Home /News /dharm-bhakti /

Lord krishna: શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા આ 4 સવાલ છે ખુબ રોચક, જાણો આ 4 ઘટના પાછળ ભગવાનની લીલા

Lord krishna: શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા આ 4 સવાલ છે ખુબ રોચક, જાણો આ 4 ઘટના પાછળ ભગવાનની લીલા

કૃષ્ણ કથા

krishna lila katha: ભગવાન શ્રી કૃષ્ણની (bhagavan shri krishna) ઘણી વાતો આપણે જાણ્યે છે અને તે લોકવાતોને લઇ આપણા મનમાં ઘણા પ્રશ્નો હશે.

  ધર્મભક્તી ડેસ્કઃ કૃષ્ણ જેને હિન્દુ (Hindu) ધર્મના (Religion) સૌથી નટખટ માનવામાં આવે છે. તેમની કેટલીયે લીલા (krishna lila) આપણા ઘરેઘરમાં પ્રચલિત છે. બધાએ હિન્દુઓના ઘરમાં જે બાળ ગોપાલનો (Krishna) વાસ રહેલો છે તેમની લીલા અલૌકિક છે. ભગવાન શ્રી કૃષ્ણની (bhagavan shri krishna) ઘણી વાતો આપણે જાણ્યે છે અને તે લોકવાતોને લઇ આપણા મનમાં ઘણા પ્રશ્નો હશે. જેમ કે તેમનો રંગ કાળો છે કે માત્ર શ્યામ અને શા માટે? તેમણે રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? ચાલો આજે આ કુતૂહલ પાછળની કહાની જાણીયે.

  1. રંગ કાળો હોવા છતાં કૃષ્ણને નીલવર્ણી કેમ બતાવવામાં આવે છે?

  ઘણીવાર તમે જોયું હશે કે કૃષ્ણને કાળા રંગ અથવા નીલરંગમાં બતાવવામાં આવ્યા છે. તેના શિલ્પોમાં, ચિત્રોમાં તેને નીલવર્ણી દર્શાવવામાં આવ્યા છે. કૃષ્ણના શ્યામ રંગ પાછળ ઘણી કથાઓ રહેલી છે.
  આવો જાણીયે શ્રી કૃષ્ણના રંગ પાછળની વાયકાઓ-

  1. એક માન્યતા અનુસાર, જ્યારે રાક્ષસી પુતનાએ બાળક કૃષ્ણને મારવાનો પ્રયાસ કર્યો, તેને ઝેરી દૂધ પીવડાવ્યું, ત્યારે કૃષ્ણ મૃત્યુ ન પામ્યા, પરંતુ તેનો રંગ નીલો થઈ ગયો હતો.

  2. અન્ય માન્યતા અનુસાર, પાંચ માથાવાળા કાલિયા નાગને મારવા માટે યમુનામાં ગયા પછી, કૃષ્ણનો રંગ શ્યામ થઈ ગયો હતો. કાલિયાનાગના ઝેરને કારણે તેમનો રંગ શ્યામ થઈ ગયો.

  3. અન્ય લોકકથા કહે છે કે વિષ્ણુએ દેવકીના ગર્ભમાં બે વાળ રાખ્યા હતા. એક કાળો અને એક સફેદ. દેવકીના ગર્ભમાં રાખવામાં આવ્યો હતો. એક વાળ શક્તિ દ્વારા રોહિણીના ગર્ભમાં ગયો, દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો અને રોહિણીએ બલરામને જન્મ આપ્યો. તેથી વાળ કાળા હોવા છતાં તે દિવ્ય શક્તિના કારણે તેઓ શ્યામ દેખાયા.

  સંસ્કૃત શબ્દ કૃષ્ણનો અર્થ શ્યામ થાય છે અને કેટલાક લોકો તેને આકર્ષક પણ કહે છે. કેટલાક માને છે કે તે કૃષ્ણનો રંગ નથી પરંતુ તેની આભા અથવા પ્રભાવ છે. બીજી માન્યતા કહે છે કે પાણી અને વિશાળ મહાસાગર પણ આ રંગના છે, અને આ જ કારણ છે કે કૃષ્ણને નીલવર્ણી બતાવવામાં આવ્યા છે.

  2. કૃષ્ણે રાધા સાથે લગ્ન કેમ ન કર્યા?
  સૌથી વધુ રોમાંચિત પ્રશ્ન કે શ્રી કૃષ્ણે રાધા સાથે લગ્ન કેમ ન કર્યા. તે રાધાજીને ખૂબ પ્રેમ કરતા, તો પછી આવું કેમ?

  કૃષ્ણ રાધાને 10 વર્ષની ઉંમર સુધી જ ઓળખતા હતા. પુરાણો કહે છે કે તે પછી કૃષ્ણ વૃંદાવન છોડીને ચાલ્યા ગયા. કૃષ્ણ રાધા પાસે એમ કહીને ગયા હતા કે તેઓ પાછા આવશે, પણ ક્યારેય આવ્યા નહી, અને રાધા ક્યારેય દ્વારકા ન ગયા. રૂકમણીજી લક્ષ્મીનું સ્વરૂપ હતા અને ભલે તેમણે કૃષ્ણને ક્યારેય જોયા ન હતા, તો પણ કૃષ્ણને પોતાના પતિ માનતી. બાદ તેમના કેહવા પર શ્રી કૃષ્ણે અપહરણ કરી રૂકમણી સાથે લગ્ન કર્યા.

  રાધાના લગ્ન વિશે પણ અલગ-અલગ વાર્તાઓ પ્રચલિત છે. વેદવ્યાસ દ્વારા રચિત 18 પુરાણોમાંનું એક બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાજીના પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાકના મતે રાધાના લગ્ન અનય સાથે થયા હતા. અનય પણ વૃંદાવનનો રહેવાસી હતો અને રાધા અને અનયના લગ્ન બ્રહ્માજીની પરીક્ષા પછી થયા હતા.

  બીજી એક વાર્તા અનુસાર, રાધાજીના વાસ્તવમાં લગ્ન થયા ન હતા. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, રાધાએ પોતાનો પડછાયો (છાયા રાધા / માયા રાધા) માતા કીર્તિ પાસે ઘરમાં છોડી દીધો હતો. છાયા રાધાના લગ્ન અનય સાથે નહિ પણ રાયન ગોપા (યશોદાના ભાઈ) સાથે થયા હતા. તેથી જ એવું પણ કહેવાય છે કે સંબંધમાં રાધા કૃષ્ણના મામી હતા. તેમના લગ્ન સાકેત ગામમાં થયા હતા જે બરસાને અને નંદગાંવની વચ્ચે આવેલું હતું. એટલે કે, રાધાએ પોતાનું લગ્ન જીવન સારી રીતે વિતાવ્યું, તેમ છતાં તેઓ હૃદયથી કૃષ્ણ સાથે જોડાયેલી રહી.

  આ પણ વાંચોઃ-Shi Krishna katha : જાણો, ભગવાન શ્રી કૃષ્ણએ શુ કહ્યું, દાન આપવું કે નહિ?

  3. આટલી બધી ગોપીઓ શા માટે?
  કૃષ્ણ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે કે આટલી બધી ગોપીઓ શા માટે? કૃષ્ણ પાસે ઘણી ગોપીઓ હતી કારણ કે ગોપીઓ કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિને કારણે ભગવાનમાં સમાઈ જવા માંગતી હતી. ઘણી લોકકથાઓમાં, આ ગોપીઓને આત્માઓ પણ કહેવામાં આવે છે જેઓ ભગવાનને મળવા માંગતી હતી. લોકો રાસ લીલાને પણ ખોટી રીતે લે છે, પણ તેને દૈવી લીલા ગણવી જોઈએ.

  આ પણ વાંચોઃ-Astrology: આ 4 રાશિની છોકરીઓ હોય છે નસીબદાર, તેણી સાથે લગ્ન કરનારનું ચમકી જશે ભાગ્ય

  4. કૃષ્ણએ અર્જુનને કર્ણને નિઃશસ્ત્ર મારવાનું કેમ કહ્યું?
  મહાભારતના યુદ્ધમાં કૃષ્ણની બે મહત્વની ભૂમિકા હતી. પહેલું એ, કે પાંડવોને વિજય અપાવવો અને બીજુ કે મહાભારતનું યુદ્ધ થોડા જ સમયમાં સમાપ્ત કરવું. બેમાંથી કોઈ પક્ષ યોગ્ય રીતે લડી રહ્યો ન હતો, યુદ્ધના નિયમો તોડવામાં આવી રહ્યા હતા. તેથી જ કૃષ્ણએ અર્જુનને કર્ણને મારવા કહ્યું. આમ કરવાથી કૃષ્ણે અર્જુનનો અહંકાર પણ ખતમ કર્યો.

  અર્જુન ઈચ્છતો હતો કે તે એક મહાન યોદ્ધા તરીકે ઓળખાય અને નિઃશસ્ત્ર કર્ણને મારીને તેનું અભિમાન દૂર થઇ ગયું.બીજું કારણ એ પણ છે કે કર્ણ યુદ્ધમાં કીર્તિ સાથે પોતાનું જીવનનો અંત કરવા માંગતો હતો. કુરુક્ષેત્રના યુદ્ધથી વધુ સારો રસ્તો બીજો કોઈ ન હોઈ શકે. આથી સર્વજ્ઞાની શ્રી કૃષ્ણે નિઃશસ્ત્ર કર્ણને મારવા અર્જુનને કહ્યું.
  Published by:ankit patel
  First published:

  Tags: DharmaBhakti, Krishna, Vrat Katha

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन