ધર્મ ડેસ્ક: તુલસીનો છોડ ઘણો શુભ માનવામાં આવે છે. તેનાંથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. પણ તુલસી સાથે જોડાયેલી કેટલીક ખઆસ વાતો જે આપને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઇએ. નહીં તો ઘરમાં દરિદ્રતા અને અશાંતિ આવે છે. તુલસીનો છોડ આપનાં ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધી ળઇને આવે છે. પણ તેનાં કેટલાંક વાસ્તુ નિયમ છે. જેનું પાલન કરવું જરૂરી છે.
-તુલસીનો છોડ સુકાઇ જાય તો તુરંત જ બીજો છોડ લગાવી દેવો. સુકાયેલો છોડ ક્યારેય ફેંકી ન દેવો. તેને માટીમાંજ દાટી દેવો. - કોઇ કારણ વગર તુલસીનાં પત્તા ક્યારેય તોડવા નહીં. પૂજા માટે કે ખાવા માટે જ તે તોડવા. તે પણ ફક્ત સવારનાં સમયમાં જ. -અગ્યારસ, રવિવાર અને ગ્રહણ કાળમાં ક્યારેય તુલસીનાં પત્તા ન તોડવા જોઇએ. તે દિવસે તુલસી તોડવી અશુભ માનવામાં આવે છે. -દર સાંજે તુલસીની પાસે ઘી કે સરસીયાનાં તેલનો દીવો કરવો. તેનાંથી ભગવાન વિષ્ણુ ખુશ થાય છે અને તેમની કૃપા આપણાં પર વરસે છે. -તુલસી લગાવ્યા બાદ તેને દરરોજ જળ ચઢાવવું જેથી તેનો છોડ સુકાઇ ન જાય. તુલસી સુકાવવા લાગે તો તેમાં સારામાયેલું ખાતર નાખવું. -તુલસીનાં પત્તા ક્યારેય પગ નીચે ન આવવા જોઇએ. નીચે પડેલી તુલસી ઉઠાવીને માટીમાં દાટી દેવી. પણ તેનાં પર કોઇનો ભૂલથી પણ પગ ન પડવો જોઇએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર