળદાયી રહેશે.  કેવી રીતે બાંધવી જોઈએ તમારા ભાઈને રાખડી

  - રક્ષાબંધનના દિવસે સવારે ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો.

  - ઘરને સાફ કરો અને ચોખાના લોટથી ચોકો પૂરી માટીના નાના ઘડાની સ્થાપના કરો.

  - દુર્વા(ઘાસ), ચોખા, કેસર, સરસોના દાણા, ચંદન આ પાંચ વસ્તુને સૂતરના કપડામાં લપેટી વૈદિક રાખડી બનાવો. પછી પૂજાની થાળી તૈયાર કરી દીપક પ્રગટાવો, સાથે મીઠાઈ રાખો

  - ત્યારબાદ ભાઈને બાજોટ-પાટલા પર બેસાડો (આંબાના લાકડાનો બાજોટ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે)

  - ભાઈને પૂર્વાભિમુખ, પૂર્વ દિશા તરફ બેસાડો

  - ભાઈને તિલક લગાવતા સમયે બહેનનું મોઢુ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ.

  - ત્યારબાદ ભાઈના માથા પર તિલક લગાવી જમણા હાથે રક્ષા સૂત્ર(રાખડી) બાંધો.

  - શાસ્ત્રો અનુસાર, રક્ષા સૂત્ર બાંધતા સમયે આ મંત્રનો જાપ કરવાથી વધારે ફળ મળે છે.

  મંત્ર - 'येन बद्धो बलिराजा, दानवेन्द्रो महाबलः तेनत्वाम प्रति बद्धनामि रक्षे, माचल-माचलः'

  - રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી ઉતારો પછી ભાઈને મીઠાઈ ખવડાવો

  - બહેન જો મોટી હોય તો, નાના ભાઈને આશિર્વાદ આપે અને નાની હોય તો, ભાઈને પ્રણામ કરી આશિર્વાદ લેવા જોઈએ.

  - રાખી બાંધવાની સાંચી રીત - આજકાલ લોકો સોફા અને ખુરશી પર બેસી રાખડી બાંધી લે છે. જે ઉચિત નથી, રાખડી બાંધતા સમયે બાજોટ કે પાટલા પર જ બેસો.

  - આનાથી શુદ્ધીકરણ થાય છે અને સારો પ્રભાવ પડે છે. એટલું જ નહીં, વ્યક્તિ ચુંબકીય રેખાઓથી મુક્ત થાય છે. બાજોટ પર માત્ર ભાઈએ જ નહીં, પરંતુ બહેન પણ બેસવું જોઈએ. આજ રક્ષા સૂત્ર બાંધવાની સર્વોત્તમ વિધિ છે.
  First published:August 13, 2019, 17:05 pm

  टॉप स्टोरीज