Home /News /dharm-bhakti /

Lord Ganesha: જાણો ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

Lord Ganesha: જાણો ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

શ્રી ગણેશ (Lord Ganesha)ને સુખ અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે.

Vastu Tips: ગણેશજી (Lord Ganesha)ને રાખવાની સાચી દિશા વાસ્તુ અનુસાર નક્કી થાય છે. ગણપતિજીની મૂર્તિ ઘરે લાવતી વખતે ભૂલ ન કરવી જોઈએ. કારણ કે અયોગ્ય મૂર્તિ રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

    Vastu Shastra: વાસ્તુ અનુસાર, જો તમે ઘરમાં અપાર સકારાત્મકતા લાવવા માગતા હો અને તેમાં રહેતા લોકોના ભાગ્યને જાગૃત કરવા માગતા હો તો ગણપતિજીની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ ફાયદાકારક છે. હિંદુ શાસ્ત્રો અનુસાર શ્રી ગણેશ (Lord Ganesha)ને સુખ અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે. આ સાથે તેમને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. આ કારણથી વાસ્તુ અનુસાર ગણેશજીની તસવીર અથવા મૂર્તિને મુખ્ય દરવાજાની પાસે રાખવી શુભ માનવામાં આવે છે, જેથી ખરાબ ઊર્જા ઘરની અંદર પ્રવેશ ન કરી શકે. પરંતુ ગણેશજીને રાખવાની સાચી દિશા વાસ્તુ અનુસાર નક્કી થાય છે.

    ગણપતિજી (Ganesha Murti)ની મૂર્તિ ઘરે લાવતી વખતે ભૂલ ન કરવી જોઈએ. કારણ કે અયોગ્ય મૂર્તિ રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. જાણો મૂર્તિ ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

    આ પણ વાંચો: ઘરના મંદિરમાં રાખો આ ચીજવસ્તુઓ, સુખ-સમૃદ્ધિ બની રહેશે

    મુદ્રા

    ઘરમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે બેસવાની કે લેટવાની મુદ્રામાં હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર લલિતાસનમાં બેઠેલા ગણેશનું ચિત્ર અથવા મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે તે શાંત અને અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો ગણેશજીનું ચિત્ર અથવા મૂર્તિને લેટેલી સ્થિતિમાં લાવી શકો છો. આવી મૂર્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે. કારણ કે ગણેશજીની આવી મુદ્રા વિલાસિતા, આરામ અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

    સૂંઢની દિશા

    ગણપતિજીની મૂર્તિ કે તસ્વીર ઘરમાં લાવતી વખતે ધ્યાનમાં રાખો કે ગણેશજીની સૂંઢ કઈ દિશામાં છે. વાસ્તુ અનુસાર ગણેશજીની મૂર્તિની સૂંઢ ડાબી તરફ ઝુકેલી હોવી જોઈએ. કારણ કે તે સફળતા અને સકારાત્મકતા દર્શાવે છે.

    આ પણ વાંચો: આ રાશિના જાતકો માટે સોનાના ઘરેણાં પહેરવા હોય છે શુભ

    મોદક અને ઉંદર

    ગણપતિજીની મૂર્તિ ઘરે લાવતા હો તો મોદક અને ઉંદર હોવા જ જોઈએ. કારણ કે મોદક એ ગણપતિજીનો સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે અને ઉંદર તેમનું વાહન છે. વાસ્તુ અનુસાર ઉંદરને ભૌતિક ઇચ્છા અને આપણા મનનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharma bhakti, Ganesha, Lord-ganesha, Vastu shastra, Vastu tips, ધર્મભક્તિ

    આગામી સમાચાર