#Astrology : દિવાળી પર આ 4 રાશિઓ પર થશે લક્ષ્મીજીની વિશેષ કૃપા

News18 Gujarati
Updated: October 24, 2019, 4:23 PM IST
#Astrology : દિવાળી પર આ 4 રાશિઓ પર થશે લક્ષ્મીજીની વિશેષ કૃપા
લક્ષ્મી દેવી

  • Share this:
ગુજરાતીના નવા વર્ષની શરૂઆત આ દિવાળી પછી થશે. આ વર્ષ વિશેષ યોગ સર્જાઇ રહ્યો છે. જેના કારણે આ ચાર રાશિના જાતકોને માં લક્ષ્મીની વિશેષ કૃપાનો લાભ મળશે. અને આ જાતકોના જીવનમાં ઘન અને સમૃદ્ધિની વર્ષો થશે. ત્યારે આ ચાર રાશિમાં તમારું નામ પણ છે કે કેમ? અને માં લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં પણ થશે કે કેમ વિગતવાર વાંચો અહીં.

મેષ - વેપારમાં ફાયદો
નવા વર્ષમાં મહાલક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. આર્થિક રીતે તમારા માટે આ વર્ષ મધ્યમ રહેશે. વેપારમાં લાભ થશે.

વૃષભ : સફળતા મળશે પણ...
દિવાળી પર તમને મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે. કોઇ સારા સમાચાર તમારી રાહ જુએ છે. તમારી આવકમાં સામાન્ય વધરા છે.

મિથુન- ઉતાર ચડાવઆ રાશિના જાતકો માટે સામાન્ય ઉતાર ચડાવથી ભરેલું રહેશે. પણ દેવું લેવાથી આ રાશિના જાતકોએ ખાસ બચવું.

કર્ક- સુખ દુખની સોગઠ
નવી યોજના દ્વારા આ રાશિના જાતકો આ વર્ષે તમારા આર્થિક પક્ષ મજબૂત કરશે. બચતમાં વધારો થશે. અને લાભની નવી મળશે. તમે કોઇ નવો વેપાર કરી શકો છો.

સિંહ : જોખમ ન લેતા
આ વર્ષે સિંહ જાતિના જાતકોએ જોખમ લેતી વખતે ખાસ સાવચેતી રાખવી. અને ખોટા ખર્ચાથી બનવું. ઘનલાભ થશે.

કન્યા : નફે ઘટશે પણ..
આ વખતે નફો ઓછા થવા છતાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે આ વર્ષે મકાન લેશો કે પછી પ્રોપર્ટીમાં રોકાણ કરશો. જાન્યુઆરી પછી લાભની સ્થિતિ બનશે.

તુલા: સકારાત્મક રહેજો
આવકમાં ઘટાડો થશે. બજેટને ધ્યાનમાં રાખીને કામ કરશો તો વાંધો નહીં આવે. સકારાત્મક રહેજો.

વૃશ્ચિક : ખર્ચો ન કરતા
ખોટા ખર્ચ કરવાનું ટાળજો. પણ આર્થિક લાભ થવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.

ઘન : સામાન્ય રહેશે
સંપત્તિની લેવડ દેવડથી બચવું કારણ કે નુક્સાનનો યોગ છે. રોણકથી પણ લાભ ભાગ્યેજ થાય તેવું સંભાવના છે. માટે ઉધાર અને ખર્ચાથી બચવું.

મકર : શેરબજાર
આ વર્ષે તમારી આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. શેર બજારમાં નુક્શાન થશે.

કુંભ : આટલું કરો
બજેટ પકડીને ચાલશો તો આ વર્ષે વાંધો નહીં આવે. બાકી ખોટા ખર્ચથી બચવું

મીન : માંની કૃપા
મીન રાશિના જાતકો પર માંની કૃપા બની રહેશે. તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ થશે. જમીન, ફ્લેટમાં પૈસા રોકતા પહેલા બધુ બરાબર સમજી લેવું. કારણ કે ખાલી આ બાબતે જ તમારે આ વખતે સાચવવાની જરૂર છે.
First published: October 24, 2019, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading