અગિયારસ: મોક્ષદા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે

News18 Gujarati
Updated: December 7, 2019, 11:04 PM IST
અગિયારસ: મોક્ષદા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે
મોક્ષદા એકાદશી

મોક્ષદા એકાદશી કરવાથી માતા, પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડયું હોય અથવા તો કોઈની અસદ્‌ગતિ થઈ હોય તેની આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે

  • Share this:
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે તા. ૮ ડીસેમ્બરને રવિવારના રોજ મોક્ષદા એકાદશી હોવાથી મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે પ - ૩૦ થી ૬ - ૦૦ સમૂહ પ્રાર્થના અને ધૂન યોજાશે. ૮ - ૦૦ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવીને આરતી કરવામાં આવશે.

સવારે ૮ - ૩૦ થી ૧૦ -૦૦ બાપાશ્રીની વાતોની પારાયણ અને વચનામૃત રહસ્યાર્થપ્રદીપિકાટીકા ગ્રંથ ઉપર વિવેચન થશે.
તો સાંજે ૬ - ૦૦ થી ૭ - ૪પ શ્રી મુકતજીવન ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્રારા સમૂહ પ્રાર્થના - શ્લોકગાન - એકાદશી નિમિત્તે ઔચ્છવ કરવામાં આવશે.

મોક્ષદા એકાદશીનું માહત્મ્ય
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ મોક્ષદા એકાદશીના મહાત્મય અંગે જણાવ્યું હતું કે, બ્રહ્માંડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જે આ એકાદશીએ ભગવાનનું પૂજન, અર્ચન અને આરતી કરાય છે, ભગવાનના મહાત્યમનું ગાન કરીને એકાદશીની ઉજવણી કરવામાં આવે છે, જે ભક્તિ ભાવથી એકાદશી કરશે તેને વાજપેય યજ્ઞનું ફળ મળે છે. જેના માતા, પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડયું હોય અથવા તો કોઈની અસદ્‌ગતિ થઈ હોય તેની આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, આ એકાદશી સ્વર્ગ અને મોક્ષને આપનારી થાય છે. તેથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં એકાદશી કરવાની આજ્ઞા કરી છે. તેથી આપણે સૌ કોઈએ આ એકાદશી અવશ્ય કરવી જાઈએ. આ એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો એ શ્રેષ્ઠ છે. જા નકોરડો ઉપવાસ ના થઈ શકે તો, ફલાહાર કરવું જાઈએ, પરંતુ અનાજ તો કયારેય ન જ ખાવું જાઈએ.
First published: December 7, 2019
વધુ વાંચો
अगली ख़बर