રક્ષાબંધનનું પર્વ વૈદિક વિધિથી મનાવવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ વિધિથી મનાવવા પર ભાઈનું જીવન સુખમય અને શુભ બને છે. શાસ્ત્રાનુસાર આ માટે પાંચ વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે, જેનાથી રક્ષાનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં દૂર્વા(ઘાસ), અક્ષત(ચોખા), કેસર, ચંદન અને સરસોના દાણા સામેલ છે.
આ પાંચ વસ્તુને રેશમના કપડામાં બાંધી દો અથવા સિલાઈ કરી દો, પછી તે ભાઈની કલાઈ પર બાંધો. આ રીતે વૈદિક રાખડી તૈયાર થાય છે.
પાંચ વસ્તુનું મહત્વ
1 - દુર્વા (ઘાસ) - જે રીતે ઘાસનું એક પત્તુ રોપવાથી અસંખ્ય ઘાસ ફેલાઈ જાય છે. તેજ પ્રકારે રક્ષાબંધન પર પણ કામના કરવામાં આવે છે કે, ભાઈનો વંશ અને તેમાં સદગુણોનો વિકાસ ઝડપથી થાય. દૂર્વા વિઘ્નહર્તા ગણેશને ખુબ પ્રિય છે અર્થાત તમે જે રાખડી બાંધો છો, તે ભાઈના જીવનમાં વિઘ્નોનો હંમેશા નાશ થાય.
2 - અક્ષત (ચોખા) - આપણી પરસ્પર એક બીજા પ્રત્યેની શ્રદ્ધા ક્યારે પણ ક્ષત-વિક્ષત ન થાય અને સદા માટે અક્ષત રહે.
3 - કેસર - કેસરની પ્રકૃતિ તેજ હોય છે અર્થાત તમે જેને રાખડી બાંધો છો, તે તેજસ્વી થાય. તેના જીવનમાં આધ્યાત્મિકતાનું તેજ, ભક્તિના તેજમાં ક્યારે અછત ન આવે.
4 - ચન્દન - ચન્દનની પ્રકૃતિ શીતળ હોય છે અને સુગંધ આપે છે. તેજ પ્રકારે તેમના જીવનમાં શીતળતા બની રહે, ક્યારે માનસિક તણાવ ન આવે. સાથે ભાઈના જીવનમાં પરોપકાર, સદાચાર અને સંયમની સુગંધ ફેલાતી રહે.
5 - સરસોના દાણા - સરસોની પ્રૃતિ તીક્ષ્ણ હોય છે. અર્થાત તેનાથી એ સંકેત મળે છે કે, સમાજના દુર્ગુણોને, કંટકોને સમાપ્ત કરવામાં ભાઈ તીક્ષ્ણ બને. સરસોના દાણા ભાઈની નજર ઉતારવા અને ખરાબ નજરથી ભાઈને બચાવવા માટે પણ પ્રયોગ કરવામાં આવે છે.
આ પ્રકારે આ પાંચ વસ્તુઓથી બનેલી રાખડીને સર્વપ્રથમ ભગવાનના ચિત્ર પર અર્પણ કરો. પછી બહેન પોતાના ભાઈને, માતા પોતાના બાળકોને, દાદી પોતાના પોતાને શુભ સંકલ્પ કરી બાંધે. આ પ્રકારે પાંચ વસ્તુઓથી બનેલી વૈદિક રાખડીને શાસ્ત્રોક્ત નિયમાનુસાર બાંધવામાં આવે છે, તે પુત્ર-પૌત્રો અને બંધુજનો સહિત બધાને વર્ષભર સુખી રાખે છે.
રાખડી બાંધ્યા બાદ મિટાઈ અથવા ગોળથી મોઢુ મીઠુ કરવાનું ઉત્તમ રહે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર