શ્રી મેલડી માતાજી ઉત્પત્તિની પૂર્વ કથા અને મહત્વ! જો ન જાણતા હોવ તો જાણી લો

તમને ખબર છે, પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. ત્યારે નનામી ના નામથી જાણતા એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા.

News18 Gujarati
Updated: October 30, 2019, 7:20 PM IST
શ્રી મેલડી માતાજી ઉત્પત્તિની પૂર્વ કથા અને મહત્વ! જો ન જાણતા હોવ તો જાણી લો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 30, 2019, 7:20 PM IST
નિરવ મહેતા, અમદાવાદ: મા આદ્યશક્તિના તો છે અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપોનો છે વિશેષ મહિમા. કોઈ સ્થાનક પર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક પર માતાજી આશાપુરાના નામે પૂજાય રહ્યા છે. પરંતુ આ તમામમાં 64 જોગણીનો મહિમા પણ સવિશેષ છે. ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડી. શું આપ જાણો છો, શ્રી મેલડી માતાજી ઉત્પત્તિની પૂર્વકથા અને તેનું મહત્વ !! જો ન જાણતા હોવ તો આજે જાણી લો. અમે આજે જણાવી રહ્યા છીએ. માતા મેલડીની ઉત્પત્તિની પૂર્વકથા.

માતા મેલડીની ઘણી બધી લોક કથા પ્રચલિત છે. તેની ઉત્પત્તિની અલગ-અલગ કથાઓ પણ છે. પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. ત્યારે નનામી ના નામથી જાણતા એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા.

એક લોકકથા પ્રમાણે, એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવર્દુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો. ભાગતા ભાગતા તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં જઈને છુપાઈને બેસી ગયો. ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું.

તે સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પુર્યા, અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્ર વિદ્યા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ, પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. આ પૂતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને હણ્યો.

જો કે, ત્યારબાદ કહેવાય છે કે, નવદુર્ગાને આ દેવીએ પુછ્યુ કે હવે મારે ક્યુ કાર્ય કરવાનું છે ત્યારે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું. આ સાંભળીને માતાજીને બહુ જ ખોટું લાગ્યું. તેથી તે સ્વયં ભોલેનાથ પાસે ગયા, અને ભોલેનાથે ગંગાજી પ્રગટ કરીને માતાજીને પવિત્ર કર્યા.

આ સમયે શિવજીએ તેમને કહ્યું કે, આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારૂં નામ શ્રી મેલડી માં રાખવામાં આવેલું છે. મેં-લડી એટલે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડી મા રખાયું હોવાનું લોકવાયકા છે. આ મેલડી માતાજી આજે અનેક નામે પ્રસિદ્ધ છે.
First published: October 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...