હિન્દુ ધર્મ અનુસાર, ગૌ સેવાથી મોટી કોઈ સેવા નથી. ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે, તથા ભગવાન શ્રી કૃષ્ણ તથા લક્ષ્મી માતાનો સીધો આશીર્વાદ મળે છે. ગૌ પ્રાય: મેઘ અથવા ઉષાની રશ્મીઓનું પશ્વાકૃતિમાં દેવ રૂપ હોય છે. ઈડા અને અદિતિને પણ ગૌના રૂપે સંબોધિત કરવામાં આવ્યું છે.
દેવોને પ્રાય: ગૌજાતા કહેવામાં આવ્યું છે તથા તેને અવધ્ય માનવામાં આવે છે. ગાયને સંપૂર્ણ દેવતાઓ સાથે સંબંધ હોવાનું કહેવામાં આવે છે. તો જોઈએ ગાય માતા વિશે 13 ખાસ વાતો.
1 - ગાયના પ્રત્યેક અંગમાં ઈશ્વરનો વાસ છે.
2 - દૂધ દોહતા સમયે ગૌની ઠોકર ખાવી, દૂધ ઢોળાઈ જવું વગેરે અન્ય અપશુકન માનવામાં આવે છે, જેના માટે પ્રાયશ્ચિત વિધાન છે.
3 - સ્વપ્નમાં કાળા વાછરડા સાથે કાળી ગાયનું દક્ષિણ દિશામાં જવું મૃત્યુસૂચક માનવામાં આવ્યું છે.
4 - એતરેય બ્રાહ્મણમાં અગ્નિહોત્રની ગાયનું વાચરડુ છોડવા પર દૂધ દોહતા સમયે બેસી જવું, દૂધ દોહતા સમયે ગાયનું જોર જોરથી બોલવું પણ અપશુકન કહેવામાં આવ્યું છે, જેનો કુપ્રભાવ યજ્ઞમાં ભુખમરીની સૂચના માનવામાં આવે છે.
5 - ગૌનું ગરની છત પર આવી જવું, તેના સ્તનમાંથી રૂધિર ટપકવું, અદ્દભૂત ઘટના કહેવામાં આવે છે.
6 - ગૌ દ્વારા યજ્ઞ સ્થાનનું અતિક્રમણ કરવાનું અશુભ માનવામાં આવ્યું છે.
7 - એક ગાય દ્વારા બીજી ગાયનું દૂધ પીવું વગેરે ગૃહ્ય સૂત્રોમાં ગાય સંબંધીત અપશુકન કહેવામાં આવ્યા છે, જેનું પ્રાયશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
8 - યજ્ઞની ગાયનું પૂર્વ તરફ જવું યજમાનની પ્રસન્નતાનું સૂચક છે.
9 - ઉત્તર તરફ જવું યજમાનની પ્રતિષ્ઠા તથા પશ્ચિમ તરફ જવું પ્રજા પશુ માટે શુભ માનવામાં આવે છે. પરંતુ, યજ્ઞિય-ગૌનું દક્ષિણ તરફ જવું મૃત્યુંની સૂચના માનવામાં આવે છે.
10 - સ્વપ્નમાં કાળી ગાયનું દક્ષિણ તરફ જવું અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં દક્ષિણ દિશામાં પિત્રુઓ તથા યમનું નિવાસ છે, જેના કારણે ગાય આ દિશામાં જાય તો અશુભ માનવામાં આવે છે.
11 - ગાયથી 16 સંસ્કાર મળે છે, જે ઘરમાં ગાય નહી તે ઘર નથી.
12 - ગાય દ્વારા એક વખત બોલવા માત્રથી મંદિરના એક લાખ ઘંટની ધ્વની તરંગ બરાબર શક્તિ હોય છે.
13 - ગાયના ગોબરના કંડામાં ઘી નાખવામાં આવે તો, એક કિલોમિટર પરિધિમાં પર્યાવરણ શુદ્ધ થાય છે.