Home /News /dharm-bhakti /Vidur Niti: વિદુર નીતિના આ 10 નિયમો ગાંઠ બાંધી લો, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા; ગરીબી આસપાસ પણ નહીં ભટકે
Vidur Niti: વિદુર નીતિના આ 10 નિયમો ગાંઠ બાંધી લો, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા; ગરીબી આસપાસ પણ નહીં ભટકે
મહાત્મા વિદુરે એવા 10 નિયમો બનાવ્યા છે, જે જીવનને સફળ અને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે.
Vidur Niti: વિદુર નીતિમાં જણાવવામાં આવેલી આ 10 આદતો વ્યક્તિ જો પોતાના જીવનમાં ઉતારી લે તો તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જીવનમાં ક્યારેય આર્થિક તંગી અને ગરીબી નહીં આવે.
મહાત્મા વિદુર મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે. મહાભારત કાળમાં મહાત્મા વિદુર હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર (કૌરવોના પિતા)ના મંત્રી હતા. તેઓ નીતિગત અને ધાર્મિક વાતોથી કૌરવો અને પાંડવોને સમજ આપતા હતા. તેમણે મહાભારતના યુદ્ધને ટાળવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ દુર્યોધન પોતાની જીદ પર અડગ રહ્યો હતો. તેમની રાજનૈતિક ચતુરતાનો કોઈ તોડ મળી શકે તેમ નથી.
મહાત્મા વિદુરે એવા 10 નિયમો બનાવ્યા છે, જે જીવનને સફળ અને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે. વિદુર નીતિના આ 10 નિયમો અપનાવી લેવાથી જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતા મળતી નથી. વિદુર નીતિના આ નિયમો વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
વિદુર નીતિ અનુસાર કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. આ ત્રણ બાબતોને કારણે વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં આગળ વધી શકતી નથી. આ 3 બાબતોનો ત્યાગ કરી દેવો જોઈએ.
શંકાસ્પદ વ્યક્તિને ક્યારેય પણ ધન ના આપવું જોઈએ. આ પ્રકારની વ્યક્તિ અન્ય લોકોના ધનનો યોગ્ય ઉપયોગ કરતી નથી.
કોઈપણ કામની શરૂઆત સમજી વિચારીને કરવી જોઈએ. જે કામ લગનથી કરવામાં આવે તેમાં અચૂકથી સફળતા મળે છે.
બળવાન હોવા છતાં અન્ય વ્યક્તિને ક્ષમા કરી દે અને નબળી વ્યક્તિની મદદ કરે છે, તે વ્યક્તિને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે.