Home /News /dharm-bhakti /

Habits: આ 6 ખરાબ આદતોથી માણસ થઈ જાય છે કંગાળ, લક્ષ્મી રિસાઈ જાય છે

Habits: આ 6 ખરાબ આદતોથી માણસ થઈ જાય છે કંગાળ, લક્ષ્મી રિસાઈ જાય છે

ધર્મભક્તી

bad habits destroy fortune: દરેક ખરાબ પરિણામ પાછળ નસીબ કરતાં આપણી ખરાબ ટેવો જવાબદાર હોય છે.

    dharmabhakti: વ્યક્તિના જીવનમાં કંઇક ખરાબ થાય એટલે સૌથી તે પહેલા પોતાના નસીબનો (luck) વાંક કાઢવા લાગે છે. જ્યારે દરેક ખરાબ પરિણામ પાછળ નસીબ કરતાં આપણી ખરાબ ટેવો જવાબદાર હોય છે. જ્યોતિષાચાર્ય શૈલેન્દ્ર પાંડેએ આવી ઘણી ખરાબ ટેવો વિશે વિગતવાર જણાવ્યું છે. આ તેવો આપણા ભાગ્યનો ખેલ બગાડે છે. આવો આ ખરાબ આદતો અંગે જાણીએ.

    નખ ચાવવા: ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોને નખ ખાવાની કે ચાવવાની ખૂબ જ ખરાબ આદત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નખ ચાવવાથી આપણી કુંડળીમાં સૂર્ય નબળો પડે છે. જેના કારણે આપણું નસીબ ખરાબ થાય છે અને સમાજમાં નિંદાનું સ્તર વધે છે.

    પગ ઘસડાઈને ચાલવુ: કેટલાક લોકોને પગ ઘસડીને ચાલવાની ખરાબ આદત હોય છે. આમ કરવાથી લગ્નજીવન પ્રભાવિત થાય છે. આના કારણે દામ્પત્ય જીવનમાં બિનજરૂરી તુ-તુ મૈં-મૈં વધે છે. એટલા માટે હંમેશા પગ ઉંચા ઉપાડીને ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ.

    વેરવિખેર જૂતા અને ચપ્પલઃ- જે લોકો જૂતા અને ચપ્પલ ઘરમાં વેરવિખેર રાખે છે તેમના નસીબ પર પણ ખરાબ અસર પડે છે. આમ કરવાથી જીવનમાં બિનજરૂરી દોડધામ વધે છે. જે કામ માટે આવી દોડધામ કરવામાં આવે છે તેમાં પણ સફળતા મેળવવી વ્યક્તિ માટે મુશ્કેલ બની જાય છે.

    ઘરની આસપાસ ગંદકી: ઘરમાં કે ઘરની આસપાસ ગંદકી ફેલાવવાથી કુંડળીમાં શુભ યોગો વિક્ષેપિત થાય છે. આ રીતે ગંદકી ફેલાવવાથી જીવનની શુભતા નાશ પામે છે. તેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે, જેમાં ઘરની સ્વચ્છતા પણ સામેલ છે.

    આ પણ વાંચોઃ-Vastu tips: બેડરૂમમાં અપનાવો આ વાસ્તુ ટીપ્સ, પતિ-પત્ની વચ્ચે હંમેશા રહેશે મિઠાશ

    વેરવિખેર રસોડું: કેટલાક લોકોનું રસોડું ખૂબ જ ફેલાયેલું અને વિખરાયેલું હોય છે. રસોડામાં વાસણો કે મસાલાના ડબ્બા વેરવિખેર ન રાખવા જોઈએ. આમ કરવાથી લોકોને બિનજરૂરી ધનનું નુકસાન થાય છે. ઘરમાં ખર્ચ વધે છે અને પૈસા હાથમાં આવતા નથી.

    આ પણ વાંચોઃ-Shani Vakri 2022: 5 દિવસમાં આ 3 રાશિઓનું ભાગ્ય પલટાઈ જશે! વક્રી શનિ ખૂબ પૈસા અને સફળતા આપશે

    શરીર અને પગ અસ્વચ્છ રાખવા: આપણે પગની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સ્નાન કરતી વખતે તમારા પગને સારી રીતે ધોવા જોઈએ. જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે પાંચ મિનિટ રોકાઈને તમારા ચહેરા અને પગને ધોઈ લો. તમારું ચીડિયાપણું ઓછુ થશે.
    Published by:ankit patel
    First published:

    Tags: DharmaBhakti

    આગામી સમાચાર